Gayatri (based on a true story)

Birth

She came into this world like any other newborn - with the promise of a full, happy, healthy life. She nestled into the warmth of her mother’s embrace, receiving nurture and nourishment. But a few hours later, she was snatched away from her mother and locked up in a small, dark place.

Gayatri knew her mother was somewhere nearby - she could hear her mother crying out for hours, desperate to have her baby girl back. She was scared and wanted her mother’s comforting presence but she was a helpless newborn and could do nothing but cry.

After a while, someone came into her prison - her snatcher had brought her some milk. This milk tasted different from what she had drunk from her mother just a few hours ago, but it was food all the same. Alone and new to the world, she confused the snatcher for a caretaker. And thus, her new life began.

Childhood

Her home was a tiny cell where she was cramped and alone. Deprived of nutritious milk from her mother, she grew at a slower pace compared to a normal infant.

When she got a little older, she was moved to a small cell in a larger space that housed many like her - some her age and some older. But having been isolated until now, Gayatri did not know how to socialise with them. For most of the time this did not even matter, as they were all chained and locked up.

Over time, she observed many patterns in her new home. They would each often fall sick. Some would be taken away, never to be seen again. The boys were taken away at a much younger age than the girls.

She and the girls that remained were weak and became infected often, and so were given regular injections to improve their health. But the medicines only helped temporarily before the illness returned. Once her caretakers even stuck a pair of hot tongs on her head. She had no way to know why they did this, as the caretakers spoke in a different language.

Adulthood

Years passed and Gayatri was now at a child-bearing age. She knew nothing of having children. All she knew of the world was her home, which was filled with sickness and confusion. But one day, one of her caretakers gave her a different kind of injection and nine months later, she gave birth to a son.

She found herself filled with happiness, a feeling unknown to her until then. She nursed and nuzzled him for a few hours and just as life was finally beginning to have meaning, the following day, one of her caretakers came and took her baby son away.

When her son was not brought back for several hours, she began to panic. Her maternal instincts drove her to distress. She cried out loud for hours begging for her son, hoping her caretakers would understand her plea. As the day went on, all she could do was wail in despair and stare at the door through which she had seen her baby boy taken away.

Finally, her caretakers returned but her son was not with them. They carried with them a strange contraption that they attached to her body - a pump to extract the milk her body was producing to feed her newborn son. Why would they want her milk?

Wait a moment ! Did we mention that Gayatri is a cow?

Gayatri lived out the rest of her life as a dairy cow providing milk for human consumption. She was forcibly impregnated every year, because like humans she needs to give birth in order to be able to produce milk. Each time her new born babies were taken away within a few hours or days, and each time the pain of loss got worse. After a few years of this torture, her milk production began to decline and her “caretakers” sold her to a slaughterhouse for meat and leather.


Key facts about how the industry remains profitable

 

  • It’s a business. Dairy cows are raised purely for the benefit of humans. It is a competitive industry, and decisions are based on milk yields and profitability.

  • Forceful impregnation. To produce milk, a cow has to give birth, so she is artificially inseminated. This is done as soon as the cow reaches puberty, at age 1 or 2.

  • Separation of mother and child. The newborn calf is usually taken away from the mother within a few hours or days of birth. Those calves that stay in the same place, are tied up and not allowed to feed from the mother.   

  • Baby boys killed at birth. Male calves are of no value to a dairy farmer and generally they are the wrong type of cow to raise for beef. Therefore calves are typically slaughtered immediately or passed on for veal production (a different type of meat)

  • Antibiotics to manage infections. Cows in a dairy farm commonly suffer from infections such as mastitis - the painful inflammation of the udders which is managed with antibiotics. High levels of “pus” (white blood cells) that is produced to fight the infection, and the antibiotics, end up in the milk consumed by humans.

  • Once milk yield drops the cow is slaughtered. Mother cows are forced to bear a child each year and milked until she is 5-7 years old and her milk yield drops. At this point she is no longer profitable to the dairy farmer to keep alive, so is sold for  slaughter. If this did not happen, cows can naturally live up to 20 years.


Here Pravin Shah, chairperson of JAINA Education, explains in simple Gujarati why he decided to give up dairy.


Does this happen even in India?

 

The cow is considered sacred in India and the slaughter of cows is banned in many states.  Sadly the idyllic impression that many of us hold about the treatment of cows on dairy farms in India is deeply misguided. Most Indian dairy cows and buffaloes end up being killed, just like in the West. And conditions are often just as bad, if not worse.

Most Indian dairy cows and buffaloes are slaughtered – just like in the West.

Very few cows and buffaloes used for dairy production are looked after by their owners for their entire life. Some lucky animals, perhaps around 5%, end up in a panjrapole (cow shelter). But the vast majority end up being sold or abandoned once they are no longer productive. They end up being transported to a state that permits slaughter, killed, and then exported as beef.

This may be hard to believe given most states have a ban on cow slaughter. But the reality can be seen through official statistics produced by the US government. According to the US department of Agriculture, India was the largest exporter of beef in the world in 2014, and the joint largest exporter in 2016 (alongside Brazil).

Male calves are killed within days of birth.

“Best practice” promoted by the Indian dairy industry is to kill unwanted male calves within 10 days of birth, to avoid maintenance costs. The killing of unwanted male cows and buffaloes in India is also clear from statistics produced by the Indian Government. According to the Indian Livestock Census, of the 300 million cows and buffaloes in India in 2012, around 72% were female and only 28% were male. If all males and females were kept alive, we would expect the ratio to be around 50:50. The statistics indicate there are at least 132 million “missing” male calves and buffaloes, who were either killed at birth or ended up being killed for beef.

 

Conditions for dairy cows and buffaloes in India are just as bad, if not worse.

In India most milk is supplied to the dairy industry by co-operative societies of local cowherds who own the cows, the rest comes from industrial dairies or “tabelas”. Some of these dairy farmers do treat their cows well. But investigations into Indian dairy farms reveal is it common for conditions for cows and buffaloes to be as bad, if not as worse in India as they are in the West.

The holy cows of India must endure poor hygiene and sanitation, painful artificial insemination methods by untrained people (although many farmers still leave their cow in a field with a bull), inflammation of the udders (mastitis), not being allowed to feed their children properly, and daily injections or feeding of hormones such a oxytocin that cause labour-like pain in an attempt to increase milk production.

