Anyatva Bhavana

Contemplation of Separateness

અન્યત્વ ભાવના

આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Aa sansaarma koi koinu nathi em chintavvu te paanchmi anyatvabhavana.

Translation:
To contemplate that nobody truly belongs to another person is Anyatvabhavana.
— Shrimad Rajchandra

Anyatva Bhavana

Anyatva bhavana refers to our separateness from everything. It is the realisation that nobody, no matter how close and dear to us, is actually ours. It’s also the realization that no object or experience, or even our own body, truly belongs to us. All these entities are transient, and unreliable in the true sense.

Our body is the direct outcome of our karma. However, we have no control over it. The body will deteriorate and perish without warning. The only entity that’s ours is our soul which is permanent but it’s lost in the cyclical maze of our karma.

Every thought, desire and activity in unenlightened souls is governed by the mind, which is the true bottleneck between us and our soul. Only when desires end, the mind stops dominating. And, only when the mind is continually occupied in sadhana and contemplation can the desires end. Paradoxically therefore, the mind is also the weapon by which we conquer it.

In this context, the parable of Bharat Rajarshi is extremely powerful. With the world at his feet, this king was in the prime of life, enjoying all the possible fruits of wealth, power, success, fame and glory. There was no desire he could not fulfil. One day, a ring fell off his finger and landed on the floor. Bharat looked at his barren finger and thought, “How plain and ungainly is this finger without the ring!” Curious, he removed all other rings from his fingers and found his hand rather unattractive.

The sight of his bare hands stirred a great churning: “Isn’t it weird that an object fashioned out of a stone (diamond) dug from the Earth makes my fingers look good, my fingers make my hand look good, and my hand my arm.” In this manner, his thoughts processed a seemingly minor event and reached a deep revelation that without the skin, his body was just an ugly assortment of flesh, bones and blood.

“And,” the contemplation further continued, “This body will leave my soul one day. If that is the case, how can I possibly be so attached to my body? Isn’t it plain stupidity?

This chain of thoughts made Bharat Rajarshi reason that if he could not trust his body to be his, he certainly could not expect his family and other relatives to be his. The most casual of incidents could trigger such deep contemplation and kindle divine detachment in a man steeped in the pleasures of life but with intrinsic purity. It was thus that Bharat Rajarshi got Kevalgnan (pure, supreme knowledge).

Param Krupalu Dev Shrimad Rajchandra used to give interesting sermons to the school children of Kavitha. Once, he told the children, “Imagine you are walking along the road, holding a pot of buttermilk in one hand and a pot of ghee in the other. And somebody accidentally pushes you. Which of the two pots would you try to save?"

One young boy, Girdhar, replied, “The pot with ghee in it.” When Shrimad asked him why, Girdhar said, “Buttermilk can be replaced by asking others but nobody will refill the pot with ghee.”

Shrimad then shared this invaluable knowledge: “People strive to preserve this body which is like buttermilk but the one who knows the value of the soul will cherish it like ghee. In times of crisis, such a person will let go of the body, like he would let go of buttermilk. It is to endure the karmas of the past that we have the body but it is the soul that we need to take care of and preserve.”

From the body to the soul is a tectonic shift of focus for a mind pre-occupied with the world. How do we do it? We can begin by denying ourselves some of the indulgences we crave. Having flourished unchecked for countless births, our mind is wayward and wilful. It always wants more than it needs. Each time it raises a demand, we need to check ourselves and ask if we really need that object or experience. Little by little, our demands will shrink as we refuse to pamper the mind. Over time, the mind will assuredly be under our control instead of the other way round. The price of true happiness is constant vigil over the unsettled mind. Living within our needs instead of wants can help us discipline the mind and bring us closer to the soul.

As we progress from a large canvas of wants to a shrinking plate of needs, we will experience a great joy at our triumphs over our desires. More importantly, we will be surprised to find that we could easily live without those wants not only without any sense of loss but also with a sense of spiritual enrichment. What stays is a victorious feeling of self-control, and an ever-blossoming inner joy that brings home to us the underlying message of  one of Param Pujya Bhaishree’s many teachings -  true happiness is not without but within. 

