Diwali 2017

diwali lamp pictures (4).jpg

During the Diwali celebrations this year Param Pujya Bhaishree took the text: 'Maniratna Mala' by Shree Tulsidasji. Param Krupaludev Shrimad Rajchandra had instructed in Letters 435, 789, 796 and updesh chaya 11 that this text was important to read. It contains many outstanding examples and understandings of 'Moh' which is worth contemplating on. The text is made up of 32 Shloks or stanzas. The expanded explanation of these 32 shloks is in the form of 100 questions and answers.

We share the swadhyays with you here below. 

Shree Kalpasutra

Kalpasutra page image.jpg

During Paryushan Mahaparva the Kalpasutra shastra is read. The shatra contains the biographies of Tirthanker bhagwans, most notably Shree Parshvanath Bhagwan and Shree Mahavir Bhagwan.

In Raj Saubhag ashram Sayla Br Vinubhai has read the Kalpasutra under Param Pujya Bapuji’s and Param pujya Bhaishree’s agna for many years.

The recordings below are from 2017 and are shared here for your inspiration.

Yug Purush shows sponsored by mumukshus in Sudan and Nairobi

Raj Saubhag Ashram mumukshus Ashokbhai Parekh (Sudan show) and Manjuben Navin Raja (Nairobi) sponsored 3 shows of the Yug Purush play in Sudan (2) and Nairobi (1).

Two shows were hosted in the newly renovated Friendship Hall, Sudan.  The first show was hosted on 29th September 2017 in Gujarati. Over 650 people watched the impact of Shrimad Rajchandra on Mahatma Gandhi.  The head of Omdurman Community, Dr. Anil Mithani, Purushottam Samal (Attaché Commercial & Property, Embassy of India) were among the chief guests. 

The second show in Sudan, in English, was attended by 550 guests at the same venue.  Among the dignitaries present were the Minister of Culture - Sudan, Mr. Al Tayeb Badawi; Mr. Amrit Lugun (Ambassador, Embassy of India Khartoum), Hassan Abdel Gadir Hilal (Minister of Environment) and members of the Coptic Church and Missionaries of Charity, along with the head of African Development Bank, Dr. Abdul Kamara. 

The sponsor of the show Ashokbhai Parekh is very humble and was extremely reticent about his name being mentioned.  He says its all “Guru Kripa”. 

Another mumukshu, Manjuben Navin Raja and her family sponsored Yug Purush in Nairobi at Oshwal Center.  More than 500 people watched the play.

Yug 4.jpg
Yug 1.jpg
Yug 2.jpg

Being an effective philanthropist

The news over the past month has been filled with devastation. Flooding in Mumbai and across India has washed away homes, spread disease, sparked landslides and damaged core infrastructure. Globally, thousands have experienced catastrophic flooding, cyclones, hurricanes and earthquakes.

When we see suffering like this, our hearts are touched and we naturally want to help somehow. We want to make a positive difference. The question that comes up is “How can I help?” With limited time and resources, it can be unclear what’s best.

Some of the questions we might puzzle over are:
- There are so many problems: Which causes should I support?
- Which charities are trustworthy, and will use my donation efficiently?
- How much should I give, and what can I afford to give?
- Is it better to send clothes, blankets and food, rather than money?
- I have useful skills, maybe I should volunteer my time instead?

If you’re thinking about this, it is wonderful because it shows you care. But don’t let the questions confuse you, or dampen your initial flame to act. In this month’s Maitri Moves we explore 10 ways to be effective in our charitable endeavours.

How much happiness can you spread?

Imagine it is a very hot day, and you come across a thirsty child on the street that is just about to die! You realise you have a water bottle in your bag, and you give it to child, saving his life. That day might be one of the most important moments of your entire life. You would feel so happy that you were able to make a difference!

UNI159592 (Tap Project Website Photo Gallery).jpg

Now imagine you start to give a regular donation to a children’s charity that is saving lives by providing clean water. This simple act of generosity is no less than the heroic one on the streets, and in fact you could be saving several children’s lives every year! This is such an astonishing fact. Even a small donation can have a big impact.

It is only when we make this positive mental and emotional connection to the impact our actions can have, that we can become motivated to do more. That’s why reading case-studies, talking to charity workers about their first-hand experiences, or even visiting projects ourselves, can inspire us immensely.

But once we are motivated, how do we decide what to do? There are so many problems, and so many charities - it can be confusing. This is why we are sharing 10 moves we can each make, to improve our effectiveness. Let’s jump right in.



10 Moves for Effective Philanthropy


Move 1: Pure intentions

In Jainism it is recognised that the intent, motivation or “bhav” is fundamental - even more important than the action itself. This short video shows a little boy, that will surely inspire everyone to give charity from the heart, with no expectation of any reward or recognition. When we are looking to be effective in philanthropy, egoistic desires can be a distraction, taking us away from our real goal of helping. It is only because we are blessed with gifts, that we can share these with others.

 

Move 2: How much can I afford to give? (Take this test!)

All of us reading this are probably quite wealthy in global terms (compared to others). Have a guess at how rich you are by global standards and then take this test to see how rich you really are. This insight might be a good starting point to consider how much you can afford to give. Once you have thought about it, you may wish to allocate a % of your income you are willing to give to charity every year.

“Never respect men merely for their riches, but rather for their philanthropy; we do not value the sun for its height, but for its use.”
— Gamaliel Bailey


Move 3: Be passionate enough to research what works

Many of us donate based on our charitable impulse when someone asks - perhaps someone we know that is involved in social causes, or at a fundraising event. We feel good that we took action. However this is a reactive way of giving, and often plays on our emotions. To be more effective we must be proactive, and find out more about the causes that we wish to support.

In the history of charitable initiatives, there are many examples of ideas that sound innovative, but have not been tested thoroughly so is not ready to be scaled. For example, a few years ago a lot of money was wasted in a highly popular initiative called Playpumps in which a lot of assumptions had not been tested out.

There is an initiative called Effective Altruism that is encouraging people to think more carefully using evidence and reasoning, about what to support. This kind of rational analysis doesn’t take away from the joy of giving, rather it enhances the joy!

“In most areas of life, we understand that it’s important to base our decisions on evidence and reason rather than guesswork or gut instinct. When we seek medical treatment, we want treatments that have been shown to work through scientific trials. When we invest money, we try to get as much information as we can about all our options to find out what will give us the greatest return. When we look to buy a product, we read customer reviews to find out if what we’re buying really works. Yet when it comes to doing good, too often we lose these standards.”

488734-on-flexmr-1-sue-bell-research.png

 

Move 4: Think from the point of view of the charity

Make it an annual commitment:
Once we find charities we wish to support, the ideal way of supporting them is to make a monthly or annual commitment. This is incredibly useful to the charity - so they can plan and know what is achievable each year.

For example, for our Raj Saubhag Ashram charity work, even though the donations are generous, they are also unpredictable, making it difficult for the management teams to plan ahead. Can we build that extra classroom? Can we hire that extra cleaner? These decisions are hard to make without accurate financial forecasting.

Fund core capacity and overheads:
Most donors want to know “How much of our money actually goes to the people in need (beneficiaries)?” But have you ever wondered, if all of our money went to the beneficiaries, then how do we expect the charity to function? Who would pay for the research, evaluation, computers and staff to write reports for the donors?

When we look at the charity's effectiveness through the narrow lens of how much money goes to beneficiaries, then - ironically - it weakens the capacity to be effective.

Seeding.jpg

 

Move 5: Donating even when there is no “emergency”

When there is a headline grabbing emergency, like a major flooding or earthquake, people are much more generous with their donations. The charities that work on these issues usually find that they are “overfunded” in times of big crises, and underfunded for the rest of the time when they are working on the everyday challenges to alleviate suffering.

