Goal 8: Respond Versus React

Goal 8:

Respond versus React

I will respond and not react. Calm and composed, I shall never make haste. Patience and tolerance are two most important virtues that I want to develop in me. Slow and steady, I want to remain mindful. With profound equanimity, I want to deal with all that comes my way.

ધ્યેય ૮:

પરિપક્વ વિ. અપરિપક્વ 

ભલે જીવન ગતિશીલ હોય પણ હું મારી ધીરજ નહિ ખોઉં. કોઈ પણ કાર્ય હું ઉતાવળે નહિ કરું. આંતરજાગૃત્તિને ટકાવવા માટે ધીરજ અને સહનશીલતાના ગુણો ખુબ જરૂરી છે. ઉદય કર્મને હું સમભાવે ભોગવીશ. મારું જીવન સમાધિ સ્વરૂપ બનાવીશ.

Goal 8 combined.jpg

The Choice: React or Respond

Whatever is happening in our life is neither good nor bad, neither fair nor unfair. It just is.

This attitude of acceptance brings peace into our hearts, and allows us to respond to every situation mindfully and compassionately. We can think about the longer term impact of what we say or do. We can choose to respond in a way that we won’t later regret.

Whenever any event unfolds in our life, it is important to remember that there must be a cause. There is a cause for every effect. Even as babies we learn that everything happens for a reason. Pushing an object will cause it to move, crying will cause people to give the baby attention, and bumping into something will cause body pain.

As we get older and events become more complex, it is not as simple to understand the cause and effect linkages. So when something doesn’t go as we had hoped, we are unable to grasp the true cause, and so we start to look for something to blame. More than ourselves we usually blame others and get frustrated.

Let us ask ourselves honestly:

Do I respond or do I react to life?
Am I mindful or am I impulsive?
Do emotions control my mind?

We always have a choice of how to respond, but we must be driving with enough awareness, and slowly enough, to make the right decision.

 

What is a reaction?

A reaction is instant. It is driven by beliefs, biases and prejudices of the unconscious mind. The unconscious mind is a reservoir of feelings, thoughts, urges and memories that exists outside of our conscious awareness. Most of these are negative emotions. What does it mean to do something “without thinking”. It means that the subconscious mind is running the show.

A reaction is based in the moment, and doesn’t take into consideration long term effects of what is said or done. A reaction is survival-oriented and on some level a defense mechanism. Sometimes the consequences are okay, but often a reaction is something you regret later.

What is a response?

A response usually comes more slowly. It is based on information from both the conscious mind and subconscious mind. A response will consider the well-being of oneself as well as all those around you or those that will be later impacted by our actions. It takes account of the long term effects and stays in line with your core values. Rising above the situation is responding. This means taking a pause and being mindful. This means not getting upset or triggered by emotions, but remaining calm and peaceful. The urge to act irrationally will arise but just keep watching it, and let it go.

When I look back on my knee-jerk reactions now, I realize I should have just taken a breath.
— Fred Durst

Here’s a real life example of the difference. On a Saturday evening the restaurant was full. Engrossed in conversation the guest were relishing their favourite dishes  On table number 7 a lady spotted a cockroach on the saree of another lady sitting opposite her. In a quick rush she reacted and pointed out to the lady who was unaware of the cockroach crawling on her saree. She too panicked and out of fear screamed. The frightened cockroach flew and soon settled on a lady sitting on table number 8. She too reacted similarly and now the cockroach took a flight and landed on a waiter’s elbow. The smart waiter, slowly and cautiously walked out of the restaurant and got rid of the cockroach. While the ladies reacted, the waiter who wasn’t much educated, wisely responded.

The starting point is acceptance

To cultivate the skill of responding rather than reacting, we must learn first to accept every situation. Only then can we give it a considered response. Acceptance requires remembering that we do not have control over our destiny. Consequences of life will suddenly erupt. The most unexpected shall happen. The real challenge is to gladly accept it.

Acceptance is not surrendering to life, or accepting defeat but rather addressing the problem in the most skillful way. When things don’t go our way, we must not become paralyzed by negative emotions such as anger, fear, resentment or regret. Instead we should take stock of the situation, build up tolerance and search for the best solution.

By choosing acceptance, we remind ourselves that what is happening in our life is neither good nor bad, neither fair nor unfair. It just is. So why not believe that whatever happens, happens for the best. It is what it is, but as the proverb says, “It will become, what you make of it.”

Acceptance is an act of trust. When I accept my current situation, I let go and know that if I continue aligning myself with the truth, I will be guided to where I need to go, and what I need to do.