In his observations about Shrimadji, Mahatma Gandhi has said he could see the same vairagya (detachment) from sansaar in Shrimadji that the latter has vividly described in his magnificent paean on achieving oneness with the soul, ‘Apoorva avsar evo kyaare aavshe?’ Gandhiji said Shrimadji remained uninvolved while eating, sitting, sleeping and in every single activity. “I have never seen him get emotionally attached to anything worldly even once,” he has said.

This kind of dispassionate activity is possible only in a person who lives a simple and disciplined life, who doesn’t let his mind wander into the means of enjoyment offered by this world, who has mastered his love for sensory pleasures and who craves only freedom of the soul.

An eternal burst of bliss is waiting to penetrate our consciousness if only we open our mind’s doors to it. The greater our separation from the external world, the higher the experience of pure happiness within us. To paraphrase William Shakespeare, the world is our stage; let’s remember we are actors whose role-playing does not apply to the our real world that lies within.

Moko kahaan dhoonde re bande,

main to tere paas main

અન્યત્વ ભાવના

જે અન્ય છે, પારકું છે, પૃથક કે જુદું છે તે ક્યારેય પોતાનું થઈ શકતું નથી, થવાનું નથી. જે શરીરમાં આપણે વસવાટ કર્યો છે, તે આત્માની સાથે એક ક્ષેત્ર અવગાહી રહ્યું છે. તે શરીર પણ જો આપણું ન થયું તો પછી અન્ય કોઈ પણ પર વસ્તુ કે વ્યક્તિ આપણા કેવી રીતે થઈ શકે? કર્મ અનુસાર બાહ્યમાં બધું જ બદલાયા કરે છે. જે અસ્થિર છે, તેનો વિશ્વાસ કેમ કરાય? ચર્મચક્ષુ જે કંઈ જોઈ શકે છે તે બધું હરહંમેશ પારકું જ રહેવાનું છે.

આ શરીર એ જ સ્વયમ્ કર્મનું ફળ છે અથવા તો એમ કહો તે કર્મનું સાકારિત સ્વરૂપ છે. તે શરીર પુદગલ છે. ભેગું થવું અને વિખરાઈ જવું એ પુદગલનો સ્વભાવ છે. સર્જન તેનું વિસર્જન, જન્મ તેનું મૃત્યુ, નિશ્ચિત છે જ. જન્મ, જરા અને મરણ તે શરીરની અલગ અવસ્થાઓ છે કે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. ગમે તેટલા ઉપાય કરવા છતાં તે સતત જીર્ણ થતું જ રહે છે. કેવળ એક આત્મા જ આપણો છે પણ તે ભૌતિક, પૌદગલિક ચક્રવ્યુહમાં એવો તો ફસાઈ ગયો છે કે અનંત કાળથી રખડી રહ્યો છે. અનંતુ દુઃખ ભોગવવા છતાં તે સંસારની ગલીઓમાં જ સુખ શોધવા ભટકી રહ્યો છે.