Some of the important work that it is done throughout the year by charities, also helps to support communities to be more prepared and resilient to handle any potential future crisis. Investing in areas like education, women’s empowerment, poverty alleviation, can all make communities stronger.

parikrama_pupils.jpg

 

Move 6: Don’t just follow trends - support the neglected areas

Menstrual Hygiene.jpg

Like in every sphere of life, charity donations go through trends. Causes rise and fall in their popularity. Some important issues are taboos - such as menstrual hygiene - so it is particularly difficult to get funding for these. Other causes make us feel bad - such as reducing slave labour in manufacturing the electronics and clothes that we love - so the charities that talk about these sensitive issues are unpopular. Celebrities also influence which causes and charities are in the limelight.

Given that there are so many worthwhile causes, let us look for areas that lack funding, and actively go and support those. For example, in our own Raj Saubhag Ashram’s charitable projects, some initiatives receive far more funding than others - so why not find out where the unmet needs are and actively try to fill these gaps?


Move 7: Let’s solve the problems, not just treat the symptoms

With any problem, there is always an underlying issue that needs to be solved. We all know that “prevention is better than cure”, so let us look for opportunities to solve the root of problems, rather than just treating the symptoms of those suffering today. With the right planning, both can be done together.

“Effective philanthropy requires a lot of time and creativity - the same kind of focus and skills that building a business requires.”
— Bill Gates

For example at the Raj Saubhag Ashram managed community hospital in Sayla, there are a high number of women that have health complications during pregnancy and during the delivery of their babies. In addition to providing mothers with the medicines they need, the Ashram has also run community projects (Jyot) to educate young women about what they need to do to remain healthy during a pregnancy.

The trouble is most donors are far more willing to fund treatment, than prevention. This is because the results of treatments are tangible - we can count the number of lives improved or saved. The impact of longer-term programmes that focus on behavioural change are more difficult to measure. This is when we need to think like farmers that plant seeds and patiently nurture the fields.

planting seeds.jpg

 

Move 8: Every small donation counts

When the problems are large and complex, it can feel meaningless to give a small amount. But that is not true - small donations can go a long way. For example, malaria kills millions of people every year - a child dies of malaria every 30 seconds! Yet a bed net that prevents children being infected while they sleep costs less than $10. That small donation can change the lives of an entire family.

Modest donations can also help charities to overcome hurdles. Often a charity gets stuck because it is unable to finance a specific need, which is needed to move onto the next stage of their growth and impact. It could be as simple as buying a printer, or a scooter. For example, at Raj Saubhag Ashram’s Ashirvad, the donation of funds just to buy a small van has enabled the centre to pick up and drop disabled children from villages much further away. As a result of reaching out to these new communities, there are now many other related projects happening there.

Mosquito net.jpg


Move 9: Giving your time and talent (not just money)

Giving is not about money, it is about compassion. And we don’t always need money in order to express our compassion, and make a difference. Read these inspiring everyday examples, and think about what you could do.

  • “Do Something For Nothing” is an initiative set up by a hairdresser in London who gives free haircuts to the homeless. This simple act transforms the self-esteem of those living on the streets, as well as helping them to apply for jobs. Their motto is “We’re not raising awareness, we’re raising compassion”
  • Flute teacher, Himanshu Nanda, is giving free lessons to children with Autism Spectrum Disorder for therapeutic purposes. He says “When I interact with these children, I feel amazed. The purity of their heart, inexplicable love for music has inspired me to work for them.”
  • In London there is a group that run “Listening Cafes” monthly, in which they invite people from the streets to come and talk for 4min, and the volunteers simply listen with kindness. It is said that attention is the rarest and purest form of generosity. You too could give a few minutes of your attention to help someone lonely feel cared for.


Move 10: The power of prayers

May we never underestimate the power of sending loving wishes to all. Take out time to sit in silence and pray for the happiness of all souls. Perhaps you can do this for a few moments everyday after reading about all the suffering in the news. It is far more useful than getting angry, or feeling depressed. Not only do intense compassionate thoughts support us in our own inner awakening, but they also enhance the level of peaceful vibrations in the universe.

maxresdefault.jpg

Photo credit

http://www.girlsnotbrides.org/themes/poverty/

Giving What We Can https://www.givingwhatwecan.org/

Water Aid https://www.wateraid.org.uk


વિચારપૂર્વકની સેવા

India floods.jpg

છેલ્લા થોડા મહિનાઓથી આપણે બરબાદીના સમાચારો સાંભળી રહ્યા છીએ. મુંબઈ અને ભારતભરમાં આવેલા પૂરને કારણે હજારો ઘરો તણાઈ ગયા છે, રોગચાળાનો ફેલાવો થયો છે, ભૂસ્ખલન અને માળખાભૂત સગવડો જેમ કે, રસ્તાઓ, વીજળી પૂરવઠો વગેરેને ખૂબ જ નુકશાન થયેલ છે. વિશ્વભરમાં હજારો લોકોને ભયંકર વાવાઝોડા, ચક્રવાત, પૂર અને ધરતીકંપ જેવી અનેક કુદરતી આપત્તિઓ સહન કરવી પડી છે.

જ્યારે આપણે લોકોને આ તકલીફો સહન કરતાં જોઈએ છીએ, ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે છે અને કુદરતી જ આપણે કોઈને કોઈ રીતે સહાયરૂપ થવા માટે તત્પર બનીએ છીએ. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે ‘હું કઈ રીતે મદદરૂપ થઈ શકું?’ મર્યાદિત સમય અને સ્ત્રોતોને કારણે શું થઈ શકે તે સમજાતું નથી.

અમુક પ્રશ્નો આપણા માટે કોયડારૂપ હોય છે જેમકે,

૧) ઘણા પ્રકારની સમસ્યા છે તો કોના માટે સહાયરૂપ થવું?

૨) કઈ સખાવતી સંસ્થાનો ભરોસો કરી શકાય કે જ્યાં મારા આપેલ દાનનો બરાબર સદ્ઉપયોગ થશે? (જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે?)

૩) મારે કેટલું આપવું જોઈએ, જે મને પોસાય?

૪) રોકડાં આપવા કરતાં કપડાં, ધાબળા અને ખાધાખોરાકીની વસ્તુ આપવી સારી રહેશે?

૫) મારી પાસે આવી આવડત છે તો શું હું સ્વયંસેવક બનીને મારો સમય આપું?

જો તમે આ બધું વિચારતા હોય તો તે ઘણી જ સારી બાબત છે. તે દર્શાવે છે કે તમે બીજા લોકોને માટે સહાયરૂપ થવા તત્પર છો. પણ આ પ્રશ્નોથી મૂંઝાતા નહીં કે શરૂઆતમાં સહાયરૂપ થવા માટેની આગને બૂઝવા દેતા નહીં. આ મહિનાનાં Maitri Movesમાં આપણે દસ પ્રકારે આપણા સખાવતી પ્રયાસોને વધું અસરકારક બનાવવાનો પ્રયત્ન કરીશું.

તમે કેટલી ખુશીઓ ફેલાવી શકો છો?

વિચારો, કે ગરમીનો દિવસ છે અને ગલીમાં તમે કોઈ ગરીબ બાળક જે તરસને કારણે તરફડી રહ્યું છે, તમને ધ્યાનમાં આવે છે કે તમારી પાસે પાણીની બોટલ છે અને તે બોટલ તમે તે બાળકને આપો છો. જેથી તેની જીંદગી બચી જાય છે. તે દિવસ કદાચ તમારી જીંદગીમાં ખૂબ જ મહત્વની પળ લાવે છે, તમે બેશૂમાર ખુશી અનુભવો છો કારણ કે કોઈની જીંદગીમાં એક નાનો બદલાવ લાવી શકવાનું તમે કારણ બન્યાં છો.

UNI159592 (Tap Project Website Photo Gallery).jpg

હવે વિચારો કે તમે નિયમિત રીતે બાળકોને માટે જે સંસ્થાને દાન આપો છો તેઓ બાળકોને સ્વચ્છ પાણી આપીને ઘણી જીંદગીઓ બચાવે છે ભલે આ એક સામાન્ય ઉદારતા બતાવતું કાર્ય હોય પણ તે કોઈ રસ્તા પર બતાવાતા પરાક્રમથી ઓછું નથી. કદાચ આ રીતે તમે દર વર્ષે ઘણાં બાળકોની જીંદગી બચાવી શકો છો. આ ઘણી આશ્ચર્યકારક હકીકત છે એક નાના દાનની પણ બહુ જ મોટી અસર હોય છે.

