Samvar Bhavana - Preventing the binding of new karma - સંવર ભાવના

 
જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Gnan, dhyaanmaa pravartmaan thai ne jeev nava karma baandhe nahi te aatthmi sanvarbhavana.

Translation:

By immersing in knowledge and meditation, the soul does not bind new karma. That is the eighth Samvar bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Samvar Bhavana

Samvar bhavana is about the prevention of new karma. Karma rules every moment of our existence. All karma is suffering. Even good karma is sorrow dressed up as happiness because it interferes with our ultimate aim of moksha (salvation). So, can we stop collecting karma?  Samvar bhavana tells us we can. Knowledge and meditation are the key to preventing new karma from depositing on our consciousness.

Just as we shut our windows to prevent dust from entering and soiling our homes, we force shut the attachment gateways (ashravdwaar) to thoughts, speech and deeds. Just as we shut the door to prevent theft of our belongings, we shut the door to temptation and prevent destruction of our essential spiritual fibre.  By blocking karma, we block its results and free ourselves from its unhappy consequences. Only by such constant vigil can we shrink the vast, weighty and unwieldy canvas of our seemingly endless karmas.

Samvar bhavana is about disciplining the body and the mind to abstain from karma-inducing thought, speech and action. If we think before we speak or act, it becomes a powerful and easy way to curtail inflow of karma. A little step ahead is to think before we even think or feel – that is, to control the mind by not allowing a wayward or indisciplined thought to enter it. We need to be our own doormen. When an involuntary bad thought such as envy creeps in, arrest it as it enters, before it consumes the mind. If possible, watch the thought and let it fly back out of our system.  A constant vigil will cleanse the mind and thereby our speech and actions.

Samvar bhavana tells us how crucial it is to bear our karma with fortitude. Our oneness with our suffering creates a cyclical bind of new karma whereas bearing our pain calmly relieves us of that karma at some point. Knowledge of right awareness goes a long way in practising samvar. Awareness of an object – any idea, thought or emotion that stems from attachment – has to be forfeited as it breeds attachment. Awareness of the self is real awareness that protects us from creating new karma. Meditation helps create such awareness.

Param Pujya Bhaishree, quoting from ‘Vyakhyaansaar’, tells us of the fine line between a person who has achieved granthi bhed (discrimination between delusion and reality) and one who has not. The one who has not achieved granthi bhed is driven by his active involvement or oneness (ekatva) with the four vices (kashay) of anger, ego, deception and greed; the one who has achieved granthi bhed, such as an enlightened person, may have kashays but he does not get involved in them. And therein lies the fundamental schism between suffering souls and liberated souls.

Shrimadji says, “For the sake of small joys in one lifetime, enlightened souls do not extend the infinite suffering of infinite lives.” Avoid anger by cultivating love and forgiveness, ego by humility, deception by straight-forwardness and greed by contentedness.

One must contemplate on the virtues of samiti, gupti and yati dharma that define living within determinate parameters. Conserve and limit use of all the outer resources we need for a worldly existence such as water, food, electricity, clothes, etc. And conserve our inner peace by increasing our sadhana and contemplation, watching our words and thoughts, avoiding negativity and cultivating detachment.  

Shree Bhagvati Sutra Part 2 says a sangni jeev (sentient and rational being) manifests ten categories of behaviour based on his desires – food, fear, intercourse, acquisitiveness, anger, ego, attachment, greed, aimlessness, social approval.

Even an ayogi kevali (a soul who has reached the acme of spiritual awakening and consciousness) at the 14th gunsthanak (highest stage of spiritual journey), who does not accumulate any karma, has to bear 11 types of parishaha (hardships). This should tell us how much way behind we are and how far we have to go.

In addition to our daily contemplation of 15-20 minutes for the bhavana of the month, Brahmnisht Vikrambhai advocates a simple and effective way to enforce the bhavana in our lives: chant the action part of the bhavana in our mind all day. E.g., for samvar bhavana, we could repeatedly chant, “I will watch my thought, speech and action.”