A few years ago PETA India conducted an undercover investigation of several dairy farms to educate us about the reality of the situation. Their findings are shown in this video, narrated in Hindi. It is difficult to watch such horrors, but remaining in ignorance is not bliss.

PETA India's undercover investigation of several dairy farms revealed shocking cruelty to cows and buffaloes. Narrated in Hindi.

Greed, poverty, ignorance and absence of regulation and supervision have brought India’s cows to the point where their treatment is on the threshold of becoming a major international scandal.”
— Independant Newspaper

In India the process of transport and slaughter of cattle is barely regulated

Read the full article from the Independant Newspaper by clicking here

Because of the slaughter ban, cows are routinely transported long-distance by truck or train to a state where slaughter remains legal, such as West Bengal or Kerala. Cows and buffaloes are crammed in and suffer broken bones from being crushed. Many animals die en route – often from suffocation. At the slaughterhouse, animals who survive transport are commonly dragged inside and cut open with dull knives. The animals are often slaughtered in full view of one another, which is an illegal practise, and some animals are skinned and dismembered while they are still conscious.


Do we need dairy to be healthy?

Many vegetarians believe that dairy - particularly milk, ghee and yoghurt - is needed for good health. However scientific evidence is clear that we can be just as healthy, if not healthier, without consuming any dairy. Official authorities on health and nutrition in the US and the UK support strict dairy-free vegetarian (vegan) diets.

There is a growing body of evidence indicating that vegans can be just as healthy, if not healthier, than those following other diets. Two systematic population studies (an Adventist Health Study and a European Prospective Investigation into Cancer and Nutrition [EPIC] study) have shown that the fewer animal products you consume, the less likely you are to have diabetes or to be overweight.

“Appropriately planned vegetarian, including vegan, diets are healthful, nutritionally adequate, and may provide health benefits in the prevention and treatment of certain diseases. These diets are appropriate for all stages of the life cycle, including pregnancy, lactation, infancy, childhood, adolescence, older adulthood, and for athletes.”
— US Academy of Nutrition and Dietetics

For a healthy diet here are some additional points to keep in mind:

  • Calcium is important, but milk is not necessarily the best source. Harvard Medical School concluded in their “Milk study” that milk is not needed for strong bones. Calcium requirements can be easily be met by eating green leafy vegetables, chickpeas, beans, oranges and other common foods. Vitamin D and exercise are far more important concerns when it comes to strong bones.

  • Vitamin B12 is a concern for all - many members of the Indian community suffer from B12 deficiency. So whether one consumes dairy or not it is important to maintain an adequate supply. The simplest way of ensuring this is through fortified foods (such as soya milk, and cereal) or by taking a supplement.

  • Unwanted extra ingredients in milk. Due to the way in which cows are treated, a regular glass of milk can contain many unwanted ingredients such as cow “pus” (white blood cells), antibiotics, pesticides and hormones. Permitted upper limits differ from country to country, depending on regulations.

Learn more about what the human body needs: http://www.chooseveg.com/foodplate
 

Funnily enough we are the only species on earth to continue drinking milk long after our mothers have stopped producing it. All other animals stop drinking milk once they are old enough to get their nutrition from solid foods.
 

At the end of the day, one can be healthy or unhealthy regardless of whether we consume dairy. While we may want to live a long and healthy life, dairy cows are not given this chance. The compassionate question we can ask ourselves is:

“How can we get the nutrition we need to be healthy, with minimum levels of violence towards other beings?


Why should we care?

Non violence (Ahimsa) is a core principle of Jainism and a key requirement for us to make progress on the spiritual path.

Throughout history Jains have been known for having big hearts, and going the extra mile to ensure that no living beings are hurt by our actions. Our compassion can extend even to the smallest of living beings, including short-lived microorganisms that are invisible to the eye. So when we learn that we are unknowingly responsible for the suffering of another living being, especially one that can feel and think, we can’t help but be moved by compassion.

Milk production did not historically involve this level of cruelty and exploitation, but the large scale of modern dairy production and the profit-driven operations make it almost impossible for dairy farmers to be concerned about the welfare of these helpless animals. It is important to evolve with changing times and expand the reach of our compassion.

“Religious considerations had been predominant in the giving up of milk. I had before me a picture of the wicked processes the govals (cowherds) in Calcutta adopted to extract the last drop of milk from their cows and buffaloes. I also had the feeling that, just as meat was not man’s food, even so animal’s milk could not be man’s food.”
— Mahatma Gandhi

Gandhi’s autobiography is filled with comments referring to his unhappiness with the way in which cows and buffaloes are treated on farms across India. Indeed in 1912 Gandhi pledged to abstain from milk. To learn more about his feelings on this matter, read this article.


Let's move to ACTION

 

  • Reduce or remove dairy products from your diet.

Just as we do not consume meat, eggs, and other foods and drinks that involve harming other beings, we can choose to remove dairy from our diets. This extends to milk from buffaloes, goats, and any other animals whose milk we consume.

 

  • Find alternatives to milk and milk products.

A vegan diet is based only on plants, and most foods you consume might already be vegan. However there are some items which you may miss if you give up milk. The ease of adopting a fully vegan diet depends on where you live because certain cities have a wider prevalence of vegan products and restaurants. However, vegan foods are relatively easy to make at home and simple recipes are spread all across the internet.

Here are a few suggestions:

  • Where you cannot find replacements, choose to not eat those items.

Many mumukshus globally follow a vegan diet, primarily for ethical reasons. Although it may be difficult initially, their experience has been that remembering the suffering involved in milk production helps gain will-power and the ability to exercise greater control on the desire for certain foods. We can learn to be content with less options.

 

  • Start reading the lists of ingredients of foods you eat outside.

You will be surprised by how many items contain dairy products in the form of dried milk powder, whey, etc. where you would not expect to find them.

   

  • Avoid any products with leather.

The economic success of slaughterhouses and dairy farms is directly linked to the sale of leather goods. In other words every time we buy leather made from cow skin, we are enhancing the profitability of torturing cows.

   

  • Do your own research.

This is an enormous change to make in our lifestyles and it requires strong motivation. Do your own research and educate yourself about the activities in the dairy industry and its impact, including health impacts and environmental ones.

