Goal 1: Be Ethical

I shall remain ethical and not compromise my values for any material gain.

ધ્યેય 1: નીતિમત્તા અને પ્રામાણિકતા

નિત્તિમતા અને પ્રામાણિકતાનું ઉચ્ચત્તમ ધોરણ હું જાળવી રાખીશ. અર્થ ઉપાર્જન કે ભૌતિક લાભ માટે હું ધર્મને સગવડીયો નહીં બનાવું. અનિતિનો આશ્રય નહીં લઉં કે ક્યારેય અપ્રામાણિક નહીં બનું.

Creating a foundation for change and contemplation:

Here are some questions you can use to structure your thoughts in an objective and open manner. They are just a guide and we encourage you to be as broad and as open in your exploration as you can be. Please share your contemplations by clicking on the button below. You can choose to keep your thoughts anonymous.

Reflect - Where am I now

Contemplate - What does this goal really mean

Plan - How can I imbibe this in my life

Strive - Be positive, cultivate enthusiasm and inner energy

Implement - Put it into action

Observe - Evaluate, see the change and celebrate it

મનન : મારી વર્તમાન દશા શું છે? 

ચિંતન : આ દયેય કઈ રીતે મારા જીવનને ઉન્નત બનાવશે?

યોજના : હું કઈ રીતે આ બધું આચરણમાં મુકીશ?

પુરુષાર્થ : સકારાત્મક બનીને, અંતરમાં ઉત્સાહ વધારો તેમજ વીર્યબળ ને જગાડો.

અમલ : અમલમાં મુકો.

સ્વ અવલોકન : સ્વનું મુલ્યાંકન કરો. શું હું મારા જીવનમાં બદલાવ લાવી શકયો છું? જો લાવી શકયો હોઉં તો તેનું ગૌરવ અનુભવો. 


EXAMPLE QUESTIONS

Q:  Am I truly truthful?

Q:  Are small 'white' lies ever acceptable

Q:  What effect does lying to others have on my own character and being?

Q:  How long does it take me to admit to something unethical I have done?

Q:  What happens if I am caught in my unethical action? Do I admit it? Do I apologise whole heartedly or do I hold back? How easily do I blame others or the circumstances?

Q:  What excuses do I use (to myself and others) when I venture outside of my ethical values, and what are the root cause for these excuses?

Q:  How do I feel when I compromise my values? Justified? Guilty? Sad?

Q:  Why doesn't my guilt help me stay true to my values?

Q:  Do I see my goals in life aligned with my ethical values?

Q:  Do I really believe that the fruits of my actions will come back to me? Have there been examples in my life where I have seen this come true for me personally?

Q:  Does my want for something cloud my understanding of the ethics of that situation or can I remain clear minded and objective? (Do I contemplate what harm is done when wearing certain clothes, eating certain foods, travelling in certain transport?)

આંતરિક પરિવર્તન લાવવા તેમજ વિચારધારાને સૂક્ષ્મ બનાવવા માટે આ પ્રશ્નો આધાર બનશે:

પ્ર.   એવી કઈ આંતરિક વિચારધારા છે કે, જે મને અનૈતિક અને અપ્રમાણિક વ્યવહાર કરવાં પ્રેરણા આપે છે? ખોટું કરું છું અને તેને અંતરમાં યોગ્ય પણ માનું છું, તો તેના મૂળમાં કયો લોભ, કઈ તૃષ્ણા રહી છે? શું મારે આવા ખોટા બહાનાઓ આપીને મારા આત્માનો બચાવ કરતા રહેવું છે?

પ્ર.   બીજાને દુઃખ ન થાય માટે બોલાતા એવા નાના અસત્યોને, શું જીવનમાં સ્વીકારવા જોઇએ? શું હું આવા સફેદ જૂઠાણા બોલું છું અને બોલતો રહીશ?  

પ્ર.   શુ હું સાચેજ પ્રમાણિક રહ્યો છું? અસત્ય કે અનિતિનો આશ્રય હું ક્યારેય લેતો નથી?

પ્ર.   જો હું કોઈની સાથે કંઈ ખોટું કરું છું, કે ખોટું બોલું છું તો તેથી મારા ચારિત્ર અને અસ્તિત્વ ઉપર શું અસર થાય છે તેનો મેં ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે?