જ્ઞાની અને અજ્ઞાની દરેકના જીવનનું સંચાલન મન કરે છે. પણ જ્ઞાની જાગૃત છે. અજ્ઞાની અજાગૃત છે. જ્ઞાની આત્મામાં જીવે છે જ્યારે અજ્ઞાની શરીરમાં. જ્ઞાનીના મનમાં ઉદ્દભવતા વિચારો અને ઇચ્છાઓને જ્ઞાની પોતાના જ્ઞાનભાવમાં તપાસીને અમલમાં મૂકે છે. આત્માની જાગૃતિથી, જ્ઞાયકશક્તિથી જ્ઞાનીનું જીવન દોરવાય છે માટે તેમના યોગ એ જ્ઞાનયોગ કહેવાય છે. જે અન્ય છે તેને એ પોતાનું નથી માનતા. જ્યારે અસ્થિર અને અપવિત્ર મન દ્વારા અજ્ઞાનીનું જીવન દોરવાય છે. તે મન રૂપ, રસ, રંંગ અને સ્પર્શમાં અટવાયેલું રહે છે. તે પર પદાર્થોને પોતાના માને છે. શરીરમાં હું-બુદ્ધિ પ્રબળ રીતે સ્થપાયેલી હોય છે. અજ્ઞાનીનું મન જાગેલી ઇચ્છાઓને પૂર્ણ કરવા હુકમ કરે અને મન કહે તેમ અજ્ઞાનીનો આત્મા વેઠિયો બની તે ઇચ્છાઓ પૂરી કરવામાં જોતરાઈ જાય છે. જે મન નખોદ વાળે છે તે જ મન જો કેળવાય, સંયમમાં આવે તો મોક્ષ માટેનું ઉત્તમ સાધન સાબિત થાય. મહાપુરુષોનાં વચનોમાં રહેલાં તાત્વિક રહસ્યોને તે મન અનુપ્રેક્ષણ દ્વારા પામી શકે છે. આમ અજ્ઞાનીનું મન બંધનું કારણ બને છે તો જ્ઞાનીનું મન મોક્ષનું કારણ બને છે.

અરીસા ભુવનના રાજ સિંહાસન પર બેઠેલા તે ચક્રવર્તી ભરત મહારાજા પાસે આ જગતની તમામ સુખ સાહ્યબી હતી. યૌવન શરીર, ભોગ માટેના વિવિધ સાધનો, દાસ દાસીઓ, વૈભવ, વિપુલ સંપત્તિ અને સત્તા બધું જ હતું. એક વાર તેઓ સિંહાસન પર બેઠા હતા ત્યારે એક આંગળીમાંથી વીંટી નીચે સરી પડી. તે આંગળી અડવી લાગી, તેની શોભા જાણે તે વીંટી સાથે ઊતરી ગઈ. મનમાં પ્રશ્ન થયો, વીંટીથી આંગળી સારી લાગે છે કે આંગળી@ને લીધે વીંટી? તેણે બધી જ વીંટીઓ કાઢી નાંખી તો બન્ને હાથ સાધારણ, સામાન્ય રૂપરહિત લાગ્યાં.

મનમાં ઈહાપોહ જાગ્યો, તેઓ ઊંડી તાત્વિક વિચારણામાં લીન થઈ ગયા. આ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા હીરા અને સોનામાંથી આ કલાત્મક વીંટી બની છે અને તેથી આ આંગળી સારી દેખાય છે,આંગળી વડે હાથ અને હાથ દ્વારા આ આખું શરીર શોભે છે, વધુ વિચારતા ખ્યાલ આવ્યો કે આ દેહ તો હાડ, માંસ, લોહી અને મળમૂત્રનું બનેલું છે તેનો શું ગર્વ કરવો.  

આ દેહ તો અંતે રાખ માટીનું પૂતળું છે. આત્માએ આવા અનેક દેહ ધારણ કર્યા પણ તે કોઈ દેહ આત્માનો ન થઈ શકયો કારણ તે દેહ તો અન્ય છે. હું શું કામ એમાં મોહ અને મમત્વ ભાવ કરું છું? આ કેવી ઘોર અજ્ઞાનતા? અનંત કાળથી શું મારું અને શું પારકું, શું આત્મા અને શું અનાત્મા, તેનો વિવેક ન કરી શકયો. જે અન્ય છે તેને મેં મારું માન્યું. મોહનીય કર્મોએ આંખે આંટા-પાટા બાંધ્યાં છે.

જો શરીર મારું નથી તો આ કુટુંબ, સ્વજન, પરિવાર એ ક્યાંથી મારા થઈ શકે? સુખનાં સાધનો આ જે કંઈ નરી આંખે દેખાય છે તેમાનું મારું કશું નથી. એક માત્ર વીંટી નીકળી ગઈ તેમાંથી સત્યનું, વાસ્તવિકતાનું કેવું અદભૂત દર્શન શ્રી ભરત મહારાજાને થયું. જ્ઞાન વૈરાગ્યનો દીવો તેમના અંતરમાં પ્રદીપ્ત થયો અને તેના અજવાળામાં મોહ અને મિથ્યાત્વ ભાવનું અંધારું ઉલેચાઈ ગયું. દેહનું ભાન ભૂલાઈ ગયું. અધ્યાત્મની ઉચ્ચતમ અવસ્થાએ તેઓ આરૂઢ થયા અને તે અરીસા ભુવનના રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું! વિચારની આ કેવી અદભુત શક્તિ ! અવિચારે કરીને આ મોહ બુદ્ધિ છે.

