Contemplate to Realise

- Twelve Bhavanas

કર વિચાર તો પામ

- બાર ભાવના


Nirajara small-05.jpg

I am reflecting on the nature of the twelve contemplations that are supremely beneficial to the soul, the twelve articles that embody detachment… even Tirthankar Bhagwan has dwelled on their nature and found freedom from sansaar, body and material pleasures. These contemplations are the mother of detachment. They hold the uplift of all souls. These contemplations are the best refuge for worldly souls besieged by unhappiness. They are like a residence in the middle of a cool lotus forest for souls burning in the fire of unhappiness. They show the true path. They enable decisive faith in the soul. They destroy impure preoccupations. There is nothing more potent for the soul’s evolution than the 12 contemplations. They are the mystery of the 12 (Jain) ‘ang’s.
— Shrimad Rajchandra, Vachanamrut, Page no 15-16.
આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું...એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપતાયમાન થયેલા જીવોને શીતળ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે.

- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત, પાના નં ૧૫-૧૬.

Introduction

What are these bhavanas that have been given such an exalted status by Param Krupalu Dev Shrimad Rajchandraji?

The 12 bhavanas are the building blocks of our spiritual life; they are eternal truths; they effortlessly steer us in the right direction by pointing to the flawed associations of the mind and they ignite a wakefulness in all we do. They have the power to separate us, layer by layer, from the glue of worldly attachment and connect us with the truth that resides within. They seek to free us from our imagined selves - from form - to the formless.

Param Pujya Bhaishree continuously stresses the importance of the 12 bhavanas to enhance our vairagya (detachment). In many shibirs (retreats) and countless swadhyays (discourses), he has laid bare the essence of these bhavanas and the absolute imperative to understand them as well as implement them in our lives.

Along with our meditation and sadhana, practical contemplation of these bhavanas is a surefire way to achieve our much-craved liberation from the seemingly endless cycle of births and deaths. Such contemplation can penetrate the sheath of mithyatva (illusion of a false reality) that clouds our thinking and illuminate our inner reality. Like deep meditation, it cleanses and purges in ways we cannot fathom.

Bhaishree has said that our power of contemplation is directly proportional to the intensity of our vairagya (detachment). It is therefore fitting that we give these bhavanas a chance to help us help ourselves.

Under Bhaishree’s guidance, Shree Raj Saubhag Ashram celebrates the joyous 150th birth anniversary year of Shrimadji. A host of activities have been planned, all of which aim to kindle the inner bliss that Shrimadji desired every spiritual seeker to find. One such activity promises a giant leap forward towards our goal of samyag darshan (self-realisation). Is is called 'કર વિચાર તો પામ', 'Contemplate to Realise'.

'કર વિચાર તો પામ' - these four words of Shrimadji contain the essence of our potential transcendence, our ability to conquer death.  Its a contemplation series revolving around the twelve bhavanas, one bhavana will be shared and focussed upon every month. Over the year, we will cover all the 12 bhavanas. From January onwards, the Ashram website will post an exposition of one of the 12 bhavanas every month for the purpose of contemplation. Shrimadji has gifted us a practical interpretation of the 12 bhavanas, which will be presented to us in an easily understandable way.

What do I have to do?

Mumukshus are required to spend 10-15 minutes every day in contemplation of the previous day’s activities vis-à-vis the Bhavana of the Month. It is like guided introspection. Recall all you did, spoke and thought the previous day with reference to this bhavana. Churn it around in your mind and inspect yourself as a third person. Record the failings and learn from it. Ensure you do not repeat them. If you do, do not give up until you succeed. At the end of your contemplation, appreciate the experience, thank our Satdev, Satguru and Satdharma for giving you this precious knowledge, and in the end, congratulate yourself for the effort and for having remained detached from your worldly space for that period of time.   

For clarity, you could evaluate yourself on a sheet of paper or a notebook and judge how you fared with regard to the bhavana, analyse your weaknesses and improve upon them with increased awareness.

We need to make sure there is some measurable progress in our spiritual journey at the end of the year. What is equally important is that this progress is sustained. The change on our spiritual landscape has to be permanent and irreversible for it to be really worthwhile. To ensure this, we need to maintain a steadfast vigil on our thoughts, speech and deeds at all times, and be in tune with our inner world.