પ્ર.   મેં કરેલા અનૈતિક કાર્યને કબુલવા માટે મને કેટલો સમય લાગે છે ?  હું સરળ છું, કે પછી દાંમ્ભિક પ્રતિષ્ઠા મને વહાલી છે? 

પ્ર.   શું થાય જો હું અનૈતિક કાર્ય કરતા પકડાય જાઉં તો ? શું મારી ભૂલ કે અપરાધને કબુલી લેવાની નૈતિક હિંમત મારામાં છે? શું હું એની સાચા હૃદયથી માફી માંગવા તૈયાર થાઉં છું કે પછી મારા દંભ ને અહંકારને કારણે મારે માફી નથી માંગવી? કેટલી સહજતાથી હું બીજાને અથવા પરિસ્થિતિને મારા દુરાચાર માટે  જવાબદાર ઠેરવું છું ?

પ્ર.   જ્યારે હું મારા મૂલ્યોને ભુલીને ખોટું કરું છું ત્યારે અંતરમાં શું વેદાય છે? મે કંઈ જ ખોટું કર્યુ નથી એમ હુ માનુ છું કે પછી અપરાધી હોવાનો ડંખ મનમાં ખૂંચે છે? શું હું અંતરમાં દુઃખ અને ખેદ અનુભવું છું? શું મને આવું ડંખ ભર્યુ, દુઃખ અને ખેદ સાથેનું જીવન પસંદ છે?

પ્ર.   ખોટું કરતા મારો આત્મા કેમ ડરતો નથી? ઇશ્વરનો  ભય જીવને ખોટું કરતાં કેમ અટકાવતો નથી? કેમ હું નૈતિક મૂલ્યો ઉપર સ્થિર નથી રહી શકતો?  શું હું હવે રિઢો ગુનેગાર થઈ ગયો છું?

પ્ર.   શું હું મારા જીવન ધ્યેયને અને મારા નૈતિક મૂલ્યોને સાથે સમાંતર રાખી શકું છું?

પ્ર.   શું હું સાચેજ એમ માનુ છું કે મેં કરેલા કર્મોના ફળ મારે જ ભોગવવા પડશે? શું તેવા કોઈ દાખલા મારા જીવનમાં થયા છે કે, જેમાં મને એમ સમજાયું હોય કે આ તો મેં ખોટું કામ કર્યુ ને માટે આખા કુટુંબે એ ભોગવવું પડ્યું?

પ્ર.  શું સુખ ભોગવવાની પ્રબળ ઈચ્છા મારામાં રહેલી વિવેક શક્તિને ઢાંકી દે છે? નૈતિક મૂલ્યોની સમજણ ઉપર આવરણ લાવી દે છે? આર્થિક લાભ કે સંસારી ફાયદાઓની લોભામણી પરિસ્થિતિમાં પણ મારા જીવન ધ્યેય પ્રત્યે શું હું જાગૃત રહી શકું છું ? ( શું હું વિચાર કરૂ છું કે કેવું નુકશાન થશે જો હું અમુક પ્રકારના કપડાં પહેરીશ, અમુક પ્રકારનું ભોજન કરીશ, અમુક પ્રકારના વાહનો નો ઉપયોગ કરીશ?)


You can also email us at: contemplate@rajsaubhag.org


Insights from others

Below we will share some contemplations from our audience. Be inspired to read them - often others may have insights which we may not have thought of before. The insights might contain poetry, video clips and personal thoughts.

Being Ethical

What is being ethical?

Being ethical is not just being righteous but rather being appropriate in all that we do. Consequences of life may look similar but our responses may still differ. This definition of doing things aptly is gloriously visible in Param Pujya Bhaishree's life. He thinks before he acts. There are many perspectives and His divine awareness efficiently scans all of them. He is piously sensitive to everything that surrounds Him. His love, kindness, generosity, determination and understanding keep flowing in confluence. His priorities are perfectly set in such a manner that it benefits all. He truly is our role model. He has been able to interweave moral values and ethics in his life. He is our greatest inspiration.

How does a soul seeker remain ethical?

A soul seeker remains ethical by observing laws of the land but more importantly he moves through his life with humility, respect and kindness for others. Our life shall be ethical if we ardently follow Satguru's agnas. Seeing the world through His eyes, contemplating his preaching and then live appropriately. By living a simple life we shall be able to curb our greed. We won't need much wealth and thus won't use unethical corrupt ways to earn money.

What role does mind play in keeping us Ethical?