We need to slow down

Our typical day looks something like this – waking up, rushing through shower, breakfast, driving to office, checking emails and social updates, meetings, doing real work, rushing through lunch, drive back home, watch TV, have dinner and  feeling drained off to bed late at night, only to wake up early morning again! With a never ending list to do, we keep running  against the time. Life has been a mad rush.

When we keep rushing through our life we actually miss out on the journey. We miss out on living in the present. We miss out on those precious moments of life. Instead of responding, we keep reacting. Emotions take charge of our mind and increasingly we behave in an unsound manner. At times we feel we are thinking but actually, we are rearranging our prejudices.

Do you have the patience to wait till your mud settles and the water is clear?
— Lao Tzu

Let us observe Bhaishree.

Soaked in awareness, all His responses are full of warmth and love. He patiently waits and takes a step back, understands and analyses the situation. Only thereafter he acts.

Bhaishree with Sunset.jpg

જવાબદારીભર્યું વલણ

આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, તે ન તો સારું છે કે ન ખરાબ, ન યોગ્ય છે કે ન અયોગ્ય. જે છે તે છે. કોઈ ભાવ કે પ્રતિભાવ નહીં. જ્ઞાતા ભાવે માત્ર સાક્ષી રહેવું છે. આ છે વીતરાગ બનવા માટેનો મહામાર્ગ. સાધના અને સમાધિના પંથે, મૌનમાંથી પ્રગટ થતી શાંતિ અને શાંતિમાંથી પ્રગટ થતું મન અને વાણીનું મૌન.

કોઈ પણ પરિસ્થિતિનો જ્યારે આપણે સહજ સ્વીકાર કરી શકીએ છીએ ત્યારે મનમાં શાંતિ વેદાય છે અને હૈયામાં આનંદ ઉભરાય છે.  આ આનંદ જુદો જ છે, ન્યારો છે. તે આનંદમાં એક મીઠી સમજણ છે, જે થાય છે તે બરાબર યોગ્ય છે. જે બનનાર છે તે ફરનાર નથી અને જે ફરનાર છે તે બનનાર નથી. ઉદય કર્મને અનુસરવાનો આ પ્રયત્ન છે. હે પ્રભુ ! તે બધા જ સંજોગોને મારા કલ્યાણ માટે જ સર્જ્યા છે એ મને પૂર્ણ શ્રધ્ધા છે. અંતરમાં આવી શાંતિ જાળવી શકીએ તો આપણે જાગૃતિ અને સમજણ સાથે જીવનનો સામનો કરતા થઈશું. અંદરની આ શાંતિ આપણી સાથે જોડાયેલા બધાને સમતા ભાવના વર્તુળમાં ધરી રાખશે. જીવન ધન્ય થતું રહેશે.

જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે અને થવાનું છે તેની પાછળ ચોક્કસ કોઈ નક્કર કારણ રહ્યું છે. કારણ વગર કાર્ય થતું નથી. નાના હતાં ત્યારે સમજાયું કે જો રમકડું ચલાવવું હશે તો ચાવી મારવી પડશે અથવા તો પાવરની સ્વીચને દબાવવી પડશે. જો હું રડીશ તો મારું ધાર્યું થશે. જો હું ક્યાંય ભટકાઈ જઈશ તો મને વાગી જશે.

જેમ મોટા થતાં જઇએ તેમ જીવનની સમસ્યાઓ વધુ જટિલ અને ગંભીર થતી જાય છે ત્યારે આ કારણ-કાર્ય સંબંધને વધુ સૂક્ષ્મ રીતે જાણવો જરૂરી બની જાય છે. આપણું જીવન, પ્રકૃતિ અને સ્વભાવ, વિચારધારા અને  ઇચ્છાઓ, આશય અને અભિગમ ઉપર જો આપણે લક્ષ આપીએ, તેને બરાબર તપાસીએ તો આ કારણ-કાર્ય સંબંધનું વિશ્લેષણ યોગ્ય રીતે કરી શકીશું. જીવનભરનો આ પુરુષાર્થ છે.


ધાર્યા પ્રમાણે જ્યારે નથી થતું ત્યારે સમજાતું નથી કે કેમ આમ બન્યું હશે? મૂંઝાઈ જઇએ, અસ્વસ્થ બની જઇએ ત્યારે માનસિક સમતુલન ખોઈ બેસીએ છીએ. અન્યના દોષ જોવાની ટેવને કારણે આપણે કાં તો કોઈ અન્ય વ્યક્તિ ઉપર, અથવા તો પરિસ્થિતિ ઉપર દોષારોપણ કરી દઈએ છીએ.