Contemplation is a simple and effective exercise that does not require us to leave what we are doing or travel anywhere. It’s an inner journey that can work miracles with sincere effort. By participating in it, we pay a tribute to Shrimadji and our Param Sadguru, and move leaps and bounds in our sadhana.

Feedback your contemplation each month

At the end of every month, you have the opportunity to feedback your contemplations to us. This can be done by emailing us at contemplate@rajsaubhag.org

Shrimadji has guided thousands to the path and delivered many to the goal. It is now up to us to decide whether we want to be content with what we are doing or we wish to be free in this birth under Bhaishree’s ever-flowing grace and infinite compassion. Let’s remember that a Sadguru can take his followers to the nectar of immortality but we need to make the effort to swallow it.

Let’s make our minds work for our soul.

 


પરિચય

શું છે આ બાર ભાવનાઓ ? કે જેનું આટલું બધું માહાત્મ્ય પરમકૃપાળુદેવે તેમજ પૂર્વાચાર્યોએ ગાયું છે. આ બાર ભાવના થકી આપણા આધ્યાત્મિક જીવનનું ઘડતર થાય છે. આ ભાવનાઓ સાધકને જ્ઞાનચક્ષુ પ્રદાન કરે છે કે જે વડે આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ તે ઓળખી શકે છે. ત્રિકાલિક અફર સિધ્ધાંતોને સૂક્ષ્મ રીતે સમજી શકે છે. મનમાં રહેલી ભ્રામિક માન્યતાઓને તે દૂર કરે છે અને પરસ્પરના સંબંધોમાં રહેલા મોહભાવને તોડે છે, આ બાર ભાવનાઓમાં અદભુત શક્તિ રહેલી  છે. તે ભાવનાઓને ભાવતા આપણાં સંસારી વળગણોના એક એક સ્તરને આપણાંથી છૂટા પાડીને આપણામાં વસતા પરમ સત્ય સાથે જોડાણ કરાવી આપે છે.  તેનું ચિન્તવન કરતાં બુદ્ધિમાં રહેલું વિપર્યાસપણું દૂર થાય છે. તે ભાવનાઓ વૈરાગ્ય જગાડી આપણા યોગોને અનાસક્ત બનાવે છે. આ બાર ભાવનાઓ થકી સંસારની માયાજાળમાંથી જીવ મુક્ત થાય છે. આ બાર ભાવના દ્વારા જીવ સાકાર જગતથી પાછો વળી નિરાકાર ચેતના તરફ પ્રયાણ કરે છે.

આપણા સહુમાં વૈરાગ્ય જાગે તે અર્થે પરમ પૂજ્ય ભાઈશ્રીએ શિબિરોમાં આ બાર ભાવનાઓને વિસ્તૃત રીતે સમજાવી છે. તે શિબિરોમાં પૂ.ભાઈશ્રીએ એક ખુબ અગત્યની વાત કહી છે કે, જેટલો આપણો તીવ્ર વૈરાગ્ય, બરાબર તે જ પ્રમાણમાં આપણી ચિંતન કરવાની શક્તિ ઉજાગર થાય છે. જેટલો અધિક વૈરાગ્ય તેમ તેમ જીવ ધર્મધ્યાનમાં વધુ લીન થતો જાય છે. જન્મ-મરણના અનંત દુઃખોમાંથી મુક્ત થવાની આપણી જે ઈચ્છા છે તેમાં ધ્યાન સાધના સાથે આ બાર ભાવનાઓનું ચિંતન અત્યંત જરૂરી છે. મિથ્યાત્વનું આવરણ આપણી વિચાર શક્તિને અસ્પષ્ટ બનાવી દે છે.  આ બાર ભાવનાઓનું ચિંતવન કરતાં આપણે તે આવરણને ભેદી શકીએ છીએ અને અંતરમાં સત્યના અજવાળા પથરાય છે.