Mind is just a bundle of many thoughts. While we perceive, our mind too is much active. For most of us it remains bustling with many worldly desires. There is so much happening within us but most of it goes unregistered. Human mind can perceive things in many ways. Our mood swings does influence our perception, evaluation and our decisions too. Impressions are created, prejudices are built and many a times they aren't true. It is the power of discrimination ( vivek ) that guides our actions. Pure mind will filter and safeguard our soul from many negative influences. Along with our pure mind it's our inner conscience, the voice of the soul that shall lead us to act appropriately.

Let us ponder on "Living ethically"

Being ethical is being loyal in all our relationships. It is love, that keeps us loyal. Love has the power to identify and appreciate virtues. Goodness seen in others will deter us from being disloyal. Faith kept will thus not be betrayed.

Without integrity we cannot remain ethical. Honouring our promises and remaining committed to whatever we have pledged is integrity. We need to be careful in what we choose and do in life. Our choices will be based on our values and not on our personal likings or gains. We won’t do anything that shall harm others. Being ethical is to do what is right and appropriate, not what is easy.

Being ethical is a fundamental virtue. All the rest are born of it. Without it our soul shall ever remain fraudulent.

Benefits of being ethical

1) Though living in uncertainty, "Moralistic Approach" will stop us from worrying and keep us comfortable.

2) There are always different challenges encountered each day and each week but we shall enjoy tackling them.

3) There's nothing to hide and so there is no fear.

4) Trustworthy, we shall be liked and respected by all.

5) Positive and happy we shall feel holy and divine from within.

6) Our life shall not be a burden but will become "His Grace"

7) We shall become eligible to climb higher spiritual peaks.

Conclusion

Bhaishree is epitome of any virtue that we can think of. Everything he does seems so appropriate. Patience and mindfulness makes him appropriate. Let us cultivate these two virtues and master the art which he already has.

Living Example of Today's Contemporary World

In 1987, Tennessee State University invited Oprah to speak at their commencement. By then, she had her own show, was nationally syndicated, she'd made a movie, had been nominated for an Oscar and founded her company, Harpo. But she told them, she could not come and give a speech unless she had earned a degree on her own. So, she finished her coursework, she turned in her final paper and she got the degree and then gave the speech.

મૂલ્યનિષ્ટ પ્રામાણિક જીવન

મૂલ્યનિષ્ઠ પ્રામાણિક જીવન એટલે નીતિમત્તા સાથેનું સત્યને અનુસરતું સદાચારી જીવન. સમજણપૂર્વક્ વિચારીને દરેક કાર્યો કરવાં, કે જેથી દરેક કાર્યોનું ઔચિત્ય જળવાય અને તે યથાયોગ્ય રીતે પાર પડે.

મૂલ્યનિષ્ઠપણું, સત્યપરાયણતા આપણે કોને ગણીશુ?

ભાઈશ્રીને નિહાળીએ તો એમના જીવનમાં સત્યપરાયણતા, નીતિમત્તા કે પછી ન્યાયસંપન્ન વ્યવહાર ઉત્તમ રીતે ચરિતાર્થ થતો દેખાશે. અખૂટ ધીરજના સ્વામી તેઓ ક્યારેય ઉતાવળ કરતા નથી, શાંતિ અને સમભાવ સાથે પ્રવહ્તુ તેમના જ્ઞાનમય જીવનનો વિચાર કરીએ તો આપણા અંતરમાં અજવાળાં થાય છે. પરિસ્થિતિઓ એક સરખી હોય છતાંયે ભાઈશ્રીનો પ્રતિભાવ એક સરખો હોય અને ન પણ હોય. તેમની જ્ઞાનશક્તિ સર્વાંગી રીતે વસ્તુસ્થિતિને સૂક્ષ્મ રીતે સમજી જાય છે. સંવેદનાત્મક, તેમની પવિત્ર લાગણીઓ બધાંને પ્રેમ કરે છે અને છતાંએ તેઓ કોઇની સાથે મોહથી બંધાતા નથી. તેઓ બરાબર સમજે છે કે, કયું કાર્ય ક્યારે કરવું. તેઓ આખી વ્યવસ્થા એવી રીતે ગોઠવે કે સહુનું કલ્યાણ તેમાં સમાયેલું હોય. આધ્યાત્મિક મૂલ્યોને સાચવીને, પરમાર્થના લક્ષે થતા તેઓના તમામ વ્યવહારિક કાર્યોમાં ધીરજ, પ્રેમ, કરુણા, ઉદારતા, ઊંડી સમજણ, ઉત્તમ આયોજન, દ્રઢ સંકલ્પ જેવા અનેક ગુણો જોવા મળે. તેઓ આપણા આદર્શ છે, તેમનું જીવન એ શાસ્ત્રનો સાર છે.