Bhavanabodh cites the inspiring example of how Rukmini, the beautiful daughter of a wealthy man, was got besotted with Vajraswami after listening to his impressive spiritual discourses and declared she would marry him and none other. She tried her best to woo him. Vajraswami, however, remained unwavering in his vow of celibacy. He knew entering into a marital liaison would entail a lifetime of karmic binding, a binding that would harm him no end. In the end, Rukmini saw her folly in trying to convert a saint and drive him towards self-destruction. Instead of trying further, she decided to renounce the world and embrace sainthood herself. The best way to prevent new karmas from forming is to disallow them from entering our mindspace.

Vajraswami

Vajraswami

Sadhvi Rukmani

Sadhvi Rukmani

Param Krupalu Dev Shrimad Rajchandra’s fame as a shataavdhaani – someone who could do 100 things at a time – had spread far and wide. He got invitations to go abroad and earn more money and fame. Shrimadji, however, declined all offers as these could lead him away from the glorious pursuit of his soul. To him, his extraordinary prowess as a shataavdhaani was but one miniscule part of the soul’s boundless power. A gnani does not get tempted; a gnani enjoys a good breeze without getting attached to it and craving it.

Bhagvad Geeta expounds the beautiful concept of sthitapragna – a wise person who is equanimous in happiness and sadness. Such a state of being frees us from being prisoner to future karma. In the same book, Bhagwan Krishna famously says, “Karmanye vadhikaaraste, maa phaleshu kadaachana.” “You have the right to act according to your duty; but do not get attached to the fruits of your actions.”

In other words, be detached, come what may.

સંવર ભાવના

જે જે વૃત્તિમાં સ્ફૂરે અને ઇચ્છા કરે તે આશ્રવ છે. તે તે વૃત્તિનો નિરોધ કરે તે સંવરભાવ.

સંવર ભાવનાનું અનુપ્રેક્ષણ કરવાથી નવાં કર્મોને રોકી શકવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જીવનની દરેક ક્ષણ ઉપર કર્મનું વર્ચસ્વ છે. અજ્ઞાની જીવોના અસ્તિત્વનો આધાર તેનાં શુભાશુભ કર્મો છે. તે કર્મો દ્વારા દેહનું ઉપાર્જન થાય છે અને દેહ એ કેવળ વેદનાની મૂર્તિ છે. તે દેહમાં પુરાઈ જીવ અનંત દુઃખ ભોગવે છે. જ્યાં સુધી તે કર્મો આત્મા સાથે જોડાયેલા છે ત્યાં સુધી જીવ અનંત દુ:ખોથી પીડાતો રહેશે. શુભ કર્મો પણ ખરેખર તો દુઃખને ઢાંકી દેતું છદ્માવરણ છે કારણ મોક્ષ થવામાં તે બાધારૂપ  બને છે. જો અશુભ કર્મ લોખંડની બેડી છે તો શુભ કર્મ સોનાની બેડી છે. તે બન્ને, આત્માને મુક્ત થવા દેતા નથી. શું આપણે કર્મ બાંધતાં અટકી શકીએ ખરાં? સંવર ભાવના કહે છે કે અવશ્ય આપણે  કર્મો બાંધતા અટકી શકીએ એમ છીએ. જ્ઞાન અને ધ્યાનનો આશ્રય લઈએ તો નવાં કર્મો આપણા ચેતન આત્માને આવરી નહિ શકે અને પૂર્વનાં કર્મોનું જે આવરણ છે તે પણ દૂર કરી શકીશું. અંતે આત્મા મુક્ત થશે.

જેમ વરસાદ કે વાવાઝોડું આવે ત્યારે પાણી અને ધૂળ ઘરમાં ન પ્રવેશી જાય માટે આપણે ઘરનાં બારી અને બારણાં બંધ કરી દઈએ છીએ, બરાબર એજ રીતે કર્મો અંદર ન પ્રવેશે તે માટે આપણે મન, વાણી અને કાયાના યોગોને સાવચેતીપૂર્વક પ્રવર્તાવવા જોઈએ. યોગાશ્રવનાં દ્વારોમાંથી કર્મો પ્રવેશે નહિ  માટે આપણા જીવનના આપણે ચોકીદાર બનવાનું છે. પાપના પ્રનાલને બંધ કરવાનાં છે. કોઈ નબળો કે ખરાબ વિચાર આવે તો તેના  આવતાની સાથેજ તેની ધરપકડ કરી લેવી. મનના મહેલમાં તેને ફરવા ન દેવો. આવી સતત જાગૃતિ હશે તો મન નિર્મળ અને વિવેકી બનતું જશે. સંકલ્પબળ, એકાગ્રતા, ધીરજ આવા લાભદાયી ગુણો ખીલતા જશે.  