Some places for more information:

  1. Jain Vegans:  http://www.jainvegans.org/.  

  2. PETA India: http://www.petaindia.com/living/

  3. Sharan India: http://www.sharan-india.org

  4. Vegan Society: https://www.vegansociety.com/go-vegan/why-go-vegan

 

  • Educate and support others.

Most of us are simply unaware of the hidden reality of the products we consume so educate others and save them from unknowingly being a part of this cruelty.

 

While giving up milk products may seem like a daunting task, especially in India where these are such an integral part of the food culture, change is possible. Let us be patient and be an active part of the change.


For the Kids

This video is for kids! Because kids deserve to know the truth. I tell you all about why milk isn't really good for you and about the cows we get the milk from. Maybe you want to stop eating animals and your parents aren't supportive or maybe your family wants to and you're confused about it- I hope this video can help.


Resolution

Let us resolve to cease the abuse and killing of cows just so we can enjoy things like cheese pizza or buttermilk. Let us educate ourselves and allow the light of our knowledge and compassion clearly lead our decision-making. Let us resolve to do the best we can within our circumstances. Some of us may be able to make a dramatic change overnight, others may be able to change in phases over time. With our hearts filled with love for all beings, all of us can be walking forward on a path filled with maitri.

 



 દુ:ખભર્યા મૌન પ્રત્યે હૂંફાળો સ્પર્શ

એક બાળકને જો કોઈ સહુથી વધારે વહાલું હોય તો તે છે એની માતા. મા શબ્દ બોલતાં જ પ્રેમ ઉભરાય અને શાંતિ અનુભવાય. નિ:સ્વાર્થ ભાવે માતા પોતાનું જીવન બાળક માટે ખર્ચી નાખે છે. અનેક લૌકિક સંબંધોમાં, માતા અને બાળક વચ્ચેનો સંબંધ સહુથી વધારે પવિત્ર છે.  આ પૃથ્વી પર એવા ઘણાં બાળકો છે જેને માતાનો પ્રેમ અને આશ્રય મળતો નથી. જીવનના દુઃખભર્યા અનુભવોમાંથી પસાર થાય છે ત્યારે તે બાળકને હૂંફ આપવા કોઈ હોતું નથી. આ સંસારમાં એટલું બધું દુઃખ છે કે આપણે ઉદાસ થઇ જઇએ અને તે દુઃખ મનને કોરી ખાય. શું કરવું તેની ખબર ના પડે. અન્યના દુઃખની ચિંતા આપણા મનમાં થાય ત્યારે સમજવું કે આપણે જીવંત છીએ, આપણી સંવેદનાત્મક્તા જાગૃત છે.

દુઃખને ઊભા ઊભા દૂરથી જોવાનું નથી પણ નક્કર પગલાં લઇ તેની સામે લડવાનું છે, તેને દૂર કરવાના પ્રયત્નોમાં જોડાવાનું છે. માત્ર એક સારો વિચાર કે એક ઉત્તમ વચન અથવા તો દયાનું એક નાનું કાર્ય જો આપણે કરી શકીશું તો કોઈકનું દુઃખ તેથી ઓછું થશે. પ્રેમ અને અનુકંપાની આ ભેટ અન્યને આપતા જે સુખ અને શાંતિ તેઓ અનુભવે છે તેના કરતાં અનેક ગણી આપણે અનુભવીશું. મૈત્રીભર્યા પગલાના આ લેખ વાંચતા આપણે દુઃખી જીવોને મદદ કરવા પ્રેરિત થશું.        

અમારે તમને ગાયત્રીના જીવનની વાત કરવી છે  (સાચી ઘટનાને આધરિત આ વાત છે)

 

ગાયત્રીનો જન્મ

અન્ય બાળકની જેમ તેનો પણ આ દુનિયામાં જન્મ થયો. એક પૂર્ણ સુખી આરોગ્ય સભર જીવન ગાયત્રીની રાહ જોઈ રહ્યું છે, એવી આશા સાથે તેની માતા ઘણો આનંદ વેદી રહી હતી. માતાએ તેને પ્રેમપૂર્વક હૃદયે ચાંપી અને પોતાનો તમામ પ્રેમ ગાયત્રી ઉપર ન્યોછાવર કર્યો. અમૃત સમાન માતાનું દૂધ પીને તે નિરાંતની ઊંઘ લઇ રહી હતી ત્યાં થોડાજ કલાકોમાં તેને માતા પાસેથી છીનવીને એક અંધારી ઓરડીમાં પૂરી દીધી.

માત્ર થોડાજ કલાક થયા હતા પણ તે નાની ગાયત્રીએ માતાનો પ્રેમ અનુભવી લીધો હતો.  માતાનું દર્દભર્યું રુદન તેને સંભળાતું હતું, તેથી તેને ખ્યાલ હતો કે થોડેજ દૂર એની માતા હાજર છે. માતાનું કલ્પાંત તીવ્ર હતું તેના આંસુ સુકાતા ન હતા પણ કોઈ ગાયત્રીને લઇ આવ્યું નહિ. તે ટળવળતી રહી ગઈ. આ વાંચતાં અરેરાટી જાગતી હશે, આપણું હૃદય પણ દ્રવી ઉઠે છે. ગાયત્રી પણ અંતરથી પોતાની માતા માટે તડપી રહી હતી. પણ એક નવું જન્મેલું શિશુ રડવા સિવાય બીજું શું કરી શકે ! તે લાચાર નિ:સહાય રડતી રહી. થોડા સમય પછી તે દુષ્ટ જેણે માતાથી ગાયત્રીને જુદી કરી હતી તે દૂધની બાટલી લઈને આવ્યો. ગાયત્રી ને તે દૂધનો સ્વાદ ન ભાવ્યો, પણ રડી રડીને તે એટલી બધી ભૂખી થઇ હતી કે તેના ભક્ષકને રક્ષક માની તે પી ગઈ. ત્યાર પછિ ગાયત્રીના નવા જીવનની શરૂઆત થઇ.