આવી સકારાત્મક માનસિકતા તથા લાગણીશીલતા જો આપણા દાનનાં કાર્ય સાથે જોડવામાં આવે તો જ આપણે હજુ વધારે કરવા માટે પ્રેરિત થઈએ છીએ. તેનાં માટે જો બનેલા પ્રસંગોનો અભ્યાસ કરીએ, સખાવતી સંસ્થાઓના કાર્યકરો સાથે વાત કરીએ કે પછી તેઓની ચાલી રહેલ યોજનાના સ્થળે મુલાકાત લઈએ તો આપણને ખૂબ જ પ્રેરણા મળે છે. પણ એક વખત પ્રેરણા મળે તો પછી શું કરવાનું તેનો નિર્ણય કેવી રીતે લેવો? આપણી આજુબાજુ અનેક પ્રકારની મુસીબતો અને તેની સામે લડવા માટે સખાવતી સંસ્થાઓના અનેક પ્રયાસો ચાલી રહ્યા હોય છે જે કદાચ થોડું મૂંઝવણભર્યું હોય, તેથી જ અમે ૧૦ પ્રકારના પ્રયત્નો આપને દર્શાવીએ છીએ જે આપણને વધારે અસરકારક રીતે આવા કાર્યો કરવા માટે મદદ કરશે.


અસરકારક દાનવૃતિ માટે ૧૦ પગલાં :


(૧) શુધ્ધ ભાવ (દાનત)

જૈન ધર્મમાં કોઈ પણ કાર્ય કરતા પણ કાર્ય પાછળ રહેલ ઉદ્દેશ અથવા ભાવને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ટૂંકા વિડિયોમાં નાના છોકરાને દર્શાવાયો છે તે જરૂરથી દરેક જોનારને હૃદયથી દાન આપવા માટે પ્રેરણા આપે છે. તે બાળક કોઈ પણ પ્રકારની માન્યતા કે પુરસ્કારની અપેક્ષા વગર દાન આપે છે. જો આપણે સમાજ માટે અસરકારક રીતે દાન આપવું હોય તો તેમાં આડે આવતી અહંકારની ભાવનાને અવરોધવી જોઈએ જે આપણને મદદ કરવાનાં મુખ્ય ઉદ્દેશ તરફથી દૂર લઈ જાય છે. આ ફક્ત અને ફક્ત ભેટ રૂપી આર્શીવાદ છે જેને આપણે બીજાઓ સાથે વહેંચીએ છીએ.

(૨) હું કેટલું આપી શકું?

જે કોઈ આ વાંચી રહ્યાં છે તેઓ વૈશ્વિક સ્તરે બીજાની સરખામણીમાં કદાચ ખૂબ જ શ્રીમંત લોકો છે. તમે જ અનુમાન કરો કે વૈશ્વિક સ્તરે તમે કેટલા શ્રીમંત છો અને પછી આ એક પરીક્ષાથી તે અનુમાનની ચકાસણી કરો. તે તમને સુઝાડશે કે તમે કેટલું આપી શકો છો? એક વખત તેના પર વિચાર કર્યા પછી તમે તમારી આવકનાં અમુક ટકા વર્ષે દાનમાં આવવાનું નક્કી કરી શકો.

(૩) જાણો, દાન ક્યાં અને કેવી રીતે વપરાય છે ?

જયારે આપણને કોઈ દાન માટે પૂછે ત્યારે આપણામાં રહેલ દાનવૃતિનો આવેગ સહજ રીતે ઉછળીને બહાર આવે છે. તેમાં પણ જયારે આપણને પૂછવાવાળી વ્યક્તિ કોઈ આવા સામાજીક કાર્ય સાથે જોડાયેલ હોય તો તેમાં જોડાવાથી આપણને પણ સારું લાગે છે. આ આપવાની વૃત્તિ તો પ્રતિક્રિયા રૂપ હોય છે અને મોટાભાગે તો તે આપણી લાગણી સાથે જોડાયેલ છે વધારે અસરકારક બનવા માટે આપણે સક્રિય રીતે ભાગ લેવો જરૂરી છે અને બીજા અનેક કર્યો જાણવા જરૂરી છે જેમાં આપણને મદદરૂપ થવાની ભાવના હોય છે.

આવી સખાવતી પહેલના ઇતિહાસમાં બીજા પણ ઘણા દાખલા છે જે એકદમ નવીન લાગે પણ તે ઘણી વાર નુકશાન સર્જે છે જેના વિષે પૂરતી જાણકારી નથી હોતી. દા.ત. થોડા વર્ષો પૂર્વે, ખૂબ જ જાણીતી પહેલ જે `પ્લેપમ્પસ’ તરીકે ઓળખાઇ હતી તેમાં અપૂરતી ધારણાઓને કારણે ઘણું જ ધન બરબાદ થયું હતું.

‘ઇફેકટીવ ઑલતૃઇઝમ’ નામે એક પહેલ શરુ થયેલ જેમાં લોકોને પુરાવા અને તર્ક આપીને સમજણપૂર્વક વિચારીને કોને અને કેવી રીતે મદદ કરવી તે સમજવામાં આવેલ. આવી કોઈ વ્યવસ્થિત રીતને અનુસરવામાં આવે તો વિશ્વેષણ વ્યર્થ ન જતાં ખરેખર તો આપણને દાન આપવાનાં કાર્યમાં પુષ્કળ આનંદ મળે છે.

જીવનનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં આપણે જે નિર્ણયો લઈએ છીએ તે આંતરિક સ્ફુરણા કરતાં પણ પુરાવા અને તર્ક દ્રારા નક્કી કરીએ છીએ. જ્યારે આપણને તબીબી સારવારની જરૂર પડે છે ત્યારે તે આપણે વૈજ્ઞાનિક કસોટી પર પાર ઉતરેલ હોય તેવી પસંદ કરીએ છીએ. જ્યારે આપણે કોઈ રોકાણ કરવા ઇચ્છતા હોઈએ ત્યારે તેને લગતી બધી જ માહિતી તપાસી જઈએ છીએ જેથી આપણને ઉચ્ચ વળતર મળી રહે. આપણે કોઈ વસ્તુની ખરીદી કરી રહ્યા હોઇએ છીએ ત્યારે તેના માટે ગ્રાહકોના અભિપ્રાય વાંચીએ છીએ અને પછી નિર્ણય કરીએ છીએ પણ આપણે એક સારું કાર્ય કરવા માટે આપણા નક્કી કરેલાં ધોરણોને ઢીલા છોડી દઈએ છીએ.

488734-on-flexmr-1-sue-bell-research.png

(૪) સખાવતી સંસ્થાના દૃષ્ટિકોણથી વિચારવું. વાર્ષિક સખાવત માટે વચનબદ્ધ થવું.

એક વખત જે સંસ્થાને સખાવત કરવાનું નક્કી કરો પછી આદર્શ રીત છે કે દર માસિક અથવા વાર્ષિક સખાવત માટે વચનબદ્ધ થવું. તેને લીધે સખાવતી સંસ્થાઓ પણ તે પ્રમાણે આયોજન કરી શકે છે.

દા.ત. આપણા રાજ-સૌભાગ આશ્રમની સેવા-પ્રવૃતિ માટે ઉદારતાથી દાન આવે છે પણ તે ક્યારે-કેટલું આવશે તે નક્કી નથી હોતું જેના કારણે વ્યવસ્થાપકો અગાઉથી આયોજન નથી કરી શકતા. ચોક્કસ નાણાકીય આયોજન વગર અમુક નિર્ણયો લેવા મુશ્કેલ થઈ જાય છે. જેમ કે શાળા માટે એક વર્ગખંડનું બાંધકામ કરાશે? અથવા તો એક વધારાના સફાઈ કામદારને કામે રખાશે?