જીવન પ્રત્યેનું મારું વલણ કેવું છે તેનો સાચો ઉત્તર નિર્દંભપણે આપવાનો છે.

१) શું હું વિચારપૂર્વક વર્તું છું કે ઉતાવળે તુરંત પ્રતિભાવ આપી દઉં છું?
२) ધીરજને કેળવી, જાગૃતિ અને સમજણ સાથે હું મારા ઉદય કર્મોને ભોગવું છું કે પછી આવેગજન્ય પરિણામો સાથે પ્રતિક્રિયાઓ તાત્કાલિક હોય છે?
३) શું સંસારી લાગણીઓ અને ભાવોએ મારા મનને કબજે કરી લીધું છે?

જીવનના દરેક પગલે નાની કે મોટી સમસ્યાઓ ઊભી જ છે. પણ એ મારી ઉપર નિર્ભર છે કે ધીરજ કેળવીને શાંતિપૂર્વક તેનો સામનો કરવો કે ઉશ્કેરાઈ જઈ ઉતાવળે જવાબો આપવા અને કાર્યો  કરવા. પુરુષાર્થનો માર્ગ હરહંમેશ ખુલ્લો છે. હું જો ધારું તો સમભાવ રાખીને કર્મોને ખેરવી શકું.

અજાગૃતિ, અને વિચાર-રહિત વર્તન આપણે કોને કહીશું ?

તાબડતોબ, તત્ક્ષણ, વિચાર કર્યા વગર ભાવાવેશમાં આવી જઈને વર્તવું તે અજાગૃત, અપરિપક્વ માનસ સૂચવે છે. ઇચ્છાઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો અંદરમાં રહ્યાં છે. અંદરના આ પરિબળોના રંગે મન રંગાયેલું છે. આ અજાગૃત મનમાં મોહભાવ સહિતના સંકલ્પ અને વિકલ્પો ઊભા થતાં જ રહે છે. જૂની સ્મૃતિઓ, સુખ અને દુઃખની અગણિત લાગણીઓ, વિવિધ પ્રકારના અસંખ્યાત વિચારોથી તે મન ભર્યું પડ્યું છે. તે અશાંત, અસંતુષ્ટ અને અસ્થિર છે. સંસારી મોજાઓનો ઘુઘવાટ તે મનમાં ચાલતો જ રહે છે. ઊંઘમાં પણ તે મન સ્વપ્ન દર્શન કરતું રહે છે. આવા મનને આપણે આપણું જીવન સોપ્યું છે. ભાઈશ્રી ન મળ્યા હોત તો આવા મનનો પરિચય કોણ કરાવત?

આવું મન ક્ષણમાં ઉશ્કેરાઈ જાય,  આવેલી સમસ્યાઓનો, સામે ઉભેલી વ્યક્તિઓનો, ઘાત પ્રત્યાઘાતનો કે કોઈ પણ પ્રકારનો મન વિચાર કરતું નથી અને આવેગ સાથે ઉભરો બહાર વ્યક્ત કરી દે છે. ન બોલવાનાં વચનો બોલાઈ જાય છે અને કષાયજન્ય પરિણામો કરીને તે પોતે પીડાય છે તેમજ આખાય વાતાવરણને કલુષિત કરે છે. તે મન લાંબું વિચારી શકતું નથી. અન્યની વાતને, દ્રષ્ટિ કે આશયને સમજવાનો પ્રયાસ સુધ્ધાં કરતું નથી. જડ અને વક્ર બની વર્તે છે. ભયની લાગણીઓથી તે ઘેરાયેલું છે. કોઈ હાનિ ન પહોચાડે, નુકશાન ન થાય તે એક માત્ર લક્ષ છે. પોતાનો સ્વાર્થ એ જ મુખ્ય છે. આવું મન યથાયોગ્ય રીતે જીવનને  દોરવી શકતું નથી. નિર્ણયો ખોટા લેવાય છે અને ફરી ફરી પશ્ચાતાપ કરવાનો વારો આવતો રહે છે. ખેદ અને દુઃખની ધારા સતત ચાલુ રહે છે. અવિનય અને અવિવેકનું સામ્રાજ્ય એ આવા મનનું પરિણામ છે.

વિચારપૂર્વકનું વર્તન આપણે કોને કહીશું?

ધીરજ, ગંભીરતા, શાંતિ, સ્થિરતા અને સ્વસ્થતા કેળવીને, પરિસ્થિતિને બધી જ અપેક્ષાએ સમજી, અન્યની વાત અને આશયને પામી પોતાનું તેમજ અન્યનું ભલું થાય તે રીતે વર્તે તેને જાગૃત મન કહેવાય.