કઈ રીતે એક સાધક સતત પ્રામાણિક અને આધ્યાત્મિક રહી શકે?

પ્રગતિ કરવાં માટે સહુને એક સરખી તક મળે અને આખો સમાજ સુખી થાય તે અર્થે લોકતંત્રમાં કાયદાઓ ઘડાયા હોય છે. દરેક નાગરિકે તેનું પાલન કરવું જ રહ્યું. એક સાધક પહેલાં એક સારો મનુષ્ય અને નાગરિક હોવો જોઇયે. સાત્વિક, સદાચારી અને દંભ વગરનું જીવન જીવવાની સાથોસાથ તેના વ્યવહારમાં  વિનય, વિવેક, પ્રેમ અને કરુણાના ગુણો ભરપુર વણાયેલા હોવા જોઇએ

ગુરુએ આપેલી આજ્ઞાઓ જો તે અપૂર્વ રુચિ અને નિષ્ઠાથી પાળે તો તે મોટા ભાગના દોષોથી બચી જાય છે. તેનું મન પવિત્ર થતું જાય, પ્રજ્ઞા ખીલવા લાગે અને વિશ્વ વત્સલ ભાવને અંતરમાં ધારણ કરી ઉત્તમ અહિંસાને તે પાળતો થાય છે.

જો નીતિમત્તા અને પ્રામાણિકતાને કાયમ માટે જાળવવા હશે તો આપણે સાદગીભર્યુ સંતોષી જીવન અપનાવવુ પડશે. સગવડ કરતાં વધારે, શાંતિ અને સંતોષમાં રહેલા સુખનો વિચાર કરવો પડશે. જીવનની જરૂરિયાત જ્યાં ઓછી છે ત્યાં કમાવા માટે અનિતીનો આશરો લેવો પડતો નથી. દરેકે હિંમતપૂર્વક પોતાની જીવન શૈલીને બદલાવવી પડશે અને ત્યારેજ આમૂલ પરિવર્તન સર્જાશે. આવું બાહ્ય જીવન આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. તે વગર સાધક સિદ્ધિના પંથે સંવેગથી આગળ નથી વધી શકતો.

આપણું મન શું કરી રહ્યું છે?  કેવી કેવી ભૂમિકા તે ભજવી રહ્યું છે?  અર્થપૂર્ણ પ્રામાણિક જીવન જીવવા માટે તે સહાય કરી રહ્યું છે ખરું?

આવું સત્યનિષ્ઠ જીવન જીવવું હશે તો આપણે આપણા મનને પ્રથમ સમજી તેને વૈરાગ્ય અને અભ્યાસથી વ્યવસ્થિત કરવું પડશે.

એક સાથે અનેક વિચારો આ મનના દરિયામાં ઉભરાતા રહે છે અને પાછા શમી પણ જાય છે. એક તરફ દ્રશ્ય જગતને જોવાની સમજવાની ક્રિયા ચાલુ છે અને તેજ ક્ષણે આંતરમનમાં અન્ય કેટલા બધાં વિચારો પણ ચાલી રહ્યા છે. અજ્ઞાની મનુષ્યોના મન મોહભાવથી ખરડાયેલા હોય છે. ઈંન્દ્રિયના વિષયો પ્રત્યે તે મન સતત દોડતું રહે છે. ડગલે ને પગલે તેને કષાયજન્ય પરિણામો થતા રહે છે. આટઆટલું થતું હોવા છતાં મોટા ભાગના મનુષ્યો પોતાના અંતરમાં થઈ રહેલા પરિણામોથી તદન અજાણ છે. કેવી દયાજનક અવસ્થા. આશ્રવના દ્વારો ખુલ્લાં છે, પાપો પ્રવેશી રહ્યાં છે, આત્મા કલંકિત થઈ રહ્યો છે છતાં તે તો પોતાને સાચો અને સારો જ ગણે છે.