કાવિઠા ગામે, પ. કૃ. દેવ શ્રીમદ્દજી બાળકોને રસ પડે એ શૈલીમાં ઉત્તમ બોધ આપતા કહે છે, “ કલ્પના કરો કે તમે રસ્તામાં ચાલી રહ્યા છો. તમારા એક હાથમાં ઘીનું કાસલું છે અને બીજા હાથમાં છાશની બરણી. તેવામાં કોઈનો અચાનક ધક્કો લાગે તો તમે કોને સંભાળવાનો પ્રયત્ન કરશો? ઘી કે છાશ?”

ગિરધર નામના નાના બાળગોપાલે જવાબ આપતા કહ્યું, “સાહેબજી, છાશ તો કોઈ પણ ફરી ભરી આપે પણ કોઈ ઘી ન ભરી આપે, માટે ઘી ન ઢોળાઈ જાય તેનું ધ્યાન રાખવું રહ્યું.”

શ્રીમદ્દજીએ આ ઉદાહરણ પરથી  તે બાળકોની સાથે આખા વિશ્વને અદભૂત બોધ આપ્યો છે, જીવન જીવતા તે હિતશિક્ષા સતત યાદ રાખવાની છે. આ શરીર તે છાશ છે અને અંદર રહેલો આત્મા તે ઘી છે. જીવનની કટોકટીના સમયે દેહ કરતાં જેનું મૂલ્ય અનંતગણું વધારે છે એવા આત્માને પાપથી કલંકિત થતાં બચાવી લેવાનો છે. દેહ તો પૂર્વના પ્રારબ્ધ કર્મને ભોગવવાનું એક સાધન છે એટલે કે ઉદિત પરિસ્થિતિમાં કર્મો ભોગવાતા હોય ત્યારે ધ્યાન આત્માનું રાખવાનું છે. જૂનાં કર્મો ભોગવતા ફરી નવા ન બંધાય તે સભાનતા હોવી જરૂરી છે.

મહાપુરુષોનાં જીવન તપાસીએ તો તેઓએ દેહની દરકાર, ફિકર કરી નથી, માત્ર આત્માનું રક્ષણ કર્યું છે. આત્માને પરમાત્મા બનાવવા માટેની શ્રેષ્ઠ શિક્ષા જગતને આ બાળકોના સંબોધનમાંથી પ્રાપ્ત થઈ. ખરું કહીએ તો આપણે ક્યાં હજુ પ્રૌઢ થયા છીએ?

શરીર નહીં પણ આત્માને કેન્દ્રમાં રાખી જીવન જીવવાનું છે. કઈ રીતે આપણે આપણી એકાગ્રતાને  શરીર પરથી આત્મા ઉપર લઈ જઈશું? જે મન સતત દુન્યવી લૌકિક બાબતોમાં રોકાયેલું છે તેને આત્માની સારસંભાળમાં કેવી રીતે જોડીશું?

“ઇચ્છા નિરોધ તપ” આ છે આપણો અખંડ પુરુષાર્થ.

એવી અનેક બાબતો છે જે કરવા માટે આપણું મન ઉત્સુક છે. મન જ્યારે જ્યારે બહારમાં આનંદ મેળવવાનો પ્રયાસ કરે ત્યારે તે મનને અંદર વાળવું. અનંતકાળથી પરિભ્રમણ કરતાં અનેક મનુષ્યભવ મળ્યા પણ આ મન નિરંકુશપણે પોતાની મરજી પ્રમાણે ભટકતું રહ્યું છે. તે ક્યારેય કેળવાયું નથી.