સખાવતી સંસ્થાઓની ક્ષમતા તથા ખર્ચ :

દાન આપવાવાળા મોટા ભાગનાં લોકોને જાણવાની વૃતિ હોય છે કે તેમનું આપેલ કેટલું દાન ખરેખર જરૂરીયાતમંદ લોકોને પહોંચ્યું છે? આ પ્રશ્ન પણ વિચારવા લાયક છે કે જો પૂરેપૂરી રકમ જરુરિયાતમંદ લોકોને અપાય તો સખાવતી સંસ્થાનું સંચાલન કેવી રીતે થશે? તેમના સંશોધન, મૂલ્યાંકન, કોમ્પ્યુટર અને કાર્યકતા જેઓ આ રિપોર્ટ બનાવે છે તેમના માટેનો ખર્ચ કોણ આપશે?

જરુરિયાતમંદ લોકો સુધી કેટલું ધન પહોચ્યું તે જ દૃષ્ટિકોણથી વિચારીએ તો આ સંસ્થાઓની અસરકારકતા ઓછી જ લાગે !

sitting.jpg

(૫) આપત્તિના સમય વગર પણ દાન આપવું

પૂર કે ધરતીકંપના સમાચારોથી સમાચાર પત્રો ભરેલા હોય ત્યારે લોકો દાન આપવા માટે તત્પર થયેલા હોય છે. આ કારણોને માટે મળેલું દાન ઘણી વખત વધુ પડતું જમા થાય છે અને બાકીના સમયે જયારે આ સંસ્થાઓને રોજબરોજની સમસ્યાઓને દૂર કરવા માટે ધનની જરૂરિયાત હોય છે ત્યારે ખૂબ જ ઓછું દાન-ભંડોળ મળે છે.

આ સંસ્થાઓ આખા વર્ષ દરમિયાન બીજું એક મહત્ત્વનું કાર્ય કરે છે જેમાં તેઓ સમાજના વર્ગોને ભવિષ્યમાં અણધારી આવનારી આપત્તિઓ સામે લડવા માટે તૈયાર રહેવામાં મદદ કરે છે. ભણતર, નારી સશક્તિકરણ, ગરીબી નિવારણ વગેરે માટે કરેલ રોકાણ પણ સમાજને સશક્ત બનાવે છે.

parikrama_pupils.jpg

(૬) ચીલાચાલુ શૈલીને નહીં અનુસરતા, ઉપેક્ષિત વિસ્તારોને પણ મદદ કરો

Menstrual Hygiene.jpg

જીવનના દરેક ક્ષેત્રની જેમ દાન દેવામાં પણ ફેશનનું ચલણ હોય છે. જેના કારણે તેમની લોકપ્રિયતમાં વૃદ્ધિ થતી હોય છે. અમુક ખૂબ જ મહત્વના પણ ઓછા ચર્ચાતા મુદ્દાઓ જેમ કે માસિક ધર્મ દરમિયાન રખાતી સ્વચ્છતા. આવા વિષયો માટે દાન મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. બીજા વિષય છે બાળ-મજૂર, ગુલામ મજૂર જે ઇલેક્ટ્રોનિક અને કપડાંના ઉત્પાદનમાં જોડાયેલ છે, તે બાબત તો આપણને જ ગુનેગાર બનાવે છે. તેથી આ વાતો પણ લોકોમાં અપ્રિય છે.    

અમુક જાણીતી હસ્તીઓ પણ આવા દાનનાં કારણે અમુક સંસ્થાઓ સાથે જોડાયેલ હોય છે તેનાથી પણ લોકો પ્રભાવિત થાય છે. તો આવો, જ્યાં ઘણાં યોગ્ય મુદ્દાઓ માટે દાનની જરૂર હોય છે પણ ત્યાં જ ઓછું ભંડોળ અપાય છે, ત્યાં સક્રિય રીતે જઈને તેમને મદદ કરીએ. દા.ત. આપણા રાજ-સૌભાગ આશ્રમની સેવા-પ્રવૃતિઓની યોજનાઓમાં અમુક પ્રવૃત્તિઓ માટે, બીજી પ્રવૃતિઓ કરતાં ખૂબ જ વધારે દાન-ભંડોળ ભેગું થાય છે તેની સામે જ્યારે જ્યાં જરૂરિયાત પ્રમાણે ન મળ્યું હોય ત્યારે આ બે વચ્ચેનો તફાવત કેવી રીતે દૂર કરી શકાય તે માટે વિચારણા કરવી જોઈએ.

(૭) સમસ્યાનાં લક્ષણને જ નહીં પણ સમસ્યાને જ દૂર કરીએ.

મૂળભૂત રીતે દરેક સમસ્યાની પાછળ અમુક અંતર્ગત રહેલા મુદ્દાઓને જ હલ કરવાની જરૂર હોય છે. આપણે દરેક જાણીએ છીએ કે “ઉપચાર કરતાં તેનું નિવારણ વધુ સારું હોય છે.’’ તો આવો આપણે સાથે મળીને સમસ્યાનાં લક્ષણો જ નહીં પણ સમસ્યાને જ દૂર કરવાના પ્રયત્નો કરીએ.

“અસરકારક દાનવૃત્તિ માટે સર્જનાત્મકતા અને પૂરતો સમય ફાળવવો ખૂબ જરૂરી છે – જેમ એક વ્યાપારની સ્થાપના કરવા માટે આવડત અને એકાગ્રતા જરૂરી છે.’’ – બિલ ગેટ્સ

દા.ત. રાજ-સૌભાગ આશ્રમ સંચાલિત હોસ્પિટલ જે સાયલા ખાતે છે ત્યાં ગર્ભાવસ્થા દરમિયાન કે પ્રસૂતિ સમયે થતી તકલીફોવાળી સ્ત્રીઓની સંખ્યા મોટી હોય છે. તેવા સમયે આશ્રમ દ્રારા તેઓને જરૂરી દવા તો અપાય છે સાથે સાથે તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કઈ રીતે તેમની શારીરિક સંભાળ લેવી જોઈએ તેનું પ્રશિક્ષણ પણ અપાય છે.

મોટા ભાગનાં દાન આપતા લોકો તેવી તકલીફોને રોકવાને માટે મદદ કરવાને બદલે તેમની સારવાર માટે મદદ કરવા વધારે આતુર હોય છે કારણ કે સારવારના પરિણામો પ્રત્યક્ષ દેખાય છે જ્યાં કેટલાં જીવન બચાવી શકાય છે, તે દેખાય છે. લોકોની વર્તણૂંકમાં ફેરફાર લાવવા માટેની લાંબા ગાળાની યોજનાઓનું પરિણામ માપી શકવું મુશ્કેલ છે. આવા સમયે આપણે ખેડૂતોની જેમ વિચારવું જરૂરી બની રહે છે, જેઓ બીજ વાવીને ધીરજથી તેનું પાલનપોષણ કરે છે.

Bereavement 1.jpg

(૮) દરેક નાની સહાયની ગણના થાય છે

જયારે મુસીબત ખૂબ જ મોટી હોય છે ત્યારે એમ લાગે છે કે નાની રકમ આપવાથી કોઈ જ ફરક નહીં પડે. પણ તે સત્ય નથી, નાની રકમનું દાન ઘણી વખત ખૂબ જ લાંબા ગાળે તેનું પરિણામ આપે છે. દા.ત. મલેરિયાને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે – દર ૩૦ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે! ત્યારે લગભગ ૬૦૦ રૂપિયામાં આવતી મચ્છરદાની બાળકને તેવી બીમારીથી બચાવે છે. તેવું નાનું દાન એક આખા કુટુંબની જિંદગી બચાવે છે.