મન ઉપર અનેક પ્રભાવો પડી રહ્યા છે. તે ક્યારે કેવી રીતે વર્તશે તે કંઈ કહી ન શકાય. મન જો અપવિત્ર છે તો તેની જોવાની દ્રષ્ટિ, મુલ્યાંકન શક્તિ, નિર્ણયો, સંકલ્પબળ આવા અનેક અગત્યના પાસાઓ ઊપર તેની અવળી, વિપરીત અસર પડશે. માનસપટ પર કેટલીએ છાપો અંકિત થઈ રહી છે અને પૂર્વગ્રહો બંધાઈ રહ્યા છે. તે ભ્રામિક પણ હોય શકે છે.

સર્વ પ્રથમ મન પવિત્ર અને ચિત્ત અધ્યાત્મ ભાવથી ભુષિત રહે તેવું આયોજન કરવું જોઈએ. જો મન સ્થિર અને શાંત હશે તો યથાયોગ્ય રીતે વિવેકપૂર્વક વિચારીને બધાં કાર્યો થશે. મનની સાથોસાથ અંતરના ઊંડાણમાંથી આત્માનું મૌન પણ ઘણું કહેતું હોય છે. મન સ્થિર હોય તો તે આત્માનો અવાજ સંભળાય છે કે જે હંમેશા સત્યમાર્ગે જીવને દોરે છે.      

સુશીલ, સાત્વિક, ધર્મપરાયણ, લૌકિક જીવનનો વિચાર કરીએ

પૂર્વના ઋણાનુબંધથી આપણે સહુ એક બીજા સાથે જોડાયેલા છીએ. જો સુશીલ અને સાત્વિક જીવન જીવવું હશે તો તમામ સંબંધોને વફાદારી પૂર્વક નિભાવવા જોશે. ખાસ કરીને એક ઘરમાં સાથે રહેતા કે નજીકના કુટુંબીજનો સાથેના, નિકટના મિત્રો અને સ્વજનો  સાથેના આપણા અંગત સંબંધો પ્રત્યે ખૂબ જવાબદારીભર્યું વલણ રાખવું પડશે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે ગુણોની સ્તવના અને દોષોની ઉપેક્ષા કરે છે. મોહથી નહીં પણ પ્રેમથી સંબંધોને સાચવી ઋણાનુબંધોને આ જ ભવમાં જેટલા બની શકે તેટલા પૂરા કરવાના છે. સાથોસાથ અન્ય જીવાત્માઓ સાથે નવા ન બંધાય, તેની કાળજી લેવાની છે. અંતરની લાગણીઓ ઘણી મોંઘી છે, તેને લૌકિક જીવનમાં અન્ય આત્માઓ સાથે મોહથી ઓતપ્રોત થઈને વેડફી નાખવાની નથી પણ સદ્દગુરુ અને સત્તદેવ પ્રત્યે વહેવડાવી જીવનને અક્ષય બનાવવાનું છે.

અખંડપણે નીતિમત્ત રહેવું હોય તો દરેક કાર્યને ધ્યાનપૂર્વક કરવું જોઇશે. ઇચ્છા કે ફાયદાઓને બદલે મૂલ્યો આધારિત જીવન જીવવા દ્રઢ સંકલ્પતીત થવું પડશે. એવું કશું નહીં કરીએૈ જેથી અન્ય દુઃખી થાય. સત્યનિષ્ઠ જીવન એટલે યથાયોગ્ય જીવન, સંજોગો કપરા આવે તો સહેલો ટૂંકો રસ્તો લઈ અધર્મ સાથે આગળ ન વધાય. પ્રામાણિક રહીને સંજોગો સાથે સંઘર્ષ કરી જે ફળ આવે તેનો શાંત સ્વીકાર કરવાનો છે.

નીતિમત્તા અને પ્રામાણિકતા એ મૂળ ગુણ છે. જો આ ગુણો નથી તો અન્ય કોઈ ગુણો મદદરૂપ નહીં થય. સત્સંગ અને બાકી બધાં સત્ યોગો ફળીભુત નહીં થાય. પવિત્રતાના આ પાયા છે. તેના વગર મનુષ્યભવ નિરર્થક નીવડે છે. આપણો આત્મા અપરાધીજ રહેશે.