આશ્રવનાં દ્વારોને બંધ કરી દેવા તે સંવર ભાવના. સમ્યગજ્ઞાન, વિરતિ, અપ્રમત્તતા, નિ:કષાય પરિણામ અને અયોગ થકી આપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના દ્વારોમાંથી આવતાં કર્મોને રોકી દઈએ છીએ.

સમ્યગજ્ઞાન: આત્મસાક્ષાત્કાર. દેહમાં આત્મબુદ્ધિ ન થવી અને આત્મામાં આત્મબુદ્ધિ થવી તે.

વિરતિ: સંસારમાં વિરક્ત રહેવું. વૈરાગ્યભાવ ધરીને અલિપ્ત જીવન જીવવું.

અપ્રમત્તતા: અંતરમાં જાગૃત રહેવું. જ્ઞાનભાવમાં રહી કર્મધારાને સમભાવે ભોગવી લેવી.

નિ:કષાય: ક્ષમા, નમ્રતા, સરળતા અને  સંતોષને સદૈવ ઉજાગર રાખવાં.

અયોગ: મન-વચન-કાયાની સ્થિરતા. સંયમિત જીવન. તમામ કર્મોને નીર્જરી જન્મમરણથી મુક્તિ, દેહનો વિલય થવો.

યોગનું ચલાયમાનપણું તે આશ્રવ અને તેથી ઊલટું તે સંવર.

વાણી અને વર્તન એ વિચારોમાંથી પ્રગટ થાય છે માટે આપણું મન શું કરી રહ્યું છે તે જાણતા રહેવું એ અત્યંત જરૂરી છે. મન જો સ્વચ્છ, સ્વસ્થ અને સ્થિર છે તો બધું વ્યવસ્થિત થાય છે.  મનને અધ્યાત્મમય રાખીને તેને ધર્મધ્યાનમાં રોકી રાખવું, વાણી દ્વારા પ્રભુ સ્મરણ, કીર્તન અને શાસ્ત્રવાંચન કરવું. મીઠું અને સત્ય વચન બોલતા રહેવું, વિચાર કર્યા વગર ન જ બોલવું. કાયા દ્વારા સમજણ સાથે, જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી. યોગ દ્વારા હિંસા ન થાય, અન્યને દુઃખ ન પહોંચે તે ઉપયોગ રાખીને બધાં જ  કાર્યો કરવાં.  જ્યાં અનુસાશન છે ત્યાં યોગ નિયંત્રિત રહે છે. અનુશાસન તેમજ સંયમિત જીવન એ આત્મવિકાસની નિસરણી છે.   

ઘરમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન જાય માટે સંગ પ્રસંગે લાવેલા દાગીનાઓને ઘરની તિજોરીમાં રાખીએ છીએ અને બહાર જઇએ ત્યારે ઘર બરાબર બંધ કરીને જઈએ છીએ. આપણો આત્મા સહુથી અમૂલ્ય છે, એની કોઈ કિંમત થઇ શકે એમ નથી કારણ તે અનંત ગુણોનો અને અવ્યાબાધ સુખનો ભંડાર છે. ઈન્દ્રિયોનાં  ક્ષણિક સુખની લોલુપતા આપણા આત્માને હરી ન લે, પરમાં એકાગ્ર અને ઓતપ્રોત બનીને તે પોતાનું ભાન ન ભૂલી જાય એ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.      