Mosquito net.jpg

નમ્ર રીતે અપાયેલ દાન આવી સંસ્થાઓ માટે ખૂબ જ મદદગાર બને છે. ઘણી વખત આ સંસ્થાઓ નાણાકીય તંગીને કારણે અમુક ચોક્કસ પ્રકારની જરૂરિયાત માટે અટકી જાય છે, જે તેમને કોઈ યોજનાને આગળ વધારવા માટે ખૂબ જરૂરી હોય છે. ક્યારેક તો તે ખૂબ જ સામાન્ય જરૂરિયાત હોય છે જેમકે પ્રિન્ટર લેવું કે સ્કૂટર લેવું. દા.ત. રાજ-સૌભાગ આશ્રમના ‘આર્શીવાદ ટ્રસ્ટ’ ને વાહન ખરીદવા માટે દાન મળવાથી આજુબાજુના ગામડાઓથી અપંગ બાળકોને લાવવા-મૂકવા જવાની સગવડ મળી ગઈ. તે વાહનનાં કારણે બીજા ગામડાઓ સુધી પહોંચી શકાય છે, ઉપરાંત બીજી અનેક યોજનાઓ ચાલુ થઈ શકી છે.

(૯) ફક્ત ધન જ નહીં પણ તમારી આવડત અને સમય આપો.

આપવું એટલે ધનથી મદદ આપવી તે જ નહીં, પણ કોઈના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી, અનુકંપા દાખવવી તે પણ છે. દર વખતે સહાનુભૂતિ દશાર્વવા માટે ધનથી જ મદદ કરવી જરૂરી નથી. નીચે આપેલ પ્રરેણાદાયક વાક્યો વાંચો અને વિચારી જુઓ કે તમે શું કરી શકો છો ?

“અપેક્ષા વગર મદદ કરો’’ (Do something for nothing) તે રીતની પહેલ લંડનમાં રહેલ એક હેરડ્રેસરે કરી, જે બેઘર લોકોના વાળ મફતમાં કાપી આપે છે. આ નાના કાર્યને કારણે, આજુબાજુ રહેતા લોકોના સ્વમાનમાં પણ બદલાવ આવ્યો અને તેઓને નોકરી શોધવામાં પણ તે મદદરૂપ બની. તેઓનું સૂત્ર છે,

“અમે જાગૃતિ નથી વધારતા પણ લોકોનાં હદયમાં કરુણા અને સહાનુભૂતિ વધારીએ છીએ.’’

  • હિમાંશુ નંદા, જેઓ ‘ઓટીઝમ સ્પેક્ટ્રમ’ ડિસઓર્ડરથી પીડાતા બાળકોને તેના ઉપચારના હેતુ અર્થે વાંસળી વગાડવાનું મફતમાં શીખવે છે. તેઓ કહે છે ”હું જયારે તેમની સાથે વાતો કરું છું ત્યારે આશ્ચર્ય પામી જાઉં છું. તેઓના સ્વચ્છ હૃદય અને સંગીત પ્રત્યેનો અગમ્ય પ્રેમ મને તેમના માટે કામ કરવામાં પ્રોત્સાહિત કરે છે.’’
  • લંડનમાં એક સંગઠન છે જે ‘લીસનીંગ કાફે’ ચલાવે છે, જ્યાં શેરીઓમાં રહેતા લોકોને 4 મિનિટ જેટલું બોલવા માટે આમંત્રે છે, સંગઠનના સ્વયંસેવકો તેઓને સાંભળે છે. કહેવાય છે કે કોઈની વાત ધીરજથી સાંભળવી તે પણ એક પ્રકારે કરુણા દર્શાવવાનો શુદ્ધ પ્રકાર છે. કોઈ એકલવાય માણસના મનની વાત સાંભળીને આપણે તેઓની સહાય કરી શકીએ છીએ.


(૧૦)  પ્રાર્થનાની શક્તિ

કોઈને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવવી તે કાર્યમાં પણ જબરદસ્ત શક્તિ રહેલી છે. થોડો સમય કાઢી એકાંતમાં શાંતિથી બેસીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરો લોકોની વેદનાના સમાચાર વાંચીને કદાચ આપણે દરરોજ થોડી ક્ષણો તે માટે જરૂરથી આપી શકીએ. ક્રોધિત કે હતાશ થવા કરતાં તે વધારે ઉપયોગી છે. આ તીવ્ર કરુણાના વિચારો દુનિયામાં શાંતિના સ્પંદનો ફેલાવે છે, સાથે સાથે આપણી આંતરિક જાગૃતિ વધારવાની સાધનામાં પણ સહાયરૂપ બને છે.

maxresdefault.jpg


Photo credits

http://www.girlsnotbrides.org/themes/poverty/

Giving What We Can https://www.givingwhatwecan.org/

Water Aid https://www.wateraid.org.uk

Loksvaroop Bhavana - To Contemplate the Nature of the Universe - લોકસ્વરૂપ ભાવના

Loksvaroop red-05.jpg
 
earth in space.jpg
ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના.
- શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત.

Transliteration
Chaud raajloknu swaroop vicharvu te dashmi loksvaroopbhavana.

Translation:
To contemplate the nature of the universe is the tenth Loksvaroop bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Loksvaroop Bhavana

Jainism has known for hundreds of centuries what modern science has now told us – that the universe is infinite, that there are galaxies we are yet to discover.

Science has extrapolated on the basis of information received from the Hubble and Kepler telescopes that there are a hundred billion galaxies in the observable universe. One such galaxy is the Milky Way. The Milky Way has at least 100 billion planets of varying sizes.

pinwheel-galaxy.jpg

Our planet, Earth, with a 29 per cent land surface of 14,90,00,000 square km, isone among these planets, a dot in the vast span of the Milky Way.

And, each one of us is just one of the estimated seven billion human people living on Earth.

Referencing ourselves in the context of such a gigantic space can boggle the mind. So, let’s try this experiment: gaze at the sky. That dot where you look at the sky is infinite. Now imagine your place in the universe.

earthinmilkyway.jpg

Contemplation of the grand universal expanse makes us realise how infinitesimalwe are in the larger scheme of things and how much smaller our sorrows and worries are in perspective.

Our self-created cocoon of desires and emotions, successes and failures, angsts and agonies which seem so real to us melt into nothingness when we place them in the intimidating largeness of the universe.

Universe.jpg

Such contemplation helps us grow out of our obsessive absorption with ourselves and also connect with what is truly real.

Like the fathomless universe, there is something even more incredible within us, something that is subtle and supremely powerful. Through the manifestation of this indomitable force called the soul, our Jain seers and Tirthankars saw and expounded the nature of the universe just as we know it today. Our soul too has latent divinity that can be unraveled by our sadhana – meditation, contemplation and conduct.

photo.jpg

Jain scriptures narrate the nature of the universe in great detail. The universe is divided into Lok Akaash and Alok Akaash. Lok is the part of the gigantic universe that has life. It is spread in the shape of a man standing with both hands on his waist and legs stretched wide whereas Alok is the infinite space beyond Lok.

14_Rajaloka_or_Triloka,_17th_century (1).png

Lok, described as 14 Rajlok, comprises six elements (dravya): soul, matter, dharma (that facilitates mobility), adharma (that facilitates inertia), time and space. Lok is divided into Urdhvaloka - the heavenly areas, Madhyaloka where we live, and Adholoka or hell. At the apex is Siddha Sheela, the abode of liberated souls. That is the aspirational destination for all living beings, far away from the world of perpetual flux that we inhabit.  

In Lok Akaash, living beings wander from one life to another without ever finding lasting peace and happiness. All living beings in Lok experience pain. Those living beings with five sensory organs (panchendriya) with or without a mind (sangni-asangni) crave to be free of pain. Unfortunately, real happiness eludes us because of ignorance and attachment that create bondage and tie us down to the vicious cycle of births and deaths in the universe. Only Siddha Sheela offers eternal bliss. Reaching there is possible through a series of steps, the most important one being self-realisation.

03_Siddha_Shila.jpg

Just as fire burns impurities off gold, spiritual activities like meditation and penance shred the karmic load off our soul.