પ.પૂ.ભાઈશ્રીની પવિત્ર નિશ્રામાં આપણે સામુહિક રીતે પરમકૃપાળુદેવ શ્રીમદ્જીની દોઢસોમી જન્મ જયંતિ આનંદપૂર્વક અને જાગૃત્તિ સાથે ઉજવવા ઈચ્છીએ છીએ. તે ઉજવણીના અંતરગત આપણે દર મહિને એક ભાવનાનું એટલું અધિક ઘુંટણ કરશું કે તે આપણા આત્માનાં પ્રદેશે પ્રદેશે સુસંસ્કારિત થઈ જાય. અનિત્ય ભાવનાનું ચિંતવન કરતાં અંતરમાં દ્રઢ થઈ જાય કે, આ ચર્મચક્ષુએ જે કંઈ પણ દેખાય છે તે બધું જ અનિત્ય છે. આ વર્ષને ઉજવવા માટે વિવિધ આત્મલક્ષી પુરુષાર્થ  મુમુક્ષુઓમાં જાગે એવું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રવૃત્તિઓમાંની એક એવી વિશિષ્ટ છે કે જેનો બરાબર અમલ થશે તો આપણે થોડા મહિનાઓમાં અસાધારણ આત્મવિકાસ કરી શકીશું. સમ્યક્દર્શનના આંગણે પહોચાડી દે તે છે આ “બાર મહિના બાર ભાવના”. આખા વર્ષ દરમ્યાન આ બાર ભાવનાઓ ક્રમસર લેવાશે. જાન્યુઆરી, ૨૦૧૭ થી તેની મંગળ શરૂઆત કરીશું. આશ્રમની વેબસાઈટ ઉપરથી તે ભાવનાઓ  પ્રસારિત થશે. વ્યક્તિગત પુરુષાર્થ કરતી વખતે આપણે પરમકૃપાળુદેવે રચેલ ભાવનાબોધનો આધાર પણ લેશું, અને તેમાં રહેલા કથાનુયોગ અને કવિતો આ વિષયને ખુબ રસપ્રદ બનાવશે.

દરરોજ આપણે દશથી પંદર મિનિટ, તે ભાવનાઓના અનુલક્ષે આગલા દિવસે શું કર્યું હતું તે તપાસી જશું. આવું આત્મ નિરીક્ષણ ખુબ લાભદાયી બનશે. પોતાના જ મનમાં પોતાને જ સાક્ષી રાખીને એટલે કે ત્રીજી વ્યક્તિ બનીને જીવનમાં થતી ભુલોને- અસફળતાઓને નોંધી લેશું. પછી તેનું પુનરાવર્તન ન  થાય એવો દ્રઢ સંકલ્પ કરીશું. આપણે આપણા જીવનમાં એક આધ્યાત્મિક ક્રાન્તિ સર્જવી છે. આ એક એવી ચળવળ છે કે જે દ્વારા આંતર શત્રુઓ અને મિથ્યા માન્યતાઓથી આપણે મુક્ત થશું.

સર્વ મુમુક્ષુઓને આમાં જોડાવા માટે આવાહન આપીએ છીએ.

ચિન્તન એક સરળ અને અસરકારક માનસિક ઉદ્યમ છે. આ ચિન્તન માટે ક્યાંય જવાની જરૂર નથી કે ન કાંઈ છોડવાની જરૂર છે. વર્ષના અંતે આ ભાવનાઓનું ચિંતવન આપણી અંદર દિવ્યત્તમ બદલાવ લઈ આવશે. આપણી પ્રજ્ઞા ખીલશે અને આત્મા પવિત્ર બનશે. જે ફેરફાર થાય એ કાયમી હોવો જોઈએ. જો આપણે રૂપાંતરિત થશું તો આ દોઢસોમી જન્મ જયંતિએ પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીને ઉત્તમ ભેટ આપી ગણાશે.

An introduction to the 12 bhavanas taken from Param Pujya Bhaishree's 'Shant Sudharas' shibir or the Nectar of Tranquility which was composed by Vinayvijayji Maharaj Saheb and which contains powerful contemplations upon the nature of existence.
Introductory 8 verses - immersing in Dharma Dhyan through the 12 Bhavanas. These verses provide a Mangalacharan and Upodhghat Introduction to the topic of 'Shant Sudharas' or the 'Nectar of Tranquility' composed by Vinayvijayji Maharaj Saheb. This was explained by Param Pujya Bhaishree in the UK Shibir of 2015