મન હંમેશા અધિક ઇચ્છે છે, મનની તૃષ્ણા ક્યારેય સંતોષાતી નથી. તે જ્યારે કંઈ માંગે ત્યારે તેની એ માંગણી યોગ્ય છે ખરી? શું ખરેખર તે વસ્તુ કે પછી એવા કોઈ અનુભવની મને આવશ્યકતા છે? સમજણપૂર્વક જ્યારે તેને નિયંત્રિત કરતા રહીએ તો તે મન પવિત્ર અને સ્થિર થતું જશે. ધીરે ધીરે, પણ ચોક્કસપણે આપણી ઇચ્છાઓ શમાતી જશે અને આપણો આત્મા સ્વાવલંબી બનતો જશે. જે મન ઉધમખોર અને તોફાની હતું, જેને આપણે  સતત પંપાળી રહ્યા હતાં,  તે મનને હવે કળ અને બળથી, શમન અને દમન દ્વારા, વૈરાગ્ય અને પુરુષાર્થ થકી નિયંત્રિત કરવાના જાગૃત પ્રયત્નો શરૂ કરી તેને શાંત અને કહ્યાગરું બનાવવું છે.

પુરુષાર્થ હવે એક જ છે, મનની ચોકી કરતા રહેવું. તેની ઇચ્છાઓના પૂરમાં તણાઈ ન જવું. જરૂરિયાતથી જ જીવવું. માનસપટ્ટ પર ઇચ્છાઓનું રંગબેરંગી લોભામણું ચિત્ર પળે પળે બદલાતું રહે છે. મનની મિથ્યા માન્યતાઓ અને કલ્પનાઓથી આપણું મૂળ અસ્તિત્વ ઘેરાયેલું છે. સ્વપ્નમાં રાચીએ છીએ અને અસત્યમાં જીવીએ છીએ. તે બદલાતા ચિત્રમાં સત્યનો શાશ્વત રંગ ઉમેરવાની જરૂર છે. જેમ જેમ અધ્યાત્મના રંગોથી તે માનસપટ્ટ શ્વેત, પવિત્ર બનતું જશે તેમ તેમ ઇચ્છાઓનું જોર ઘટતું જશે. મન ઉપર થયેલા વિજયનો આનંદ અપાર છે, અદ્વિતિય છે. તે  આપણા પુરુષાર્થને વધુ વેગવંતો બનાવશે. અન્ય વસ્તુ ઉપર મારું જીવન ટકેલું નથી - આ અહેસાસ કેટલું અધિક આત્મબળ ખીલવે છે!

તે મન શુભ અને શુદ્ધ વિચારો અને ભાવો કરતું રહે તે માટે તે મનને એવા કાર્યોમાં રોકી રાખવું જેનાથી તે સંસારમાં ભમે નહીં. જે અન્ય છે, પર છે તેમાં તે પોતાપણું કરે ત્યારે તે મનને સમજાવીને પાછું વાળવું. નિયંત્રિત થયેલું મન સમય જતાં આત્મામાં લીન થતું જશે. આ પુરુષાર્થ દ્વારા અનંત મહાયોગીઓ મુક્ત થયા છે.

પ. પૂ. ભાઈશ્રી જ્યારે નેત્રો બંધ કરીને બેઠા છે, ત્યારે તેમની શાંત જ્ઞાનમય મુખમુદ્રા મૌનપણે ઘણું કહી જાય છે. તેઓ અંતરમાં આનંદના હિલોળા લઈ રહ્યા છે. તેમને  જોતાં જ વેદાય કે સુખ બહારમાં નથી અંતરમાં છે. તેમનો પ્રસન્ન ચહેરો અન્યને સ્પષ્ટપણે પ્રેરે છે કે તું અંતરમાં જા, તને પણ તે સમાધિનું અવ્યાબાધ સુખ પ્રાપ્ત થશે. સાચું શાશ્વત સુખ જ્યાં રહ્યું છે ત્યાં જ તેની શોધ કરાય.