MeltingGold2.jpg

Reducing our lust for a material life, controlling our mind and being mindful of our goal at all times go a long way in speeding up this spiritual journey.

The path is long and tough for a person without discipline and determination. Even if a fan stops whirring in summer, we get restless. That’s why it’s all-important to watch our mind at all times. Param Pujya Bhaishree, who epitomizes total lack of desire, tells us to be calm observers of our desires and emotions in order to be able to overcome them.

Our meditation requires stillness of all the three guptis- body, speech and mind. Once we acquire such stillness, self-realisation is at hand. In his masterful composition, ‘Apoorva avsar,’ Param Krupaludev Shrimadji says material objects, place, time and emotions (dravya, kshetra, kaal and bhaav) cause impediments (pratibandh) in an unenlightened soul’s journey.  A renounced soul, however, has none.

The journey to enlightenment begins with a simple question, “Who am I?” Shrimadji once asked his three-year-old daughter Kashi, “Who are you?” Kashi replied, “I am Kashi.” Shrimad told her, “No, you are a soul.” This understanding need to be internalized within. Our birth is an incalculably miniscule component of our existence over countless millennia. We do not remember it but we have made appearances in various parts of the universe including heaven and hell from the beginning of time. While our names and forms have changed with each birth, what has stayed constant through all births is our soul.

So, why not focus on the eternal and drop the ephemeral? Let’s drop the corporal shell from our minds and attach to the substratum of our being. Let’s be free of worries, fears and sorrows and endeavour to join the sublime consciousness of our Tirthankars at Siddha Sheela. What we know, let’s dwell upon. What we dwell upon, let’s experience. What we experience, let’s ensure it endures. Once on this trajectory, the Siddha Sheela is the limit for us.

faith-and-addiction.jpg

લોકસ્વરૂપ ભાવના

કેવળજ્ઞાન અને કેવળદર્શનમાંથી પ્રગટ થયેલું વીતરાગનું વિજ્ઞાન એ બધી જ અપેક્ષાએ સંપૂર્ણ છે. વીતરાગ ભગવાનના જ્ઞાનમાં સર્વ પદાર્થો તેમજ તે પદાર્થોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પર્યાયો જણાય છે. જૈન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે.  શ્રી તીર્થંકર ભગવાને આ મહામૂલા ધર્મની પ્રરુપણા કરીને તેમાં લોકનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે વર્ણવ્યું છે. વર્તમાનના વૈજ્ઞાનિકોએ હબ્બલ અને કેપ્લર ટેલિસ્કોપથી સંશોધન કરીને જાહેર કર્યું કે, આ બ્રહ્માંડ અનંત છે. જૈન ધર્મએ અનાદિ અનંત કાળથી આ વાસ્તવિકતાની ઘોષણા કરેલી છે.  જૈન ધર્મના સિધ્ધાંતો અચળ છે અને માટે શાશ્વત છે. અસીમ એવા આકાશમાં કલ્પના ન કરી શકાય એવી વિરાટ દૂધ ગંગા ( milky way ) છે. અબજથી પણ વધારે તેમાં ગ્રહો રહ્યાં છે.  

earthinmilkyway.jpg

જે પૃથ્વી પર આપણે  રહીએ  છીએ તેમાં 29% જમીન છે જેનું માપ 14 90 00 000 કિલોમીટર છે. અબજ ગ્રહોમાં પૃથ્વી એક ગ્રહ છે. તે પૃથ્વી, માત્ર એક નાનું બિંદુ છે અને તે ટપકા જેવી પૃથ્વી ઉપર 7 અબજ મનુષ્યો રહે છે.    

બ્રહ્માંડ કેવું વિશાળ છે તેની કલ્પના સુધ્ધાં આપણે કરી શકીએ એમ નથી. આ વિચારને મનમાં ધરી, જો આપણે અગાસીમાં જઈ, આભની વિશાળતાને નિહાળીએ તો  તેની  વિરાટતાનો કદાચ થોડો પણ લક્ષ આવે અને આપણે તેની સામે કેટલા વામણા છીએ તે પણ સમજાઈ જાય.

milky-way-916523_640.jpg

લોકાલોકની અનંતતાને હું ક્યાંથી સમજી શકવાનો? લોકનું સ્વરૂપ શ્રી તીર્થંકરે ભાખ્યું અને શાસ્ત્રોમાં તે જળવાયું તેથી કંઇક હું સમજી શક્યો છું. આખાએ લોકમાં અનંતવાર ભ્રમણ કર્યું છતાં તેનો હું વ્યવસ્થિત વિચાર કરી શકતો નથી. કોઈ પ્રજ્ઞાવંત પુરુષ સમજાવે તો તે સમજી શકાય.   

આ વિચારધારા લાંબી ચાલે તો ખ્યાલ આવે કે આ સૃષ્ટિમાં મારું શું અસ્તિત્વ છે. ખરેખર મારું કોઈ વજૂદ નથી. મારું દુઃખ અને મારી ચિંતાઓ બધી કેટલી નાની છે. મારે મારા દુઃખ કે ભૌતિક સુખ તરફ કેન્દ્રિત થવાની કોઈ આવશ્યકતા નથી. ઈચ્છાઓ અને ભાવનાઓ, સફળતા અને નિષ્ફળતા, આનંદ અને પીડાઓનું કોઈ મહત્વ રહેતું નથી. નાહક હું દેહાભિમાન સાથે મારા જીવનનું પોટલું માથે લઇ ફર્યા કરું છું. હવે અહેસાસ થાય છે કે જે મારું નથી તેને મેં મારું માન્યું, અને અનંત કાળથી તેનું અભિમાન કરતો રહ્યો છું. સંસારમાં હું ડૂબેલો હતો પણ આવી જ્ઞાન સભર વિચારણા કરવાથી મારી મોહજનિત ભ્રામિક માન્યતાઓ ઉપર પ્રહાર થાય છે અને પરમ સત્ય તરફ હું કેન્દ્રિત થાઉં છું.

Starry Sky.jpg

લોક અગાધ છે, અકલ્પનીય છે પણ એ ભૂલવાનું નથી કે દેહની અંદર વસેલા આત્માની શક્તિ અપાર છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે આ પ્રચંડ અને અનંત શક્તિ ધરાવતા આત્માની કિંમત આપણે એક કોડી જેટલી કરી નાંખી છે. તીર્થંકર ભગવાનનો આત્મા, ત્રણે કાળના લોકસ્વરૂપને હરહંમેશ સહજ જોઈ શકે છે. જે શક્તિ તીર્થંકરના આત્મામાં રહી છે તેવી જ શક્તિ આપણા આત્મામાં ધરબાયેલી પડી છે. સાધના, ધ્યાન, અનુપ્રેક્ષા અને નિર્મળ આચાર દ્વારા આપણી સુષુપ્ત શક્તિઓને જગાડવાની છે.

જૈન શાસ્ત્રો એમ કહે છે કે લોકાકાશ અને અલોકાકાશ મળીને સંપૂર્ણ લોક રચાયેલો છે. જે લોકાકાશ છે તે પુરુષ આકારે રહ્યો છે. એક પુરુષ પોતાના બે પગ પહોળા કરીને બન્ને હાથ કમર પર રાખીને ઉભો હોય એવો તેનો આકાર છે. સમસ્ત જીવ-રાશિ અહીં જીવે છે તેમજ અજીવ જડ પદાર્થો પણ લોકાકાશમાં જ રહ્યાં છે. લોકાકાશ વિશાળ હોવા છતાં તેના ક્ષેત્રની મર્યાદા છે, એક સીમા આવે છે જયાં એ પૂરો થઇ જાય છે અને અલોક આકાશની શરૂઆત થાય છે કે જે અસીમ છે, અમર્યાદિત છે. તે લોકાકાશના નીચેના ભાગમાં ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે  અઢીદ્વીપ અને ઊંચે બાર દેવલોક, નવ ગ્રૈવેહક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખમય સિધ્ધશીલા છે.      