બાલ્યકાળ

તેનું ઘર એટલે એક સાવ નાની ઓરડી, જ્યાં સૂર્યનો પ્રકાશ તો દૂર, ક્યાંયથી બહારની હવા પણ આવતી ન હતી. માતાનું દૂધ ન મળતા તેનો શારીરિક વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં ઘણો ધીમો હતો. તે થોડી મોટી થઇ એટલે તેને મોટી ઓરડીમાં રાખવામાં આવી જ્યાં તેના જેવી અને તેનાથી થોડી મોટી ઉંમરની દીકરીઓ હતી. તેઓની સાથે કેવી રીતે હળીમળીને રહેવું તે ગાયત્રીને આવડતું ન હતું. સાંકળેથી તેઓ બંધાયેલા રહેતા એટલે બહુ ફરક પણ પડતો ન હતો.

સમય પસાર થતો ગયો અને દુઃખ, ભય વિગેરે અનેક અનુભવોમાંથી તે પસાર થતી રહી. ત્યાં ફરી ફરીને બધા માંદા પડતા રહેતા. અચાનક કોઈક દિવસ તેમાંની એક અથવા તો વધુ દીકરીઓને ત્યાંથી લઇ જવામાં આવતી અને ત્યારબાદ તેઓ ક્યારેય ત્યાં પાછી ન આવતી. અમુક છોકરાઓ પણ હતા, તેમને તો નાની ઉમરેજ ત્યાંથી લઇ જવામાં આવતા.

ગંદી અને અંધારી ઓરડીમાં તે અને અન્ય દીકરીઓ ચેપી રોગોથી પીડાતા રહેતા અને રોગ દૂર કરવા અનેક વાર ઇંજેક્શન લેવા પડતા. દવાઓ સતત ખાતા રહેતા. પછી તે દવાઓની અસર ઓછી થવા લાગી અને અન્યની જેમ ગાયત્રી પણ સતત બીમાર રહેવા લાગી. એક વાર તો તેના માથા ઉપર ગરમ ચીપિયાનો ડામ પણ દેવામાં આવ્યો હતો અને છતાં તે જાણતી ન હતી કે તેઓ આવું શું કામ કરી રહ્યા છે. ગાયત્રી તેઓની ભાષા સમજતી ન હતી.                        

જ્યારે તે પુખ્ત વયની થઈ

તે આમ તો હજુ સાવ નાની હતી પણ તોય એટલી મોટી થઈ ગઈ કે બાળકને જન્મ આપી શકે. જો કે એને બાળક વિષે કોઈ સમજણ ન હતી. તેને માત્ર પોતાના ઘરની ખબર હતી કે જે ગંદકી, મચ્છરો અને માંદગીઓથી ભરપૂર હતુ. તેની સાર સંભાળ લેનારા એક સ્વાર્થી માનવીએ તેને એક ઇન્જેક્શન આપ્યું અને 9 મહિના બાદ ગાયત્રીએ એક બાળકને જન્મ આપ્યો.

જન્મ આપતા જ તેના અંતરમાં માતૃત્વનો પ્રેમ ઉભરાયો, આવી લાગણીઓ એણે આજ પહેલા ક્યારેય અનુભવી ન હતી. થોડા કલાકો સુધી તે પોતાના પુત્રને ખૂબ વહાલપ સાથે દૂધ પીવડાવતી રહી અને આ નવશિશુ તેની એકાગ્રતાનું કેંદ્ર બની ગયો. અચાનક જીવન અર્થસભર લાગવા લાગ્યું હતુ. બીજા દિવસે, પેલો માનવી આવ્યો અને તેના એક દિવસના કોમળ શિશુને જબ્બરદસ્તીથી ગાયત્રીથી દૂર લઈ ગયો.

થોડા કલાકો વીત્યા પણ તેનો પુત્ર પાછો ન આવ્યો ત્યારે ગાયત્રી ભયભીત અને અસ્થિર થઈ ગઈ. કલાકો સુધી તેનો પુત્રપ્રેમ રડી રડીને પોકારવા લાગ્યો, પણ કોઈ તેના પુત્રને લઈ ન આવ્યો, તે ખૂબ અધીરી અને અંતરથી વિચલિત થઈ ગઈ. તેનુ રુદન એટલું અધિક અને દર્દભર્યુ હતું કે પત્થર હૃદયનો માનવી પણ પિગળી જાય. જે દરવાજેથી તેના પુત્રને લઈ જવામાં આવ્યો તે તરફ આશા ભરેલી નજરે તે જોતીજ રહી. પણ અફસોસ, તે માનવી આવ્યો પણ તેના પુત્રને ગાયત્રી પાસેથી લઈ ગયા પછી ક્યારેય પાછો ન લાવ્યો. તે માનવીએ  ગાયત્રીને એવું કંઇક પંમ્પ જેવું પહેરાવ્યુ કે જે દ્વારા ગાયત્રીમાં રહેલું બધુ દૂધ ચુસાવા લાગ્યું. પોતના પુત્ર માટે રહેલું દૂધ જ્યારે તે માનવી રોજ આવીને લઈ જતો ત્યારે તે લાચાર ગાયત્રી ખૂબ ઉદાસ થઈ જતી. અંદરથી તે ભાંગી પડી હતી.

ઊભા રહો, તમને કહેવાનું રહી ગયું કે ગાયત્રી એ એક ગાય છે. તે મનુષ્યની ભાષા બોલી શકતી ન હતી પણ તેનું રુદન, તેનો દુઃખી ચહેરો, આંખોમાથી વહેતી અશ્રુની ધારા ઘણું કહી જતી. પણ નિષ્ઠુર સ્વાર્થી માનવીની મરી ગયેલી સંવેદનાત્મકતા તેને સાંભળી શકતી ન હતી.

તેણે શેષ જીવન ડેરીમા વીતાવ્યું. કેમ જાણે તે ગાયત્રી દૂધ ઉત્પાદન કરતું જડ મશીન હોય એવી રીતે તેની સાથે વ્યવહાર થતો રહ્યો. ઇન્જેક્શન લઈને  તે દર વર્ષે વાછરડાને જન્મ આપતી રહી પણ તેનું દૂધ તો મનુષ્યોના ઉપભોગ માટે વેચાતું રહ્યું. મનુષ્ય કેવો સ્વાર્થી છે. ગાયત્રીનું શોષણ થતું રહ્યું અને થોડા વર્ષોં પછી તેની દૂધ ઉત્પાદન શક્તિ ઘટવા લાગી ત્યારે તે ગોવાળે તેને એક કસાઈને વેચી દીધી. નિર્દયતાપૂર્વક તે કસાઈએ ગાયત્રીની હત્યા કરી, તેની ખાલ ઉતારી અને ચામડું બન્યું. શું તમે પહેરેલા જોડા ગાયત્રીની ખાલના તો નથી ને?