નીતિમતા અને પ્રામાણિક જીવન જીવવાનો લાભ
1) જીવન ભલે અનિશ્ચિત હોય પણ જે સત્યને વળગી રહે છે અને વિચારપ્રધાન જીવન જીવે છે તેને કોઈ ફીકર રહેતી નથી.
2) તેની સહન કરવાની શક્તિ વધતી જાય છે. ત્રિવિધ તાપાગ્નિથી ઘેરાયેલો હોવા છતાં તે શાંત રહી શકે છે.
3) જીવન પારદર્શક છે. તેને કંઈ છૂપાવવાનું નથી માટે તેને કોઈ ભય નથી.
4) તે સહુનો વિશ્વાસપાત્ર, ચહીતો અને માનીતો બની જાય છે.
5) પ્રેમ, આનંદ અને  ઉત્સાહ સાથેનું પુણ્યાત્મક જીવન જીવવાની ધન્યતા અનુભવે છે.
6) આવું જીવન જીવનારો એ ધરતી ઊપર બોજ નહીં પણ ઈશ્વરની ક્રૃપા બની જાય છે.
7) આવો પાત્ર જીવ આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.

ફાયદાઓ ઘણાં છે અહીં ઊપર થોડાજ જણાવેલા છે.

ઉપસંહાર:

કોઈ પણ ગુણનો વિચાર કરીએ તો ભાઇશ્રીમાં તે ઉત્તમ રીતે ખીલેલા દેખાય. તેઓ જે કંઈ કરે છે તે કેટલું બધુ યોગ્ય હોય છે. ધીરજ અને આંતર જાગૃત્તિને કારણે તેઓના તમામ કાર્યો સ્વ અને પરનું કલ્યાણ યથાર્થ રીતે કરી શકે છે.

વર્તમાન કાળમાં પણ સત્યનિષ્ઠાના ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે:

ઓપ્રાહ વિન્ફ્રેય આ જગતનું એક બહુ લોકપ્રિય અને આદરપાત્ર નામ છે. ૧૯૮૭ ની સાલમાં બનેલી તેમના જીવનની આ ઘટના છે. પોતાના વિધાર્થીઓને સંબોધવા અર્થે, અમેરિકા સ્થિત, ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીએ, વિરલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાન મહિલાને બોલાવ્યા હતા. તે સમયે પણ પોતાના ટેલિવિઝન શો તેમજ ઑસ્કર એવોર્ડ માટે ચુંટાયેલ ચલચિત્ર થકી તેઓ ઘણા પ્રખ્યાત હતા. હાર્પો નામની પોતાની કંપની હતી કે જે ખૂબ કમાતી હતી. આટ આટલી સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત હોવા છતાં તેમણે આમંત્રણ ન સ્વીકાર્યુ અને વળતો જવાબ આપ્યો કે ત્યાંના વિધ્યાર્થીઓને સંબોધન કરવાં માટે તેઓ હજુ લાયક નથી, નાંની ઉમરે એટલા અધિક વ્યસ્ત થઈ ગયા કે તેમનું એક પેપર આપવાનું બાકી રહી ગયું હતું. યુનિવર્સિટી સ્વયં ડિગ્રી આપવા તૈયાર હતી પણ ઓપ્રાહને તે મંજૂર ન હતું. તેઓએ પોતે તૈયારી કરી પરીક્ષા આપી અને ડિગ્રી મેળવી અને પછી તેઓએ હ્રદયને સ્પર્શે, જીવન માટેનું સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાય એવું ભાષણ કર્યુ હતું. આ હતી તેમની નીતિમત્તા અને પ્રામાણિકતા. આવા આદર્શો હજુએ ઘણાં છે. ભાઈશ્રી તેમાં સર્વોપરી છે.

Be Ethical - Contemplations: વર્તમાનપુરુષાર્થ
આત્મા છે, નિત્ય છે, સમજણ, સ્થિરીકરણ સુવિચારણા પ.પૂ,બ્ર.નિષ્ઠ મીનળ બેન શ્રીજી સ્વાધ્યાય થી લેવા આખા બે સ્વાધ્યાય ઓન લIઈને જઈ ને નોટે કર્યા આમાં બધ્ધા સત્પુરુષો દ્વારા આપેલી સમજણ સિદ્ધિ શાસ્ત્ર માં આપેલા પ્રમાણ એક-એક મુદ્દો અદભુત, ચમત્કારિક રીતે સમજાવયા છે. જ્ઞાન કર્યા પછી ઉપયોગ પોતા તરફ વાળવા ઈંકલુડિંગ કષાય રસ્તો બતાવ્યો છે.