14_Rajaloka_or_Triloka,_17th_century (1).png

અલોકાકાશમાં કોઈ પદાર્થ નથી, કેવળ અનંત આકાશથી તે બનેલો છે. જે લોકાકાશ છે તે 14 રાજલોક તરીકે પણ ઓળખાય છે. ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એમ તેના ત્રણ ભાગ છે. ઊર્ધ્વલોકમાં વિવિધ દેવલોક રહ્યા છે, મધ્યલોકમાં આપણે મનુષ્યો રહીએ છીએ અને અધોલોકમાં 7 નરક છે જેમાં અનંત દુઃખ રહ્યું છે. કર્મ ભોગવવાની આ એક અદ્દભૂત વ્યવસ્થા છે.  કર્મ અનુસાર જીવ આ ત્રણે લોકમાં જન્મમરણ કર્યા કરે છે.  લોકાકાશમાં રહેતા તમામ જીવાત્માઓ દુઃખી છે. સંસારના તાપથી ત્રાહિમામ છે. તે  લોકાકાશ 6 દ્રવ્યોથી બનેલો છે. અનંત રૂપી પદાર્થો તેમાં રહેલા છે જે પુદ્દગલ તરીકે ઓળખાય છે. સ્વપરપ્રકાશક ચૈતન્ય શક્તિ ધરાવતા એવા અનંત આત્માઓ પણ તેમાં જીવી રહ્યા છે. જીવ અને પુદ્દગલને ગતિ અને સ્થિતિ કરવામાં જે સહાયક છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી આખો લોક ભરેલો છે. પુદ્દગલ અને જીવાત્માઓને જે અવગાહના આપે છે તે છે આકાશ અને જે કંઈ સતત પર્યાયાન્તર પામી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, તે જે સૂચવે છે તે છે કાળ.        

આ લોકમાં રહેતા તમામ આત્માઓ સુખ શાંતિ અને સમાધિને ઈચ્છે છે પણ છતાંયે સતત દુઃખ, અશાંતિ અને અસમાધિમાં જ ટળવળી રહ્યાં છે. મોટા ભાગના જીવાત્માઓ સુખનો વિચાર સુધ્ધાં કરી શકતા નથી એવી એમની માનસિક પરિસ્થિતિ છે. જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવાત્માઓ છે તેની પાસે વિકસિત મન હોવાને કારણે સુખ અને સમાધિ વિષે વિશેષ વિચાર કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે પણ દેહમાં આત્મબુદ્ધિ કરી અમૂલ્ય જીવન વેડફી નાખે છે. પરપદાર્થો પ્રત્યેનું જોડાણ અને તાદાત્મ્ય બુધ્ધિ એવી છે કે તે જીવને કર્મબંધનું કારણ બને છે. સુખની દિશા અને ક્ષેત્ર હરહંમેશ તેને બહારમાં જ દેખાયાં છે. મૃગજળથી તૃષ્ણા છીપાવવા તે નિરર્થક પ્રયત્નો કરી રહ્યો છે. બહારમાં ભટકી રહ્યો છે. જન્મ અને મરણનું આ અતિ દુઃખદાયી ચક્ર તેનું ચાલતું જ રહ્યું છે. કોઈક વિરલા જીવો સતદેવ સતધર્મ અને સદગુરૂનો આશ્રય લઇ ઉત્તમ ધર્મનું આરાધન કરી સમસ્ત કર્મોથી મુક્ત બની સિદ્ધશિલા ઉપર અનંત સુખમાં સાદી અનંત કાળ માટે સ્થિર થાય છે.

03_Siddha_Shila.jpg

મોક્ષનો માર્ગ વ્યવસ્થિત રીતે શાસ્ત્રોમાં વર્ણવાયો છે અને તેનો મર્મ સત્પુરુષના અંત:કરણમાં રહ્યો છે. મોક્ષના પગથિયામાં સહુથી મહત્વનું પગથિયું છે સમ્યગર્શન. આત્મસાક્ષાત્કાર થયા બાદ જીવનો સંસાર સીમિત થઇ જાય છે. અનંતાનુબંધી કર્મથી જીવ પોતાને બચાવી લે છે. સદગુરૂની આજ્ઞાનું અપૂર્વ રુચિથી પાલન કરી તે મોક્ષ સુધી પહોંચી જાય છે.    

જેમ ખાણમાંથી નીકળેલું સોનું અશુધ્ધ હોય છે પણ અગ્નિના તાપથી તેમાં રહેલી અશુધ્ધિ દૂર થાય છે તેવી જ રીતે તપ અને ધ્યાનસાધના દ્વારા જીવ કર્મના આવરણને દૂર કરી પોતાના આત્માને નિરંજન બનાવી શકે છે.

MeltingGold2.jpg

ભૌતિક ઈચ્છાઓ, વિકાર અને વાસનાઓને સમજણપૂર્વક સંયમિત કરી, અંતર જાગૃતિ સાથે મોક્ષનું લક્ષ ભૂલ્યા વગર જયણાપૂર્વકનું જીવન જીવવાની આવશ્યકતા છે.  જે અનંત કાળે નથી થઇ શક્યું એ આ ભવે થઇ શકે એમ છે.   

માર્ગ લાંબો અને દુર્ગમ છે, પણ જેનો સંકલ્પ દ્રઢ છે,  અનુશાસન તેમજ સંયમને જે પાળે છે તેના માટે માર્ગ સરળ અને સહજ બની જાય છે. ગરમી ખૂબ હોય અને ત્યારે પંખો ચાલતો બંધ થઇ જાય તો આપણે અકળાઈ જઈએ છીએ, માટે આપણાં  માનસિક સંતુલન તેમજ બદલાતી વિચારધારાઓ અને ભાવો ઉપર ચોકી કરવી જરૂરી છે. શાંત સ્થિર અને પ્રસન્ન એવા પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે આપણે ધીરજ કેળવીને કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર જીવનને જોતા રહેવું, તપાસતા રહેવું. મનમાં થતા ઘાત પ્રત્યાઘાતને સમજીને  ધ્યાનપૂર્વક એક એક પગલું ભરવું કે જેમાં પોતાનું અને પરનું કલ્યાણ સમાયેલું હોય.     

photo.jpg

ધ્યાન કરીએ છીએ પણ મન ઝાલ્યું ઝલાતું નથી. તેને નિયંત્રિત કરવાની કોશીષ કરતાં તે વધુ બળવાખોર બનીને જગતમાં ભટકે છે. પણ એમ હારી કે થાકી જવાનું નથી. બળથી નહીં, કળથી કામ લેવાનું છે. તે મન પવિત્ર રહે એવું આયોજન પ્રથમ જરૂરી બને છે અને પછી તે પવિત્ર મન અવશ્ય સ્થિર થશે. મન, વચન અને કાયાને ગોપવી દેવાની છે. એવું જીવન જીવવાની કોશીષ કરવાની છે કે યોગ વધુમાં વધુ સ્થિર રહે. તેનો ઉપયોગ કેવળ ધર્મ આરાધના અર્થે થાય. લૌકિક જીવન જીવવામાં ઉત્સાહપૂર્વક ઉમંગ સાથે ન જોડાવું પણ ઉદયને સમભાવે ભોગવી લઇ શાંત રહેવું. એકવાર સ્થિરતા, ગંભીરતા અને ધીરજ કેળવાશે પછી આત્મજાગૃતિ અઘરી નથી.

અપૂર્વ અવસરમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્જી લખે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ પ્રતિબંધ છે, તે અસંગ થવા દેતાં નથી અને તેમાં અજ્ઞાની જીવ ઝકડાયેલો, બંધાયેલો રહે છે પણ સહજ સ્વરૂપી એવા જ્ઞાનીને તે કોઈ નડતાં નથી.   