ભગવાન શ્રીક્રુષ્ણ પણ ગોવાળ હતા અને તેની ગાયો કામધેનુ કહેવાતી. કહો, કૃષ્ણની કામધેનુંને દુઃખી કરીને આયુષ્યભર હવેલી કે મંદિરમાં જઇને કૃષ્ણની પૂજા કરશું તો પણ શું એ પ્રસન્ન થશે ખરા? કામધેનુનું દુઃખ કૃષ્ણ સહન કરી શકતા નથી. ભારત એ કૃષિપ્રધાન તેમજ ધર્મપ્રધાન દેશ છે. તેવા દેશમાં ગૌમાતાની કેવી હાલત છે તેને સમજવાનો પ્રયત્ન આ લેખમાં કરીશું.


થોડી મહત્વની જાણકારીઓ જે આ ધંધામાંથી વધુ આવક ઉપજાવવા મદદરૂપ થાય છે:

 

  • આ ધંધો છે: ડેરીની ગાયોનો ઉછેર કેવળ મનુષ્યોના ઉપયોગઅર્થે  થાય છે. દૂધ ઉત્પાદન કરીને બજારમાં અન્ય ઉત્પાદકોની સામે ટકી રહેવું અઘરું છે. હરીફાઈ ઘણી છે. એક ગાય વધુમાંવધુ દૂધ આપે અને નફો વધુ થાય એજ લક્ષ હોય છે.

      

  • ફરજીયાત ગર્ભધારણ: એક ગાય ત્યારેજ દૂધ આપી શકે જયારે તે  વાછરડાને જન્મ આપે, તેથી અકુદરતી રીતે ગાયને વીર્યસેવન કરાવવામાં આવે છે. ગાય એક કે બે વર્ષની ઉંમરની થાય ત્યાંજ તેને આવી રીતે ગર્ભવતી બનાવવામાં આવે છે.      

 

  • વાછરડાને એની માતાથી છૂટી રાખવામાં આવે છે: વાછરડું જન્મે એટલે થોડાજ કલાકોમાં તેને તેની મા થી જુદુ કરવામાં આવે અને પછી તેને તેની માતાથી થોડે દૂર બાંધી રાખવામાં આવે. તે માતાને જુએ છે પણ તે માતાને ધાવીને દૂધ પી નથી શકતું. તેને બજારનું બીજું દૂધ આપવામાં આવે છે.    

 

  • બળદ જન્મે તો તેને મારી નાખવામાં આવે છે: જો ગાયને નર બાળક એટલે કે બળદ જન્મે તો જન્મતાની સાથેજ તેને મારી નાખવામાં આવે છે. તે ખેડૂતને કોઈ કામનો નથી, હવે બળદોની સહાયથી ખેતી થતી નથી. વીએલ નામના એક જુદી જાતના માંસની ઉત્પત્તિ માટે તેને તરત મારી નાખવામાં આવે છે.        

 

  • બીમારીઓથી બચે તે માટે એન્ટિબાયોટિક આપવામાં આવે છે:  સિસ્ટિક મેસ્ટિટીસ નામનો રોગ છે જે ફરી ફરી ગાયોને થતો રહે છે. તેના સ્તન ઉપર સોજો આવે છે. આ સોજાની પીડા ખૂબ હોય છે. તેને કારણે ગાયોના દૂધની સાથે પરુ અને તેના લોહીના અંશો દૂધમાં ભળેલા હોય છે.  તેના ઈલાજ માટે એન્ટિબાયોટિકના ઇન્જેક્શન આપવામાં આવે છે. આ દવાઓ તેના દૂધમાં સંમિલિત હોય છે અને તેને  મનુષ્યો પીએ  છે.

      

  • જેવી ગાય દૂધ ઓછું આપતી થાય કે તેને કતલખાને મોકલી આપવામાં આવે: દર વર્ષે ગાય એક વાછરડાને જન્મ આપે છે અને તે પાંચ કે સાત વર્ષ પછી મોટી થાય એટલે તેની દૂધ ઉત્પાદન શક્તિ ઘટી જાય છે. આવી ગાયોને કારણે નફો ઓછો થઇ જાય અને તેથી તેને કતલખાને વેચી દે છે. જે ગાય २० વર્ષ જીવી શકે તેની આઠ કે નવ વર્ષમાંજ હત્યા કરવામાં આવે છે.         

જૈનાના ચેરપરસન શ્રી પ્રવીણભાઈ શાહ સરળ ગુજરાતી ભાષામાં સમજાવે છે કે તેમણે દૂધ અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થો શું કામ છોડી દીધા.


શું ભારતમાં પણ આવું થાય છે ખરું?

 

ભારતમાં, ગાય માતા તરીકે પૂજાય  છે અને તેની હત્યા એ કાનૂની અપરાધ છે. ઘણા રાજ્યોએ ગૌહત્યા પર પ્રતિબંધ મુક્યો છે. કદાચ ભારતમાં આ ગાયો અને ભેંસો પ્રત્યેનું વલણ જુદું હશે એવી માન્યતા એ માત્ર ભ્રમણા છે.  પશ્ચિમના દેશોની જેમ, ભારતમાં પણ મોટા ભાગની ગાયો અને ભેંસો અંતે કતલ ખાનામાં ક્રૂર મૃત્યુને પામે છે, અને જીવતા હોય ત્યારે ડેરીમાં તેની હાલત પશ્ચિમના દેશો જેવીજ હોય છે.  

ડેરીમાં રહેલી મોટા ભાગની ગાયો, ભેંસો કતલખાનાને વેચી દેવામાં આવે છે.

એવી બહુ ઓછી ડેરીઓ છે જ્યાં તેમના માલિકો જીવનભર પોતાનાં પશુનું ધ્યાન રાખે છે. તેમાંના પાંચ ટકા જેટલા ભાગ્યશાળી પશુઓનું ધ્યાન ગૌશાળામાં રખાય છે. મોટા ભાગના પશુઓ કતલખાને માર્યા જાય છે. જે રાજ્યોમાં કતલખાના ચાલુ છે ત્યાં આ પશુઓને લઈ જવામાં આવે છે અને પછી તેનું માંસ પરદેશ એક્સપોર્ટ થાય છે.       