જો આધ્યાત્મિક હોય તો હું શરીર નથી આત્મા છું, કંઈ લઈને આવ્યો નથી અને કંઈ લઈ જવાનો નથી, આ બદલાતું જગત અનિત્ય છે, જે કાંઈ બની રહ્યું છે તે કર્મોનું ફળ છે, પોતે કરેલાં પોતે ભોગવી રહ્યો છે, આવા અનેક સિધ્ધાંતો મનમાં ધારણ કરીને તે પ્રતિભાવ આપે છે. ઉશ્કેરાટ, આવેગ, ખેદ કે ઘૃણામાંનું કંઈ નહીં. પ્રેમ, સમર્પણ, સેવા, બલિદાનના ભાવો તેના મનમાં રહેલા હોય છે. અન્યનું ભલું તે પ્રથમ ઇચ્છે છે. સહન કરવું અને ક્ષમા આપતા રહેવું, જો  ભૂલ થાય તો ક્ષમા માંગી પણ લેવી. બાહ્ય તેમજ અંદરના પરિબળોથી પોતે બચીને રહે છે. તટસ્થભાવે, તે યોગ્ય દિશામાં, કલ્યાણના પંથે ચાલતો જ રહે છે. આ છે વિચારપૂર્વકનું વર્તન.

વિચાર કર્યા વગર તોફાની જીવન વલણને યાદ કરું છું ત્યારે મને થાય છે કે, મેં ધીરજ કેળવીને એક ઊંડો શ્વાસ લીધો હોત તો સારુ હતું.
— ફ્રેડ ડર્સ્ટ

શનિવારનો દિવસ હતો. જમવા આવેલા માણસોથી તે લોકપ્રિય રેસ્ટોરેન્ટ  ભરેલી હતી. મન ગમતી  વાનગીઓ ખાવામાં અને વાતચીત કરવામાં સર્વે ડૂબેલા હતા. ત્યાં ७ નં ના ટેબલ ઉપર બેઠેલા રૂપાળા બહેને ચીસ પાડીને પોતાની સામે બેઠેલા બહેનનું લક્ષ દોરતા કહ્યું કે તમારી સાડી ઉપર વંદો ( cockroach) ચાલી રહ્યો છે. તે બેન હેબતાઈ ગયા અને ભયથી તેમણે પણ ચીસ પાડી અને ઊભા થઈ ગયા, જેથી તે વંદો ઊડીને ८ નં ના ટેબલ પર બીજી બહેન ઉપર જઈ બેઠો. ફરી ચીસ નીકળી અને તે વંદો ઊડી ત્યાંના એક કર્મચારી ઉપર જઈ બેઠો. તે પીરસનારો વેઈટર હતો. અકળાયા વગર, શાંતિ રાખી તે ધીમી ગતિએ દરવાજા તરફ ગયો અને બહાર જઈ  વંદાને દૂર કરી તે પાછો આવ્યો. ભયના આવેગમાં તે ભણેલા બહેનોએ આખી રેસ્ટોરેંટને ગજાવી દીધી. જ્યારે તે ન ભણેલા છતાં ઘડાયેલા વેઈટરે પરિસ્થિતિને સાચવી લીધી.


કર્મકૃત આ જીવનની તમામ પરિસ્થિતિઓનો શાંત ભાવે સ્વીકાર અને આવકાર એ પ્રથમ આવશ્યકતા છે. સ્વીકાર કરી લેવો એટલે કંઈ આપણે પરિસ્થિતિને નતમસ્તક થઈ ગયા કે પછી આપણે જીવનમાં હારી ગયા છીએ એવું નથી પણ સમજણ સાથે તેનો સામનો કરવાની તે એક કળા છે. જ્યારે ધારેલું થતું નથી ત્યારે મૂંઝવણ ન અનુભવતા તેને પડકાર સમજી યોગ્ય પુરુષાર્થમાં જોડાઈ જવું. આવા સંજોગોમાં, જે વ્યથિત થાય છે, પીડા અનુભવે છે, તેનું મન નકારાત્મક રીતે આગળ વધે છે. ક્રોધ અને કષાયથી તેનું માનસિક સમતુલન ડગમગી જાય છે અને ન લેવાના નિર્ણયો તે લઈ લે છે. પાછળથી પસ્તાવાનો વારો આવે છે.