Krupaludev with his daughter.jpg

શ્રીમદ્જીએ પોતાની ત્રણ વર્ષની દીકરી કાશીને પૂછ્યું, “તું કોણ છે?” ત્યારે તુરંત દીકરીએ જવાબ આપતા કહ્યું કે “હું કાશી છું”. પછી શ્રીમદ્જીએ કાશીને સમજાવતાં કહ્યું કે “તું આત્મા છે” પણ માત્ર ત્રણ વર્ષની લઘુવયે પોતે આ દેહ છે અને તેનું નામ કાશી છે એ દ્રઢ થઇ ગયું હતું અને તેથી તે ફરી કહે છે, “હું તો કાશી છું”.

માર્ગની શરૂઆત સાધારણ પ્રશ્નોના અસાધારણ ઉત્તરથી થાય છે. તે પ્રશ્ન છે, “હું કોણ છું?” આ પ્રશ્ન ઉપર જેણે જેણે મનોમંથન કર્યું છે તેનામાં ઊંડી તાત્વિક વિચારણા જાગી છે અને તે પોતાને શોધવાના પ્રયત્નોમાં જોડાયો છે.

હું આત્મા છું - એ વિચાર અંતરમાં વિવિધ રીતે ઘુંટાવો જોઈએ. આત્મા અરૂપી છે અને છતાં બહુ સ્પષ્ટ છે કારણ કે તેના વગર બધું જ શૂન્ય છે. તેની શક્તિ થકી તો બધું ચાલે છે. તે નથી તો કશું નથી. તેના ગુણ લક્ષણોને જેમ વધુ વિચારીએ તેમ તેના અસ્તિત્વનો વધુ શ્રધ્ધાપૂર્વક સ્વીકાર થાય છે. ઇન્દ્રિયની પાછળ તે જ તો બધી જાણવાની ક્રિયા કરી રહ્યો છે. મન તેની જ શક્તિથી વિચાર કરી શકે છે. શરીરમાં તે રહ્યો છે ત્યાં સુધી જ એ શરીર સુંદર છે, હાલતું ચાલતું ખાતું પીતું છે. અનેક દેહ ધારણ કર્યા અને અનેક ગતિમાં જન્મ લીધો, કર્મને કારણે બહારનું બધું બદલાતું રહ્યું પણ અંદરમાં તે આત્મા એનો એ જ રહ્યો છે. આ જે અચળ અને સ્થિર છે તે જ હું છું. અક્ષય, શાશ્વત મારું સ્વરૂપ છે, બસ તેને અનુભવતા રહેવાનું છે. તેને ભૂલીને કોઈ કાર્ય કરવાનું નથી. જે બદલાતું છે તેને ભૂલી જઇએ અને જે સ્થિર છે તેને યાદ રાખીએ, આટલો પ્રયાસ આપણે કરવાનો છે.

દુઃખ, ચિંતા, ભય આ બધા ભાવોને ત્યાગી એક માત્ર પોતાના અજરામર સ્વરૂપની પ્રતીતિમાં જીવવાનું છે. મનની કલ્પનાઓ, વિચારોના વમળો બધાને ત્યાગી દેવાના છે. માર્ગ સરળ છે. એક આત્માને યાદ રાખી બાકી બધું ભૂલી જવાનું છે. સચ્ચિદાનંદનો જય-જયકાર કરતા રહેવાનું છે. આનંદ અને ધન્યતાને અનુભવી કૃતાર્થ થતા રહેવાનું છે.

જે જાણ્યું તેને અનુભવીએ, જે અનુભવીએ છીએ તેને માણતા રહીએ, જેને માણીએ છીએ તેમાં જ જીવન વ્યતિત કરતા રહીએ તો પછી સિદ્ધશિલા દૂર નથી, તે તો અહીં સદેહે અનુભવી શકાય છે! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:  


Further Insights

Kalpasutra reading during Paryushan 2017

Kalpasutra.jpg

Kalpasutra is one of the important Jain texts and traditionally recited during Paryushan Mahaparva. The first section describes the lives of the twenty-four Tirthankars. The second part chronicles the life of Shree Mahavir Swami Bhagwan. The third part describes the rules for Sadhu-Sadhiviji and the laws during chaturmas (rainy season).

We are please to share the recording of Br Vinubhai reciting the Kalpasutra during Paryushan in 2017:

Truth Circle: Shrimad's Powers Offer Divine Protection

Shrimad's powers offer divine protection.

As narrated by Ranchodbhai Dharshibhai

The following incident demonstrates Shrimad’s boundless compassion for all beings.

5. Shrimad’s Powers Offer Divine Protection.jpg

This miraculous event took place when Shrimad was staying with me in the mountainous region of Dharampur. At the time, a British political agent was visiting our ruler’s territory and a hunting expedition had been organised in his honour.

Shrimad’s selfless love and compassion for all beings flows like a pure eternal spring. Due to his divine presence no animals were harmed in the hunt for the time that he dwelled in the region. It was only after Shrimad left that we heard news of the hunters finding some success. Just the presence of a self-realised saint is enough to offer unique refuge!

- Inspirational Stories of Shrimad Rajchandra page 179

કૃપાળુદેવના યોગબળે દૈવી રક્ષણ

શ્રીમદ્ અને શ્રી રણછોડભાઈ ધારશીભાઈ, ધરમપુર

કૃપાળુદેવની અપાર કરુણા દર્શાવતો આ એક અદ્ભૂત પ્રસંગ છે. તેઓશ્રીનો મુકામ જયારે ધરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે હતો તે જ અરસામાં અમારા રાજ્યની મુલાકાતે એક પોલીટિકલ એજેન્ટ પણ પધાર્યા હતા. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી હતી. પણ જ્યાં પરમ કૃપાળુદેવના આત્મામાંથી નિઃસ્વાર્થ પ્રેમ અને કરુણાનો અત્યંત નિર્મળ ઝરો અવિરત વહેતો હોય ત્યાં જીવમાત્રને દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? પરમકૃપાળુદેવ જ્યાં સુધી એ પ્રદેશમાં રહ્યા ત્યાં સુધી તેઓના હૃદયના શુદ્ધ વાત્સલ્યના પ્રભાવે, તેઓના ઉત્કૃષ્ટ યોગબળે એ પ્રદેશમાં એક પણ શિકાર મળી શક્યો નહીં અને મૂંગા પશુઓને દિવ્ય રક્ષણ મળતું રહ્યું! પરમકૃપાળુદેવના ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. જ્ઞાનીપુરુષોની દિવ્ય ઉપસ્થિતિ પણ કેવું અનન્ય શરણ આપે છે !

- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૧૭૯

Truth Circle 5 Artwork.jpg
 

Ashirvad Banaskantha Mobility Camp

SAM_4012.JPG

Distribution of Mobility Appliances to Flood Victims in Banaskantha & Patan Districts

29th August 2017

The late monsoon rainfalls in India have been very heavy and have taken their toll in several states of India. North Gujarat and particularly, Banas Kantha has suffered from severe flooding.

Blind People’s Association along with with Shree Raj Saubhag Satsang Mandal and support from the social workers from Palanpur had surveyed 127 villages from the Patan and Banaskantha districts’ (talukas of Kankrej, Radhanpur, Haarij and Disa). They examined the appliances distributed previously by Raj Saubhag to about 400 disabled persons, 315 of them were deemed to require replacement appliances which included tricycles, wheel chairs, crutches callipers, mobility sticks etc.

The mobility appliance distribution took place at Thara, in Kankrej Taluka of Banaskantha District on Tuesday 29th August.  Param Pujya Bhaishree and Pujya Vikrambhai had graced the occasion. Smt Nandiniben Raval, Executive Director BPA, had hosted the distribution program.   

The total cost of the 315 appliances and 7 education kits was almost Rs 14 lacs. Raj Saubhag India had contributed Rs 5 lacs and Raj Saubhag UK Rs 2 lacs towards the total cost.

Shree Raj Saubhag is planning another mobility appliance distribution camp in Banakantha district in January 2018.

SAM_3930.JPG
SAM_3969.JPG
SAM_3940.JPG
SAM_3891.JPG
SAM_4019.JPG