ભારતમાં આવું થતું હશે તે માનવું અઘરું છે પણ અમેરિકાની સરકારે જે આંકડા બહાર પાડ્યા તેમાં વર્ષ  २०१४માં, દુનિભારમાં જો કોઈએ સહુથી વધારે બીફ એક્સપોર્ટ કર્યું હોય તો તે ભારત છે, તેમજ २०१६માં ભારત તેમજ બ્રાઝીલ બંને દેશો મોખરે રહ્યા હતા.

જો બળદ જન્મે તો થોડાજ દિવસમાં તેને મારી નાખવામાં આવે છે.

10 દિવસ ની અંદર નર તરીકે જન્મેલા બળદને મારી નાખવામાં આવે છે. ભારત સરકારના આંકડાઓ પરથી ઘણા રહસ્યો પ્રગટ થાય છે. અસંખ્યાત પશુઓ જન્મ્યા તેમાંથી ७२% ગાયો હતી અને २४% બળદ હતા. જો બધા નર બળદોને જીવતા રાખ્યા હોત તો ગાય અને બળદોની સંખ્યા એક સરખી હોત. १३२ મિલિયન પશુઓની હત્યા થઇ એવું અનુમાન છે.

નર ગાયોને કશું ખાવા આપતા નથી અને તે આપ ભૂખથી મરી જાય છે.  
 

 

ભારતમાં કતલખાનાઓ તેમજ પશુઓને લઇ જતા વાહનો ઉપર કોઈ નિયંત્રણ નથી.  

કાયદાઓ ઘડાય પણ પળાય નહિ તો શું કામનું? ગૌહત્યા એ કાનૂની અપરાધ હોવાથી બધું છાની રીતે કરવામાં આવતું હોય છે. કેરેલા અને બંગાલમાં ગૌહત્યા પર પ્રતિબંધ નથી અને ત્યાં ખટારા કે ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને પશુઓને મોકલવામાં આવે છે. દસ ગાયો અથવા ભેંસ સમાય ત્યાં પંદર ગાયોને ભરીને લઈ જવામાં આવે. નાની જગ્યામાં નિર્જીવ પદાર્થને ભરે એમ ખચોખચ ભરી દે. શું ફરક પડે છે અંતેતો તે મરવા જ જાય છે ને? નરી આંખે આ બધું જોઈએ તો હૈયું દ્રવી ઉઠે અને આંખમાંથી દયાના અશ્રુઓ વહ્યાજ કરે. ઘણા પશુઓ રસ્તામાંજ મરી જાય અને જે બચે તેને ખેંચીને કતલ ખાનામાં લઈ જઈને મોટી છરી લઇ તેને ચીરી નાખે. અન્ય પ્રાણી ઉભો હોય અને તેની સામે તેની બાજુમાં આવી હત્યા થાય. તે પ્રાણી ભયથી ફફડતો હોય છતાં તે લાચાર બની ત્યાં પોતાનો વારો આવે તે પહેલાજ અનેક વાર મરતો હોય છે. અમુક પશુઓ હજુ જીવતા હોય ત્યારેજ એની ખાલ ઉતારવામાં આવે અને એના અવયવો કાપવામાં આવે. પૂર્વ ભવોમાં આપણે આવું ઘણું સહન કર્યું છે અને જો ચેતશું નહિ તો તે કતલ ખાનામાં ફરી આપણો વારો આવશે.

રૂપિયાનો લોભ, ગરીબી, અજ્ઞાનતા અને આજસુધી યથાયોગ્ય કાયદાઓ નથી ઘડાયા અને જે ઘડાયા છે તેનું નથી કોઈ નિયંત્રણ, તેથી ભારત દેશની ગાયો અધિક દુઃખ સહન કરે છે.  તેનું માંસ વિશ્વભરમાં નિકાસ થતું હોવાથી તેને આંતરરાષ્ટ્રીય કૌભાંડ તરીકે જોવામાં આવી રહ્યું છે.                     


શું આપણા આરોગ્ય માટે ડેરીના પદાર્શો જરૂરી છે ખરા?

 

દૂધ, દહીં, ઘી અને માખણ એ આપણા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે એવું આપણે માનીએ છીએ. વિજ્ઞાને સાબિત કર્યું છે કે આ માન્યતા ખોટી છે. અમેરિકા તથા યુ. કે. ની સરકારે, તેથી  “વેગન”  એટલે કે ડેરી વગરનો ખોરાક લેવો એવી ખાસ ભલામણ કરી છે.     

જીવનના બધાજ તબક્કે, બાલ્યકાળ, યુવાની કે વૃદ્ધતા, સગર્ભા સ્ત્રી હોય કે પછી પ્રસુતિ પછીનો સમય હોય, આખો દિવસ કસરત કરતો અને રમત રમતો ખેલાડી હોય, કોઈને ડેરી, એટલે કે દૂધ કે દૂધમાંથી ઉત્પન્ન થતા ખાદ્ય પદાર્થોની જરૂર નથી. એડવેનતીસ હેલ્થ સ્ટડી તેમજ યુરોપિઅન પ્રોસ્પેકટીવ ઇન્વેસ્ટિગેશન જેવી આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ કેન્સર તથા પુષ્ટિદાયક ખોરાકની શોધ કરી તેમાં સમજાયું કે ડેરીના પદાર્થો ન લેવાથી મનુષ્યો મધુપ્રમેદ તથા મોટાપાના રોગોથી પોતાને બચાવી શકે છે. આ બે રોગ અનેક રોગોની જન્મ ભૂમિકા છે.

વેગન ખોરાક ખાતા વ્યક્તિઓ એટલાજ તંદુરસ્ત અને શક્તિશાળી છે, એવું અનેક રીતે પ્રમાણિત થયેલું છે. નીચેનો ચાર્ટ જોતા એ સમજાશે કે તેઓ કાંઈ બહુ વહેલા મરી જતા નથી. ખોરાકમાં  કેલ્શયમ હોવું જરૂરી છે પણ દૂધ સિવાય લીલી ભાજીઓ, બીન્સ, સંતરા, કેળા વગેરે માંથી તે મળી રહે છે. જેના હાડકા મજબૂત હોય તેને  કેલ્શ્યમ લેવાની બહુ આવશ્યકતા નથી. હાડકાને મજબૂત રાખવા માટે કસરત અને વિટામિન ડી વધારે મહત્વના છે.  

