Atma Siddhi Shastra - 125 year celebration - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો ૧૨૫મો અવતરણ દિવસ

Exactly 125 years ago, Param Krupalu Dev wrote the celebrated and revered treatise Shri Atma Siddhi Shastra, on the auspicious day of Aso Vad Ekam at Nadiad in Gujarat. This holy verse, penned down especially for Shri Saubhagbhai, is a concise and precise composition, that explains the elements of Jainism and lays down the spiritual path to be followed by a seeker. This sacred jewel has empowered the religious upliftment to the numerous souls striving to achieve self-realisation.

શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો ૧૨૫મો અવતરણ દિવસ: આ અવનીના અમૃત સમાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પરમ કૃપાળુ દેવે, નડિયાદ મુકામે, આસો વદ એકમના પુનિતમ્ દિવસે કરેલી. જૈન ધર્મના પાયાના છ પદો તથા સંપૂર્ણ મોક્ષમાર્ગની સંક્ષિપ્ત છતાં સાદ્યંત સમજણને પદ્યરૂપે અર્પતુ આ ગહન કાવ્ય, પરમ કૃપાળુ દેવે એમના હ્રદયસખા શ્રી સૌભાગ્યભાઈની વિનંતીના માનાર્થે ગ્રંથિત કરેલ છે.

ચૌદ પૂર્વના સાર સમાન આ અનુપમ ગ્રંથરત્નમાં છ દર્શનોને તથા સતદેવ, સદગુરુ તથા સતધર્મના સત્સ્વરૂપને, પરમ કૃપાળુ દેવે આત્મતત્વમય શૈલીમાં વણી લીધા છે.

શુદ્ધ ચૈતન્યના અતલ ઊંડાણમાંથી અવતરેલ આ અપૂર્વ સર્જનના ચિંતન, મનન અને નિદિધ્યાસનથી અનેક પુણ્યશાળી આત્માઓએ ભૂતકાળમાં આધ્યાત્મિક ઉત્કર્ષ સાધ્યો છે, વર્તમાનમાં સાધવા માટે પુરુષાર્થી થયા છે અને ભવિષ્યમાં પણ અનેક આત્માઓ આધ્યાત્મિક ઉન્નતિ સાધશે.

Prabhushree Laghurajswami's Birth Anniversary also falls on the same day. So, to celebrate this glorious day, that marks not one but two momentous occasions, we share with you

એક એવો સુંદર યોગાનુયોગ છે કે પૂજ્ય શ્રી લઘુરાજસ્વામીનો જન્મ પણ આસો વદ એકમના દિવસે થયો હતો. પરમ પૂજ્ય ભાઈશ્રીનો સ્વાધ્યાય પ્રસારિત કરવામાં આવશે. તેઓશ્રીની પાવન વાણી દ્વારા આપણે સહુ આવી બે મહત્વની આધ્યાત્મિક ઘટનાઓને એકસાથે હર્ષોલ્લાસભેર ઉજવીએ. આત્મસિદ્ધી શાસ્ત્ર અષ્ટકમ, આત્મસિદ્ધી શાસ્ત્ર પ્રત્યે અહોભાવ જગાડતાં આ પદ્યને આ.ચંદ્રિકાબેન પંચાલીએ સંસ્કૃતમાં આલેખિત કર્યું છે.


Param Pujya Bhaishree’s Swadhyay


Shree Atma Siddhi Shastra Ashtakam

Atmasiddhi Shastra Ashtakam, this soulful piece filled with veneration for Shree Atmasiddhi Shastra is written by atmaarthi Chandrikaben Panchali in Sanskrit, to enable us to understand it easily, she has also translated it to Gujarati.

આત્મસિદ્ધી શાસ્ત્ર અષ્ટકમ, આત્મસિદ્ધી શાસ્ત્ર પ્રત્યે અહોભાવ જગાડતાં આ પદ્યને આ.ચંદ્રિકાબેન પંચાલીએ સંસ્કૃતમાં આલેખિત કર્યું છે. તેમાં પ્રદર્શિત ભાવોને સૌ સમજી શકે તે માટે તેઓએ ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું છે.

Ashtakam 1.png
Ashtakam 2.png
Ashtakam 3.png