શાંત સ્વીકાર એ માનસિક પ્રૌઢતા છે. આપણે સમભાવના ઘરમાં રહીને જે જવા માટે આવે છે એની સાથે જોડાતા નથી અને આત્માને કલંકિત થતાં બચાવી લઇએ છીએ. યાદ એ રાખવાનું છે કે સંજોગો ત્યારે જ સચવાશે જ્યારે પ્રથમ આત્માને અને મનને આપણે સાચવી શકીશું. જે થાય છે એ સારા માટે થાય છે આ એક શક્તિશાળી વિચાર છે જે કવચ જેવું કાર્ય કરે છે. અહીં બધું કર્મ પ્રમાણે ઘટે છે એટલે ન્યાય અન્યાયનો શો વિચાર કરવો? જે છે તે છે. હું મારા જ્ઞાન સ્વભાવી આત્માના જ્ઞાન ગુણમાં માત્ર સમાઈ જાઉં.

શાંત સ્વીકાર એ ખરેખર તો શ્રધ્ધા છે. વાસ્તવિકતાને સભાનતા સાથે આપણે જોઇએ છીએ ત્યારે આપોઆપ તેની સાથે એક લયબધ્ધતા સધાય છે. તે લય યથાયોગ્ય પુરુષાર્થ કરાવી જે દિશામાં ચાલવાનું છે ત્યાં તે વ્યવસ્થિત રીતે ચલાવે છે.

જરૂરિયાત એ છે કે આ ગતિશીલ જીવનમાં આપણે દોડતા અટકી જઈએ. ધીરજનો ગુણ ખીલવી જીવનને સમજી જીવીએ.

રોજીંદા જીવનનો આપણો દિવસ આ પ્રમાણેનો છે: સવારે ઉઠીએ છીએ, સ્નાન કરી નાસ્તો કરીએ છીએ, ગાડીમાં ઑફીસ પહોંચી, કંપ્યૂટર દ્વારા જે ઇમેલ આવ્યા હોય તેના જવાબ આપી અથવા તો ધંધાના આંકડાઓ સાથે મૂલ્યાંકન કરતા રહી વધુ કમાણીના આયોજનમાં ડૂબી જઈએ છીએ. ફરી ફરી સોશિયલ મિડિયા દ્વારા જગત સાથેનો સંપર્ક સાધતા રહીએ છીએ. સાંજે ઘરે આવી જમી, ટીવી જોઈ સૂઈ જતા હોઈએ છીએ. આ બધું ખૂબ માનસિક દબાણ અને  ઝડપ સાથે કરીએ છીએ, શારીરિક અસ્વસ્થતા તેમજ ઉપાધિઓ અને અવરોધો આવીને નડે છે. મોહ અને મિથ્યાત્વ ભાવમાં જીવન પૂર્ણ થઈ જાય છે.

જ્યારે આપણે ઉતાવળે બધું કરીએ છીએ ત્યારે વર્તમાનની ક્ષણ ક્ષણની જાગૃતિ રહેતી નથી. તે  ક્ષણોમાં રહેલી શાંતિ અને આનંદને માણી શકતા નથી. ચિંતામાં ડૂબેલા, સંસારની ઉપાધિઓમાં ખોવાયેલા રહીએ છીએ. મોહથી ખરડાયેલો આત્મા લૌકિક મોટાઈ અને ભૌતિક સુખની ઇચ્છામાં દીન, હીન, લાચાર બની જાય છે. આવી માનસિકતા મધ્યે જીવન પ્રત્યેનું વલણ વિચારપૂર્વકનું ક્યાંથી રહેવાનું ? અફસોસ ! મોટા ભાગના મનુષ્ય આ મહામૂલ્ય મનુષ્યભવને વેડફી નાખે છે.

“શુંં આપણામાં એટલી ધીરજ છે કે ડહોળાયેલા પાણીમાં રહેલો કચરો નીચે બેસી જાય અને તે પાણી સ્વચ્છ પીવા યોગ્ય બને.”
-લાઓ ઝૂ

ચાલો આપણા આદર્શ પ.પૂ.ભાઇશ્રીને નિહાળીએ.

આત્મ જાગૃતિમાં, જ્ઞાનભાવમાં તેઓ ડૂબેલા છે.  પ્રસન્નતામાંથી પ્રગટ થતી તેમની પ્રેમસભર ઉષ્મા સહુને આવકારે છે. તેઓમાં રહેલી અખૂટ ધીરજ રાહ જોવા તૈયાર છે અને પછી વિચાર કરવા એક ડગલું  પાછા પોતાના જાગૃત મનમાં વિશ્રામ કરીને, સંજોગોને સમજી, વ્યક્તિઓને જાણી, હેતુને લક્ષમાં રાખીને પછી કાર્યો કરે છે. તેમની સાથે આપણું જીવન પણ ધન્ય થઈ રહ્યું છે. ૐ તત્ સત્.