બે વર્ષ સુધી મહાત્મા ગાંધીજીને શ્રીમદ્દજીનું પ્રત્યક્ષ સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. તેઓ બન્ને ઘણા યુવાન. ગાંધીજીની ગુણગ્રાહ્ય એકાગ્રતાએ, શ્રીમદ્દજીમાં રહેલા પ્રચુર વૈરાગ્યનો, ઉદાસીન ભાવનો જીવંત અનુભવ કર્યો હતો. તેઓ શ્રીમદ્દજીનાં દિવ્ય ચારિત્રના પૂજારી બની ગયા હતા. ગાંધીજી લખી ગયા છે કે “અપૂર્વ અવસરની ગાથાઓમાં જે અદભુત અને અનન્ય વૈરાગ્ય ભાવ વ્યક્ત થયો છે, અસંગતા અને નિર્લેપતાની પરાકાષ્ઠા વર્ણવી છે તે મેં તેમનામાં જોઈ છે, અનુભવી છે.” દુન્યવી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે તેઓ મોહ કે મમત્વ ભાવથી જોડાયા ન હતા. તેઓ કેવળ આત્મરામી હતા. નિર્મોહી વાત્સલ્ય ભાવે વ્યવહારો કરતા. અનાસક્ત અડોલ સ્વપરિણામી  શ્રીમદ્દજી અન્યત્વ ભાવનાનો પર્યાય હતા.

અનુશાસનયુક્ત, યમ અને નિયમને પાળતું, ઉચ્ચ આધ્યાત્મિક જીવન જે જીવે છે તેનું મન સુખની શોધમાં બહાર ભટકવા જતું નથી. ઇન્દ્રિયોનાં પ્રલોભનો તેને પ્રભાવિત કરી શકતા નથી. તે તો સંયમની પગદંડી ઉપર સંવેગથી મોક્ષ તરફ પ્રયાણ કરતા રહે છે. સુખ અતીન્દ્રિય છે અને તે ઇન્દ્રિયથી અગોચર છે, એવું જેમનું જીવન વલણ છે તેવા શ્રીમદ્જીએ, ટાટાનું આશ્ચર્ય ઊપજાવે એવું વિલાયતી વસ્તુઓથી સજ્જ ઘર જોઈ, જરા પણ પ્રભાવિત થયા વિના કહી દીધું “આને કોણ ભોગવશે?”

અઢળક આનંદ અંતરમાં ઢંકાયેલો રહ્યો છે. ચૈતન્ય આત્મા આનંદનો ઘન છે. તેનો જ્ઞાન ઉપયોગ જો બહારથી પાછો વળે, તેની સૂરતા આત્માનુલક્ષી બને, આ વિશ્વથી, સંસારની તમામ અવસ્થાઓથી તે પોતાને અલિપ્ત રાખે, તો તે સમાધિસુખને અવશ્ય વરે.

વિલિયમ શેક્સપિયર કહેતા તેમ, “આ દુનિયા એક રંગમંચ છે, અને દરેક વ્યક્તિ અહીં એક કલાકાર છે જે પોતાની અનેરી અલાયદી ભૂમિકા ભજવી રહ્યો છે.”

આ રંગમંચ પર કર્મનું શાસન છે, વર્ચસ્વ છે. પણ યાદ રાખવાનું છે કે તે સ્વપ્નની દુનિયા છે, તે આપણી ખરી વાસ્તવિક દુનિયા નથી. તે બાહ્ય કિરદારને નિર્મોહી ભાવે ભજવતા રહીએ પણ અંતરની જ્ઞાનાનંદની ખરી દુનિયાની ઉપેક્ષા ક્યારેય ન થાય તેની જાગૃતિ રાખવાની છે.

મોકો કહાં ઢૂંઢે રે બંદે

મૈં તો તેરે પાસ મે...

 


Feedback and share

We would love to hear your thoughts, contemplations, insights, poetry, video clips, quotes and images. Collectively we learn. You can email us at: contemplate@rajsaubhag.org


Inspiration Wall

Below we share from our audience. We learn from each other. Be inspired to read - others might have perspectives which we may not have thought of before.

373709-William-Shakespeare-Quote-All-the-world-s-a-stage.jpg