કર્મોને રોકતાં આપણે તેના ફળને પણ રોકી દઈએ છીએ. દુઃખોથી બચવા માટે ધીરજ કેળવીને અંતર જાગૃતિ સાથે, યથાયોગ્ય રીતે મોટાં કે નાનાં કાર્યો કરવાની જરુર છે. ચિત્ર વિચિત્ર સુખ દુઃખના આ સંસારી પટ ઉપરના  ચિત્રામણને ભૂંસી, તેને શ્વેત અને શુક્લ બનાવવાનો આ અચૂક ઉપાય છે.

લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિર્મળપણે કરમનો ડાઘ કહો કેમ લાગે?

આત્માનો લક્ષ રાખીને, જે કંઈ આપણે કરીએ છીએ તે ધર્મ છે અને તે લક્ષ ચૂકીને જે કંઈ કરીએ છીએ તે અધર્મ છે, કર્મ છે.        
    
સંવરભાવના એમ શીખવે છે કે ઉદયને અનુસરતું જીવન જીવવું, પણ તે ઉદયમાં ભળી ન જવું. જયારે વિપરીત કર્મનો ઉદય આવે ત્યારે દેહમાં આત્મબુદ્ધિ ન કરવી. બધું શરીરને થાય છે પણ હું તેનો જોનારો અને જાણનારો જ્ઞાયક આત્મા છું. હું અક્ષય છું, કર્મસત્તાથી અનેક ગણું વધારે બળ મારા આત્મામાં છે. હું તો જીવંત છું, જાગતો છું, તે બિચારા તો જડ છે, અચેતન છે. સમભાવ રાખીને કર્મો ભોગવવાની એક અદ્દભુત કળા આ સંવરભાવના થકી હાંસલ થાય છે. સંવરભાવના ભાવવાથી સંસારનું સમ્યગ સ્વરૂપ સમજાય છે અને ત્યારબાદ એકાંત શોક અને દુઃખથી ભરેલા તે સંસારમાં હવે જન્મમરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ બંધાય છે. નિર્વેદ અને સંવેગના ગુણો ખીલતા જાય છે. આત્મજાગૃતિ અને સહનશીલતાને કારણે દુઃખ પણ દૌલત બની જાય છે. જીવન એજ તપ છે, જો તેને તીખો તાપ માનીએ છીએ તો જ આપણે તેનાથી બળીએ છીયે.

જ્ઞાન કરવું એ આત્માનો સહજ સ્વભાવ છે માટે તેથી જાણવાની ક્રિયા અવિરત ચાલતી રહેશે. જે સામે આવે તેનું જ્ઞાન થતાંં જ અંતરમાં તેના સંદર્ભના વિચારો જાગે છે. એ વિચારને અનુસરતા ભાવ થયા વગર રહેતા નથી. જો તે જોડાણમાં હું અને મારાપણાનો ભાવ હોય, આત્મા મોહના રંગે રંગાઈ રહ્યો હોય તો તુરંત જાગૃત થઇ તેનાથી હું ન્યારો છું એવી સભાનતામાં આવી જવું. સાત્વિક સદાચારી જીવન તેમજ ધ્યાનની સાધના થકી આ અંતર જાગૃતિ વિશેષ ખીલતી જાય છે.

વ્યાખ્યાનસારનો બોધ આપતા પરમ પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું કે, ગ્રંથિભેદ થયો છે એવા સમ્યગદર્શન પામેલા જ્ઞાની તેમજ જેની ગ્રંથિ હજુ નિબિડ છે, છેદાઈ નથી એવા અજ્ઞાની આત્મા વચ્ચે ઘણું મોટું અંતર છે. જેની નથી છેદાઈ એવો પુરુષ દરેક કાર્યોમાં લેપાયેલો રહે છે. શરીરીભાવે, દેહાભિમાન સાથે તે બધાં કાર્યો કરે છે. જે સ્વપ્ન સમાન છે તેને તે સાચું માને છે. સુખ બહાર શોધે છે. ઇન્દ્રિયોના વિષયની પાછળ દોડે છે, ઉશ્કેરાટ અને ઉદિગ્નતા ભર્યું તેનું જીવન વલણ છે. ઉદયમાં ભળી જતા તેને કષાયો થતા રહે છે. સંસારમાં તે ડૂબેલો જ રહે છે. જે જ્ઞાની છે તે આત્મામાં જીવે છે. અકર્તા ભાવે તેના કાર્યો થાય છે, તે અલિપ્ત અને અસંગ રહી શકે છે. જ્ઞાતા ભાવે દ્રષ્ટા છે. ઉદયનો ધકકો વધારે બળવાન હોય તો તે અંદરથી હલી જાય છે પણ તેને અનંતાનુબંધી કષાય થતા નથી. જીવન કાળ દરમિયાન તે મોટે ભાગે શાંતિ અને સ્વસ્થતા સાથેનું જાગૃત જીવન જીવે છે. સંસારી અને જ્ઞાની પુરુષો આમ કેટલા અધિક જુદા પડે છે. આત્મા સાક્ષાત્કાર થાય અને કર્મો ક્ષય થતાં મુક્તિપુરી સુધી પહોંચાડી દે એવી આ સંવર ભાવના છે.

પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી પત્રાંક ૪૭ માં લખે છે કે, “એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” ક્રોધને પ્રેમ અને ક્ષમાથી, માનને લઘુતાભાવથી, કપટને સરળતાથી અને લોભને સંતોષથી જીતી લે છે.

જૈન દર્શનમાં, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. જેમ માતા બાળકનું રક્ષણ કરે તેમ આપણા આત્માનું તેઓ રક્ષણ કરે છે. પ્રવૃત્તિમાં સમિતિ અને નિવૃત્તિમાં ગુપ્તિનો આશ્રય લઈને પ્રવૃતિ તેમજ નિવૃત્તિ દરમિયાન આપણો આત્મા નિષ્કલંકી રહે એ આપણો પુરુષાર્થ છે. જીવન જીવતા ઓછામાં ઓછી વસ્તુઓ વાપરવી. પાણી, ભોજન, કપડાં  વીજળી બધું વિચારીને વાપરવું. વૈરાગ્ય ભાવે ત્યાગી જીવન જીવવું. ભય દેખી કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેમ મન, વાણી અને કાયાના વ્યાપારને ટૂંકાવી દેવો. જરૂરિયાત હોય ત્યાંજ જવું અને કામ હોય તો અન્યને મળવું. મૌન રહી જડ ચેતનનો વિવેક કરતા રહેવું. સંસારમાં રહ્યા છતાં સંન્યાસી થઈને જીવવુ.

ભગવતી સૂત્રના બીજા ભાગમાં એમ કહ્યું છે કે સંજ્ઞી  જીવો १० પ્રકારની પ્રવૃત્તિમાં સતત જોડાયેલા રહે છે. ખોરાક લેવો, ભયમાં જીવવું,  મૈથુન, પરિગ્રહ ભેગો કરવો, ક્રોધ, અહં, આસક્તિ, લોભ, જેવા ભાવોમાં રાચવું, ઉદેશ વિનાનું જીવન જીવવું, લૌકિક મોટાઈની કામના કરવી.

હેય અને ઉપાદેયનો વિવેક કરીને દરેક પ્રવૃત્તિઓ આત્માના લક્ષે કરવી એ યાદ રાખવાનું છે.

સયોગી કેવળી ભગવંતે પણ ચૌદમાંના અગિયાર પરિષહ સહન કરવા પડે છે. કરેલાં કર્મો ભોગવ્યાં વગર તેનો આત્મા મુક્ત નથી થઇ શકતો. આવા સંપૂર્ણ જ્ઞાનીએ પણ પોતાના કર્મો  ભોગવવાં પડે છે. માટે કર્મ બાંધતી વખતે આપણે ખૂબ સજાગ રહેવું જોઈએ.  

રોજ १५ થી २० મિનિટ આ ભાવનાનું ચિંતવન કરવું.  જગત તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આ ભાવનાને મનમાં ધરી રાખવી અને તેને લક્ષમાં રાખીને જીવન જીવવું તેમજ બધા નિર્ણયો લેવા. ભાવનાઓને સંસ્કારિત કરવા માટે તેનો  અંતરમાં આલેખ જગાડવો અત્યંત જરૂરી છે,  દાખલા તરીકે સંવર ભાવનાને અમલમાં લાવવા માટે આવા એક વચનનો અંતરમાં અજપા જાપ કરવો અથવા તો  માળા ફેરવવી. “હું મારા વિચાર, વાણી અને વર્તન પ્રત્યે જાગ્રુત રહીશ.”