સારા આરોગ્ય માટે મહત્વનું એ છે કે વિટામિન બી १२ ઓછું ન હોવું જોઈએ: સોયા મિલ્ક તેમજ કઠોળ દ્વારા અથવા તો ગોળીઓથી તે વિટામિન બી12 મેળવી  શકાય છે.    

ન જરૂરિયાતની એવી ઘણી વસ્તુઓ દૂધમાં રહેલી છે: જે રીતે ગાયોની દેખ રેખ રખાય છે, જે રીતે વર્તમાનમાં દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે તે રીતે ગાયના દૂધમાં હાનિકારક પદાર્થો પણ આવે છે. જે ઘાસચારો તે ખાય છે તેમાં જંતુ વિનાશક દવાઓ રહેલી છે, એન્ટિબાયોટિકની સાથોસાથ તે ગાય વધારે દૂધ આપે એવા હોર્મોન્સના ઈન્જેકશનની અસર પણ તે દૂધમાં રહેલી છે.     

આરોગ્ય સાચવવા માટે મનુષ્યના શરીરને શું જોઈએ છે તે જાણવું અત્યંત જરૂરી છે: http://www.chooseveg.com/foodplate

 

આશ્ચર્ય એ છે કે, માત્ર એક મનુષ્યજ એવું પ્રાણી છે જે પોતાની માતાનું  દૂધ પીધા પછી શેષ જીવન કાળ દરમિયાન અન્ય પશુઓનું દૂધ પીતો રહે છે. આ ધરતી પરના બીજા બધાજ પ્રાણીઓ માતાનું દૂધ પીધા પછી અન્ય ખોરાક ખાઈને જીવે છે. ડેરીના પદાર્થો ખાય કે ન ખાય, એક વ્યક્તિ  તેના કર્મો પ્રમાણે સારો અને સાજો રહેશે અથવા તો નહિ રહે. આપણે લાબું આયુષ ઇચ્છીએ છીએ પણ અતિ દુઃખની વાત એ છે કે તે ગાયો ને લાબું જીવવાની તક આપણે આપતા નથી. એવું આયુષ્ય શું કામનું જે અન્યનો ભોગ લઇ લે. કોઇના દુઃખ ઊપર રચાયેલું સુખ કદીયે સુખ આપી શકતું નથી આ ત્રિકાલિક અફર નિયમ છે.


દિલમાં દયા અને કરુણા કેળવીને આપણે આપણી જાતને સવાલ કરીએ કે મારા આરોગ્યને સાચવવા માટે એવો કયો ખોરાક મારે ખાવો જોઈએ, જેથી ઓછામાં ઓછી હિંસા થાય અને અન્ય પ્રાણીઓ દુઃખ ન પામે.     


મારે શું કામ કાળજી લેવી જોઈએ ?

 

અહિંસા પરમો ધર્મ. અહિંસાને  સૂક્ષ્મ રીતે સમજીને પાળ્યા વગર આધ્યાત્મિક વિકાસ સંભવિત નથી. જૈન કુળમાં જન્મેલા આત્મામાં દયા અને કરુણા સહજ હોય છે. તેની ઉદારતા અને પરોપકારની ભાવનાને આખું જગત જાણે છે. તે સાવચેત છે કે એના થકી અન્ય કોઈપણ જીવ દુઃખી થતો નથી. પુષ્પની પાંખડી પણ ના દુભાય એવી જીનવરની આજ્ઞા હોય તો કેટલી અધિક અંતર જાગૃતિ રાખવી જોઈએ. નથી દેખાતા એવા જંતુને આપણે ન હણીએ એવો બાંધો જૈન ધર્મના આચારોમાં રહેલો છે તો પછી જ્યાં દેખીતી જીવહિંસા તે પણ પંચેન્દ્રિય જીવની થતી હોય ત્યારે તે જીવન શૈલી વિષે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ કે નહી? જૈન  ઇતિહાસને જોઈએ તો પરંપરાગત હરહંમેશ અબોલ પ્રાણીઓની રક્ષા માટે અનેક પ્રયાસો કરાયા છે.


દૂધના ઉત્પાદનમાં આવી ક્રૂરતા પહેલા ક્યારેય થતી ન હતી. હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે સસ્તા ભાવે દૂધ વેચવા માટે અમાનુષી રીતે ડેરીનું સંચાલન થઇ રહ્યું છે. જરૂરી છે કે સમાજ જાગૃત થાય અને એવા કાયદાઓ ઘડાય કે આવા પશુઓ ઉપર થતા અત્યાચારો બંધ થાય. આ પશુઓ પ્રત્યેનો આપણો પ્રેમકરૂણાનો ભાવ એવી રીતે વ્યાપક બને અને તેની શરૂઆત આપણાથી થવી જોઈએ.        

“મુખ્યપણે ધાર્મિક કારણોને લઈને મેં દૂધ પીવાનું બંધ કર્યું હતું. કલકત્તાના લુચ્ચા ગોવાળો ને મેં જોયા છે, ગાય અને ભેંસને જયારે તેઓ દોહે ત્યારે દૂધનું છેલ્લું ટીપું બાકી રહે ત્યાં સુધી તેઓ દોહતા રહે. મને એમ પણ થતું કે માંસ જેમ મનુષ્યો માટેનો ખોરાક નથી તેમ કોઈ પણ પ્રાણીનું દૂધ તે પણ મનુષ્ય માટેનો ખોરાક ના હોઈ શકે.”
— મહાત્મા ગાંધી

ગાંધીજીની આત્મકથામાં અનેક જગ્યાએ તેઓએ ગાય અને ભેંસોની ચિંતા વ્યક્ત કરતા ઘણુ કહ્યુ છે. તેમણે મનુષ્યો દ્વારા થતા ક્રૂર અત્યાચારો માટે ઘણી નારાજગી બતાવી છે. १९१२ ની સાલમાં તેઓએ દૂધ ન પીવાની પ્રતિજ્ઞા લીધી અને આયુષ્યભર પાળી. તેમની વિચારધારા અને સંવેદનાને જાણવા માટે આ લેખ એકાગ્રતાથી વાંચો.    