આત્મ લક્ષી પુરુષાર્થ આયોજન ખુબજ સરસ,મજાનું છે. જવાબદારી, જાગૃતિ અમલ ની ચિન્તા રહે છે. મહિના નું ટાઈમ ઓછૂ લાગે છે. પહેલા ચાલુ કર્યું હતું કોણ જાણે કેમ છૂટી ગયું હતું. હવે તો જવાબ આપવાનું છે. ઉત્સાહ,આનંદ રહે છે.

અમલ : જયારે-જયારે દેહ ની ક્રિયા થાય ત્યારે-ત્યારે ભેદ પાડવા જાગ્રતિ પ્રયાસ.સવારે આંખ ખુલી આત્મા છે તો,આજના દિવસ નો ઉપયોગ આત્માર્થ પુરુષાર્થ માં કરીશ. બ્રશ ની,દેહ ની ક્રિયા થાય છે હું આત્મા જોઉં,જાણું છું,તેમજ નહાવાની,ખાવાની દેહ આહારી, આહાર કરે છે,હું નિહારી નિહારું છું,સાથે વિચાર વળિયે દ્રશ્ય ને અદ્રશ્ય કરવા,મીનિંગ લેસ કરવા પ્રયત્ન આ સુખ કેટલા સમય નું છે, જેમ ગ્રહણ થાય તેમ ઘટે છે,સુખ ની પાછળ થાક છે. રાગ થી,પશ્ચાત દુઃખ, અલગ, અલગ શરીરોમાં, ચારગતિમાં ભોગવવા પડશે. વિષ મિલીઓ પક્વાન, ક્યાં રાચીએ શણ નો પ્રસંગ, દેહ ના સંગ થી નિહાર રૂપે ચેન્જ થઈ જશે, કપડાં,દાગીના મેલા, ઝાખાં થઈ જશે, ડિઝાઇન બદલાઈ જશે. જે સમયે જે મળે સંતોષ માં રહે, પ્રાપ્ત ને પર્યાપ્ત જાણ,માણ.

સાથે આત્મા ના ગુણ-લક્ષણ વિચાર આત્મા ની સામે જે આવે એનું જ્ઞાન કરે છે.દ્રષ્ટિ, સ્વાદ દ્વારા. જેનું જે કાર્ય છે તે કરે છે, આત્મા છે તો?એનાથી તદાકાર નથી થવાતું, ક્યારે ખાઉં,કેટલું ખાઉં જાગ્રતિ રહે છે. ભાવ આવયા? ખબર કોને પડી ? આત્મા છે તો ? શરીરી, સંસારી, કષાયી છે, હેય છે, લેટ ઈટ ગો, એનાથી સઁકલ્પ-વિકલ્પ ટૂંકા,મંદ પડે છે. અનિત્ય વિચારણા થી રાગ-દ્વેષ મંદ, ચિત્ત અધ્યાત્મમય રહે છે. શન્તિ, સુખ, આનાંદ રહે છે.

અઠવાડીએ એક વાર શ્રી વચનામૃતજી માં થી વાંચુ છું. ભિખારી ખેદ પ્રમાણ શિક્ષા વિચારું છું ઓન લાઈન વાંચું છું. આત્મા નિત્ય છે સુવિચારણા આજ થી અશરણ ભાવના સાથે શરૂ કરું છું. પ્રસંગો માં પર પક્કડ આસક્તિ કેટલી મોળી પડી, અથવા વૃત્તિ જોર કરી ગઈ આંતર સ્થિતિ વિગેરે, પુરુષાર્થ જાણ કરીશ. જુદી નોંધઃ કરવા ને જણાવવા પ્રયત્ન કરીશ. પુરુષાર્થ બરાબર કરું છું કે નહિ? ક્ર્પ્યા જાણ કરશો. મુખ થી જ્ઞાન કથે અંતર છૂટ્યો ન મોહ, ભાખે વાણી માંહી વિગેરે શુષ્ક જ્ઞાન, સ્વછ્ન્દ થી ભરેલી છું. પર્સનલ માર્ગદર્શન આપને યોગ્ય લાગે તો જરૂર થી કરશો. પાંચે સદ્દગુરુવર્યો, બધ્ધા બ્રહ્મનિષ્ઠો ને અત્યન્ત ભક્તિ થી કોટીશ-કોટીશ પ્રણામ

- Shared by a mumukshu.