ભાવનાબોધમાં,  રુક્મની અને વજ્રસ્વામીની  બોધપ્રેરક કથામાં આલેખાયું છે કે રુક્મણિ ધનાઢય પિતાની પુત્રી હતી. તેણે વજ્રસ્વામીનું વ્યાખ્યાન સાંભળ્યું અને એટલી બધી તેમના પ્રેમમાં પડી ગઈ કે તેણે નિર્ણય કર્યો કે જો હું પરણીશ તો કેવળ વજ્રસ્વામીને જ. તેને પોતાના કામણથી ઘણી રીતે વજ્રસ્વામીને પ્રલોભિત કરવાની કોશિષ કરી પણ અડગ મનના તેઓ જરાય ચળ્યા નહિ. વજ્રસ્વામી બરાબર જાણતા હતા કે વિવાહિત જીવનમાં તેઓનો આત્મા વિવિધ જાતના અનેક કર્મોથી કલંકિત થશે અને તેના ફળ અનેક જન્મારાઓ સુધી ભોગવવા પડશે. અંતે વજ્રસ્વામીના જ્ઞાન ગર્ભિત વૈરાગ્યે રુક્મણિને જીતી લીધી. તેને ખ્યાલ આવ્યો કે એક સંતને સંસાર તરફ આકર્ષિત કરવાનું પાપ કેટલું ઘાતકી છે.  

રૂક્મણિએ પણ પ્રવજ્યા લીધી અને મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું. જો કર્મોને અટકાવવા હોય તો અશુભ  વિચારની શરૂઆત થાય ત્યાંજ તેને રોકી લેવા જોઈએ.  

પરમ કૃપાળુ શ્રીમદ્જીએ મુંબઇમાં શતાવધાન કરી બતાવ્યા. બે હજાર જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી ભરેલા તે હોલમાં તેમની ખૂબ પ્રશંસા થઈ. અનેક લોકોએ તેમને પરદેશ આવવા માટે આમંત્રણ સુદ્ધા આપ્યું. સંપત્તિ અને સત્તાના અનેક પ્રલોભનો આવ્યા પણ પરમ વૈરાગી શ્રીમદ્જીએ તેને સ્વીકાર્યા નહીં. તેમને મન શતાવધાન એ આત્માની અનંત શક્તિનો માત્ર નાનો પરિચય હતો. મહાપુરુષો પૌદ્દગલિક સુખોથી ઉપરામ હોય છે. તેઓ ક્ષણિક નહીં પણ જે  શાશ્વત છે તેનીજ આરાધના કરે છે. ઠંડા પવનની લહેર આવીને સુખ આપી જાય છે તો જ્ઞાની તેની શીતળતાને અનુભવે છે પણ તેમાં સુખબુદ્ધિ કરી ફરી ફરી તેને ઇચ્છતા નથી.

ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ આત્માની દશાનું સુંદર વર્ણન કર્યુ છે. સુખ અને દુઃખની અવસ્થાઓમાં તેઓ કેવા સમ છે. તેમને મન હર્ષ, શોક જીવન મૃત્યુ બધું સરખું છે. બાહ્ય કશું તેમને સ્પર્શતું નથી. પોતાની મસ્તીમાં તેઓ મસ્ત રહે છે અને છતાં ચોકસાઇપૂર્વક બધાં કાર્યો કરે છે. તેઓ જૂનાં કર્મો સમભાવે ભોગવે છે અને નવાં નથી બાંધતા

“કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેષુ  કદાચન”  આ શ્લોક દ્વારા ભગવદ્ ગીતા જગતને ઉપદેશે છે, કે  એક કર્મયોગી પોતાનું કર્મ નિભાવે છે, નિષ્ઠાપૂર્વક ફરજો પુરી કરે છે, પણ ફળની અપેક્ષા રાખતો નથી.  તે ક્યાંય આસક્ત થતો નથી અને મારાપણાનો ભાવ કરતો નથી”

 


Further Insights