અમલમાં મુકો - આ લેખ વાંચ્યા પછી ચાલો કંઈ નક્કર પગલાં ભરીયે

  • હું જે આહાર લઉ છુ તેમાં હું ડેરીના કોઈપણ પદાર્થોનો ઉપયોગ નહિ કરું અથવા સાવ ઓછો કરીશ.   

જેમ આપણે માંસ ઈંડા અને અન્ય ખાવા પીવાના પદાર્થોને અભક્ષ્ય ગણીને નથી વાપરતા તેમ દૂધ અને દૂધથી નિર્મિત પદાર્થોનો સમગ્રપણે ત્યાગ કરી દઈએ અથવા તે ઓછામાં ઓછા વાપરીએ. ગાય, ભેંસ કે પછી બકરી કોઈ પણ પ્રાણીનું દૂધ હોય તે ત્યાજ્ય છે.

      

  • દૂધ અને દૂધમાંથી બનતા પદાર્થોની જગ્યાએ હું અન્ય શું લઇ શકું:
  • જ્યાં કોઈ અન્ય પદાર્થ મળે તો તેવા સંજોગોમાં મારે તે દૂધ અને તેના પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.

વિશ્વમાં અનેક મુમુક્ષુઓ વેગન પદાર્થોજ ખાય છે. મુખ્યપણે જીવદયાને લક્ષમાં રાખીને તેમણે આ પ્રતિજ્ઞા અથવા તો નિર્ણય લીધો છે. શરૂઆતમાં તે સંયમ રાખવો અઘરો લાગે પણ પંચેન્દ્રિય અબોલ પશુઓ ઉપર થતી ક્રૂરતાનો વિચાર કરતાજ અંદરથી જીવ મક્કમ અને દ્રઢ થઇ જાય છે. આમ જીહ્વાઈન્દ્રિય ઉપર જીવ નિયંત્રણ લાવી પોતાના આત્માનું ભલું કરે છે. થોડી વાનગીઓ ખાઈને પણ જીવનમાં સંતુષ્ઠ રહેતા એ શીખી લે છે. તેનું ઉપાદાન બળવત્તર થતું જાય છે.         

 

  • જ્યારે જ્યારે બહાર ખાવા જાઓ છો ત્યારે તે વાનગીને બનાવવામાં શું વપરાયું છે તેની જાણકારી મેળવો.  

ન ધારેલી વાનગીઓમાં દૂધનો પાવડર વપરાય છે તે જાણીને તમને આશ્ચર્ય થશે, માટે દર વખતે સમજીને જાણીને પછીજ વસ્તુને ખાવી.

   

  • ચામડાની કોઈપણ વસ્તુઓને ન વાપરવી.

ડેરી તથા કતલખાનાની આર્થિક સધ્ધરતાનો આધાર છે કે આટ આટલું ચામડું  જગતમાં વેચાય છે. જો જગત ચામડામાંથી બનાવેલી વસ્તુઓનો બહિષ્કાર કરે તો તે કતલખાના બંધ થઇ જાય. ગમે તેટલી સુંદર અને આકર્ષક વસ્તુ હોય પણ જો તે ચામડાની બનેલી હોય તો યાદ રાખવું કે પશુઓ ઉપર થતી ક્રૂરતાની હું અનુમોદના કરું છું.

   

  • તમે પોતે પોતાની મેળે જાણવાનો અને માહિતીઓ મેળવવાનો પ્રયત્ન કરો.  

 

  • આપણી જીવન શૈલીમાં અભૂતપૂર્વ રીતે બદલાવ લાવવાની જરૂર છે. તે માટે આપણે અંદરથી પ્રેરાવું પડશે, ઉત્સાહ સાથે અહિંસાની કેડી ઉપર ચાલવું જોઈશે. ડેરી અને તેના વ્યવસાય વિષે પોતે વધુ વાંચવાનો પ્રયત્ન કરો. તે કતલ ખાનાઓની, માનવીઓના આરોગ્ય તેમજ પર્યાવરણ ઉપર શું અસર છે તે ઊંડાણપૂર્વક સમજો. વિચાર દ્વારાજ વર્તન બદલાશે.   

 

  • વાસ્તવિકતા શું છે?  તમે જાણો અને લોકો તેને જાણે એવો પ્રયાસ કરો, અન્યને મદદરૂપ થાઓ. મોટા ભાગે આપણે હકીકતથી અજાણ હોઈએ છીએ. પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આપણે જે ખાઈએ છીએ તે બનાવવામાં શું વપરાય છે તેની માહિતી હોતી નથી. આપણે પોતે જાણીએ અને અન્યને જણાવીએ, તો આ ક્રૂરતામાં આપણે ભાગીદાર નહિ બનીએ.        


બાળકો માટે


સંકલ્પ

દ્રઢ મનોબળથી પ્રતિજ્ઞા કરીયે કે ગાયો ઉપર થતા હિંસક ક્રૂર અત્યાચારોમાં હું ભાગીદાર નહિ બનું. શું માત્ર ચીઝ, પિઝા, દહીં અને છાસ જેવી વસ્તુ ખાવા માટે હું આવા ઘોર પાપો નો અપરાધી થઈશ? જ્ઞાન અને કરુણાના પ્રકાશમાં આપણે નિર્ણયો લેતા થઈએ. જે સંજોગોની વચ્ચે છીએ તેમાં ઓછામાં ઓછી હિંસાનું નિમિત્ત આપણે બનીએ એવી કાળજી રાખીયે. આપણામાંથી કોઈ એવો શૂરવીર પણ હશે કે જે અબ ઘડી, અત્યારેજ આ વાંચીને જીવન શૈલીમાં પરિવર્તન લાવે અને કોઈક એવા પણ હશે જેને આ વાત ખુબ સ્પર્શી છે પણ સંકલ્પ શક્તિના અભાવે સમયાંતરે ધીરે ધીરે ત્યાગ કરવાનો વિચાર કરશે. જગતના તમામ જીવો પ્રત્યે અપાર પ્રેમ સાથે જીવવું છે. ચાલો, આપણે સહુ સાથે મળીને મૈત્રીભર્યા પગલાં ભરીએ, ગૌમાતાનું રક્ષણ કરીયે.       

વધુ માહિતી માટે: