Goal 10: Be Happy and Spread Happiness

Goal 10:

Be Happy and Spread Happiness

I shall remain happy and spread happiness.

ધ્યેય ૧૦:

આનંદની પ્રસાદી

હું સદૈવ પ્રસન્ન રહીશ અને મારા અંતર આનંદની પ્રસાદીથી સર્વ જીવોને સુખ આપવાનો પ્રયત્ન કરતો રહીશ.

Goal 10 combined.jpg

Be Happy Spread Happiness

Bapuji laughing.jpg

How blissful and angelic our life would be if we could always be happy and be spreading happiness. If we look closely at our motivations, happiness is always our main goal. Happiness is the end result we desire from all our activities and efforts. Happiness is our eternal desire.

But what does it mean to be happy? What is its true source? Can anyone emain permanently happy?

We all seek happiness externally

Most of us find happiness in the food we eat, clothes we wear, friends we meet, movies we see, games we play and so on. These are all part of our external existence. Our search for happiness has mostly remained external. We try connecting to things that have never been or will never be part of us. But, none of these are sources of permanent happiness.

shopping.jpg

Happiness lies within

Param Pujya Bhaishree points us in the opposite direction.

"Be with your self, do nothing, just relax and manifest peace. True happiness lies within you. Happiness is your inherent nature. o find true permanent happiness you need to know, understand, meditate and realise the basic fundamental characteristic of your soul."

Screen Shot 2017-09-05 at 15.00.44.png

Gladly welcoming everything that comes our way, seeing God in all living beings, loving, caring and forgiving: these are the sources of true happiness. With a peaceful and joyful state of self awareness, inner wakefulness, resting in pure consciousness, and delightful contentment we can dwell in our own natural home of happiness.

Screen Shot 2017-09-05 at 15.00.56.png

We have a choice in every situation

If we look closely we are surrounded by the ongoing miserable conditions of life. unsatisfied desires, hysical illness, problems of ageing, lack of enough income, misunderstandings due to the generation gap, natural calamities, errorism, tensions between countries, clashes among communities etc.

There are always innumerable reasons to remain sad and depressed. How do we deal with them? In the midst of depressing and hateful circumstances, can we still be a messenger of joy and peace?

Even while we confront social injustices and fight for a better situation for ourselves and others, we can still protect our liveliness and optimism. We can choose to guard our happiness at all times. If we are not careful, then even when we have what we wanted, we will remain unhappy.

Let us take full responsibility for our own happiness. Our experience of life depends on how we accept situations and how we react to them.  

IMG-20170519-WA0021.jpg
Br Rasikbhai Patel.jpg

Break free from the smallness and expand your love

Guiding us towards the permanent happiness that we all desire, Bhaishree tells us that love is the path we must walk on:

"You identify yourself with the body, so you direct your love towards those with whom you have a relationship with at the physical level. You are not able to manifest the kind of love that is beyond name and form. Realise that your current embodied existence is not your permanent home. Do not get attached to it. Love has no form, love is divine, love is God, love is omnipresent. Love is true happiness. Each one of us is entrusted and empowered with universal love. Misidentification blocks our love and restricts it to just few souls. Become an embodiment of Love, the divine light that you have within you is all pervasive, do not confine yourself in smallness, let your divine light be boundless."      

Screen Shot 2017-09-05 at 15.12.33.png

Beyond the limits of embodied existence

The wheel of reincarnation has been churning out immense pain and misery. Birth, death, old age, illness, all of this suffering is associated with the body. For permanent happiness, we need to free ourselves from embodied existence. Imbibing virtues, the right attitude, adhering to the truth, developing discipline and contemplating our true nature will help us to evolve in this divine love and happiness. Self realization and steadfast consciousness will shed all karmas and liberate our soul. All these virtues are embedded in pure, divine, selfless love.

Adopt an attitude of happiness now

We may feel that until we have achieved self realisation we cannot experience any real happiness, or indeed share it with others. But that is not true, we can each start to cultivate the attitude needed to remain happy right now, amidst our everyday mundane lives.

Contemplate these simple shifts:

- Satisfaction is more important than success.
- Peace is much more valuable than pleasure or power.
- Erase bad memories.
- See the good in others.
- Ignore the thorns, and be happy with the roses you are blessed with.
- Alleviating the pain of others will multiply our own happiness.
- Pursuing self-improvement, is more important than comparing yourself to others.
- Find humor in every situation of life.
- Give yourself more opportunities to laugh, free your restrained energies and be happy.

Calgary+29 happy.jpg

- Spend more time with Mother Nature.
- Place more importance on what you spend, rather than what you have accumulated.
- Be active, exercise regularly or play some sport.

Screen Shot 2017-09-05 at 15.16.56.png

- Read books that help you remain positive and constructive.
- Do not live in the past or in the future, but be attentive in moment of now.
- Enjoy music and sing, even if you may not have a good voice!

America 2009 Br V.jpg

- In every situation, happiness is a choice, opt for it. Develop an attitude to remain happy.
- Live simply and most of your happiness shall remain with you.
- Always be happy inside, as we cannot change things outside us but we can certainly change our approach and attitude towards life.

Like Param Pujya Bhaishree and Pujya Minalben, be happy and spread happiness.

Screen Shot 2017-09-05 at 15.18.32.png

The only relationship that will ever keep us happy is the relationship with our own soul.

A western journalist once asked Mahatma Gandhi, about how he remained so happy at all times. Gandhi’s reply, in three words, was stunningly profound.

Journalist: "Bapu, what is the secret of happiness?".

Gandhi: "Renounce and enjoy"

What is renunciation? It is to let go of all things, that binds our soul. Perfect renunciation is to remain detached from all material things of the world, even while living in midst of them.

Our destiny will unfold in challenging ways, but if we cultivate patience and mindfulness, then we shall be able to respond appropriately to each of our life’s situations. How we choose to deal with these situations shall determine our happiness and our fate.

Renunciation is an act of liberation. Unattached we keep flowing freely.

More than doing, we need to rest in our being.

Rather than being your thoughts and emotions be the awareness behind them.
Having a purpose is important in worldly life, but not having a purpose is the fundamental basis of renunciation. This is how we shall be able to peacefully guard our happiness and spread it too. May Param Pujya Bhaishree’s happiness be ours too.

mahatma-gandhi-laughing.jpeg

આંતરિક પરિવર્તન - આનંદની પ્રસાદી

એવું જીવન તો કેવું સુંદર કે જે જીવનમાં હું સતત આનંદની મસ્તીમાં રહી શકું. સર્વને સુખ, શાંતિ અને આનંદની પ્રસાદી આપી શકું.

આપણી તમામ પ્રવૃત્તિઓનો લક્ષ એ જ છે કે આપણે આનંદમાં રહીએ. જીવનનું મુખ્ય ધ્યેય પણ એ જ છે કે હું સદૈવ સુખી રહું. નાનામાં નાના જંતુથી માંડીને મદોન્મત્ત હાથી સુધીના સઘળા મનુષ્ય તેમજ દેવદાનવોની સ્વાભાવિક ઈચ્છા છે કે તેઓ સુખ, શાંતિ અને આનંદને પ્રાપ્ત કરે.  કોઈ પણ જીવ ક્યારે પણ દુઃખને ઈચ્છતો નથી અને હર-હંમેશ કેવળ આનંદને ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે આપણે, સાચું સુખ અને આનંદ કોને ગણીશું? તે સાચું સુખ અને સાચો આનંદ ક્યાંથી મળે? શું કોઈ આત્મા આનંદની સમાધિમાં કાયમ માટે ટકી શકે ખરો?             

અત્યાર સુધી આપણે બાહ્યમાં જ સુખ અને આનંદને શોધતા રહ્યાં છીએ

મોટા ભાગનાં સંસારી જીવો માટે સુખ એટલે સ્વાદિષ્ટ ભોજન, સારા કપડાં, મિત્રો સાથેની મોજમસ્તી, સિનેમા ઘરમાં જઈ કોઈ ચિત્રપટ જોવું, મન ગમતી રમત રમવી અથવા ચોપડી વાંચવી. આ બધાં બાહ્ય પરાવલંબિત સુખો છે. અનાદિકાળથી સુખ, શાંતિ અને આનંદને આપણે શરીર સાથે જોડેલું છે. શરીરના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી. આત્મા તરફ ક્યારેય વળ્યાં નથી કે જે શાશ્વત સુખનો પૂંજ છે, આનંદનો ઘન છે.  

shopping.jpg

આનંદનો મહાસાગર આપણી અંદર રહ્યો છે

આનંદના મહાસાગર એવા પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે, “કંઈ કર નહિ, માત્ર તું તારામાં સમાઈને રહે, પ્રતિભાવ આપ્યા વગર જોયા કર, જાણ્યા કર, અસંગ થતાં જ તને નીરવ શાંતિનો અનુભવ થશે. જેને સંસારની કોઈ જ ફિકર નથી એવો ફકીર બની જા. આનંદ એ તારો મૂળભૂત સ્વભાવ છે. જો તારે શાશ્વત આનંદ જોઈતો હોય તો, આત્માના ગુણ અને લક્ષણોને પ્રથમ જાણ, તેની ઊંડી વિચારણા કર,  ધ્યાનમાં તેનું ચિંતન કર, એમ કરવાથી તું તારા આત્માને સાક્ષાત અનુભવીશ.”            

Screen Shot 2017-09-05 at 15.00.44.png

આનંદ સહિતની જ્યાં અંતરજાગૃતિ ખીલેલી છે, જ્ઞાનભાવમાં રહીને જ્યાં જીવનનાં કાર્યો થાય છે, ત્યાં વિશેષ પ્રકારનો આધ્યાત્મિક સંતોષ અનુભવાય છે. ધીરજ, સહનશીલતા અને ક્ષમા જ્યાં જીવંત છે, ઉદયને પ્રેમથી આવકારવામાં આવે છે, જગતના જીવોમાં ઈશ્વરના દર્શન થાય છે,  વિશ્વના તમામ જીવાત્માઓ પ્રત્યે એક સરખો પ્રેમ વેદાય છે, જ્યાં વાણીમાં અભિમાન નથી, પ્રેમની પાછળ કોઈ હેતુ નથી, અપેક્ષા વગર કાળજી લેવાય છે, અને પ્રાર્થનામાં કોઈ ફરિયાદ કે સ્વાર્થ નથી ત્યાં હરહંમેશ સુખ અને આનંદ નિવાસ કરે છે. આ છે સુખનું - આનંદનું સરનામું.                        

Screen Shot 2017-09-05 at 15.00.56.png

અતૃપ્ત ઈચ્છાઓ, અપંગતા, શારીરિક માંદગી, વૃદ્ધાવસ્થા, ઓછી કમાણી, બે પેઢીઓ વચ્ચેનો વિચાર ભેદ, કુદરતી આપત્તિઓ, આંતકવાદ, બે દેશો વચ્ચેનો તણાવ, બે કોમો વચ્ચે અથડામણ, આવી અનેક બાબતોથી આપણું જીવન ઘેરાયેલું છે. જ્યાં જોઈએ ત્યાં દુઃખ, અશાંતિ અને અસંતોષ દેખાય છે. બાહ્યથી સુખી દેખાતા માણસના અંતરમાં પ્રવેશ કરીએ તો ત્યાં પણ ઉપાધિઓ, કષાયના પરિણામો, ઈર્ષા, ભય, અભિમાન વગેરે ભારોભાર રહ્યાં છે. અનંત દુઃખોથી ભરેલા આવા સંસારમાં હું કઈ રીતે આનંદને પ્રાપ્ત કરું? જ્યાં નફરત અને વેરનું વાતાવરણ ખૂબ છે એવા જગતમાં હું કઈ રીતે આનંદનો પર્યાય બનીને જીવી શકું?                            
ભલે આપણા હક્કો માટે કે પછી અત્યાચારો વિરુદ્ધ લડવું પડે છતાંય આપણે આપણો ઉત્સાહ ટકાવી શકીએ એમ છીએ. જો જાગૃત રહીએ તો બાહ્યમાં જે થઇ રહ્યું છે તેનું દુઃખ મનમાં ન લાગે, ભય ન સતાવે, મન ચિંતાથી મુક્ત રહે અને આવા વિષમ સંજોગો વચ્ચે પણ આપણે આપણા આનંદને જાળવી શકીએ એમ છીએ. સકારાત્મક દ્રષ્ટિ કેળવીને હર્ષપૂર્વક જો આપણે આપણા કર્મના ઉદયને તેમજ જગતમાં થતી ઘટનાઓને સ્વીકારી લઇશું તો આપણો પ્રેમ અને આનંદ ક્યારેય કરમાઈ નહીં જાય. આપણા ઉત્સાહને જીવંત રાખવો એ આપણા હાથની વાત છે.

IMG-20170519-WA0021.jpg
Br Rasikbhai Patel.jpg

તમારા પ્રેમને વિશાળ અને વિરાટ બનાવી દો

મોક્ષના માર્ગદાતા પ.પૂ. ભાઈશ્રી કહે છે કે “આપણે શરીરને જ પ્રાધાન્ય આપ્યું છે. શરીરની ઓળખ એ જ મારી ઓળખ એવું અનાદિથી દ્રઢ થઇ ગયું છે. શરીર સાથેની આ એકત્વ બુદ્ધિ એવી છે કે આપણો પ્રેમ શરીર સુધી જ  મર્યાદિત રહ્યો છે. જે નથી દેખાતું તે છે જ નહિ એ રીતે આત્માને સદંતર ભૂલીને બધા વ્યવહારો થઇ રહ્યાં છે. જે પ્રેમ વિશ્વ વ્યાપી બની શકે એમ છે એ પ્રેમને આપણે નાના કુંડાળામાં પૂરી દીધો છે. ભૂલી જઈએ છીએ કે આ શરીર એ તો ક્ષણભંગુર છે, આત્મા તેમાં લાંબો સમય નથી રહેવાનો. શરીર પ્રત્યેના મોહ તેમજ મમત્વભાવને આપણે બરાબર સમજીને તોડવાનો છે. પ્રેમ નિરાકાર અને નિરંજન છે. પ્રેમ ઈશ્વર છે. તેને કોઈ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદ નડતાં નથી. પ્રેમ આપવા ઈચ્છે છે અને તે પણ અપેક્ષા વગર. જો આનંદમાં રહેવું હશે તો પ્રેમના પર્યાય બની જવું પડશે કારણ કે પ્રેમમાં આનંદ સમાયો છે. પ્રેમમાં રહેલા આનંદને અનુભવવા માટે તેનો પ્રયોગ શરુ કરી દો. માત્ર કુટુંબ કે સ્નેહી સ્વજનો જ નહિ, દુનિયાના તમામ જીવોને પોતાના માનો, અન્યના ગુણોને ઓળખતા શીખો તો પ્રેમ સ્વાભાવિક  ઉભરાશે. પોતાનો સ્વાર્થ ભલે ન સધાય પણ અન્યનું ભલું થાય છે તેમાં રાજી થાઓ. તમારી ચેતનાને વિશ્વવ્યાપી બનાવી દો”.

Screen Shot 2017-09-05 at 15.12.33.png

આપણે તો અનંતના યાત્રી છીએ. દેહમાં પૂરાઇને કેમ રહેવાય.

શરીર એ જ વેદનાની મૂર્તિ છે. અનંત દુઃખ તે દ્વારા જ આપણે ભોગવીએ છીએ. જન્મ - મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, આ બધું દેહ સાથે જોડાયેલું દુઃખ છે. અવ્યાબાધ સુખ અને  શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે જરૂરી છે કે આપણે જન્મમરણના દુઃખમયચક્રને હવે રોકી દઈએ અને સિદ્ધ પરમાત્માની જેમ વિદેહી અને અયોગી બની જઈએ.

શાશ્વત સુખ અને આનંદને આપણા જીવનનો અભિગમ બનાવી દઈએ.

શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે આપણે ગુણોને સીંચતા રહીએ, પરમ સત્યને પામવાનું લક્ષ ક્યારેય ન ભૂલીએ, યોગ્ય જીવન વલણ અપનાવીએ, અનુશાસન અને સંયમ દ્વારા જીવનને ઉન્નત રાખીએ અને અંતે ભાઈશ્રી જેવા સમર્થ સંતની નિશ્રામાં આત્માના ગુણોને સમજી તેને સાધી દિવ્ય પ્રેમ અને આનંદમાં સ્થિર થઇ જઈએ. આત્મસાક્ષાત્કાર એ પ્રથમ પડાવ છે અને ત્યાર બાદ નિજસ્વરૂપની અખંડ સમાધિમાં અનંત કર્મોની નિર્જરા કરીને આ આત્માને મુક્ત કરવાનો છે. તમામ ગુણો પ્રેમમાં રહેલા છે. તે પ્રેમના દર્શન ભાઈશ્રીમાં થાય છે, તેમનું એ નિર્મોહી વાત્સલ્ય એ આપણી સજીવન મૂડી છે. તેમાં સતત ઝબોળાઈને પવિત્ર થતા રહેવાનું છે.                    

મારે આનંદમાં રહેવું છે અને આનંદની લ્હાણી કરવી છે. પણ એ કેવી રીતે શક્ય બને જો હું પોતે દીન અને દુઃખી હોઉં? જે મારી પાસે નથી તે હું અન્યને કેવી રીતે આપી શકું? શું આનંદની પ્રાપ્તિ આત્મસાક્ષાત્કાર પછી જ થશે?

એ વાત સાચી છે કે આનંદનો મૂળ સ્રોત આત્મા છે પણ જો હું મારું લૌકિક જીવન જાગૃતિપૂર્વક જીવીશ તો તે જીવનમાં અનેક પ્રકારના અલૌકિક ગુણપુષ્પો ખીલશે અને તેની સુવાસથી મારું જીવન આનંદથી મઘમઘી ઉઠશે. એવા કયા મહત્વના મુદ્દાઓ છે જે મારું લૌકિક જીવન અલૌકિક બનાવી દેશે?


જીવનને એક નવી દિશા આપો:

- સફળતા કરતાં સંતોષ અને સુખ, તેમજ સત્તા કરતાં શાંતિ વધારે મહત્વની છે એ યાદ રાખો.

- જીવનની દુઃખભરી સ્મૃતિઓને ભૂંસી નાખો અને ભુલાવી દો.

- અન્યમાં રહેલા ગુણોને જોતા રહો.

- પ્રાકૃતિક સૌંદર્ય મધ્યે રહેવાનો અધિક પ્રયાસ કરવો.

Calgary+29 happy.jpg

- પ્રગતિના પંથે આગળ વધતાં મારે સરખામણી મારી જાત સાથે કરવાની છે.  કોઈ અન્ય વ્યક્તિ સાથે નહિ. 

- અન્યના દુઃખને દૂર કરવાથી આપણું સુખ અનેકગણું વધે છે.

- જીવનની બધી જ પરિસ્થિતિઓમાં હસતા રહેવું, જીવનને વિશાળ બનાવવું અને ઉદાર બની આપણી શક્તિ અને ઉર્જાને મુક્તપણે વહેતી રાખવી.  

- શું ભેગું કર્યું એના કરતાં વધારે મહત્વનું એ છે કે શું વાપર્યું.

- કાંટાઓની ગણતરી કરવાને બદલે મળેલા ગુલાબોની ધન્યતા અનુભવો. જે મળ્યું તેમાં સંતોષ રાખી તેનો  સદ્ઉપયોગ કરવો.

Screen Shot 2017-09-05 at 15.16.56.png

- જીવનમાં સક્રિય રહેવું, રોજ નિયમિત વ્યાયામ કરવો અથવા તો કોઈ પણ રમત રમતા રહેવું, જેથી શરીરને કસરત મળે અને મન પ્રફુલ્લિત રહે. 

- વિષમ સંજોગોની મધ્યમાં પણ ખુશ રહી શકાય એમ છે. શાંતિ અને આનંદ એ જીવનના મુખ્ય બે લક્ષ રાખી તમામ પ્રવુતિઓ કરવી.   

- ભૂતકાળ અને  ભવિષ્યનો વિચાર છોડી દઈ વર્તમાનની ક્ષણમાં જીવવું. 

America 2009 Br V.jpg

- દિવ્ય સંગીત સાંભળતા રહેવું, ભલે આપણે બેસૂરા હોઈએ, છતાં પણ ગાતા રહેવું.

- જો સાદગીભર્યું જીવન જીવીશ તો મારો અંતરઆનંદ આપોઆપ જળવાઈ રહેશે.

- આપણે ઇચ્છીએ તો પણ બહારની દુનિયા બદલાવી નહિ શકીએ. હું બદલાઇશ તો મારી દુનિયા તેની મેળે બદલાઈ જશે માટે હું સદૈવ રાજી રહીશ.

- ઉત્તમ પુસ્તકો વાંચતા રહેવું કે જે વાંચી આપણો ઉત્સાહ અને થનગનાટ વધતો રહે. 

- હું એકલો આવ્યો છું  અને એકલો જવાનો છું, કંઈ લાવ્યો નથી અને કંઈ લઈ જવાનો નથી માટે મારું શું હતું જ કે ખોવાનો વારો આવે.

- જે થાય છે તે સારા માટે જ થાય છે. જે બને છે, તે યોગ્ય જ બને છે કારણ બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.

પરમ પૂજ્ય ભાઈશ્રી તેમજ પૂજ્ય મીનળબેનની જેમ હું હંમેશા આનંદમાં રહીશ અને જે મળે તેને આનંદની પ્રસાદી આપતો રહીશ. 

Screen Shot 2017-09-05 at 15.18.32.png

એક માત્ર આત્મા સાથેનો જ સંબંધ શાશ્વત આનંદને આપનારો છે.  સતદેવ, સતગુરુ અને સતધર્મ તે સંબંધ બંધાવી આપવામાં નિમિત્ત બને છે.

મહાત્મા ગાંધીજીના ચહેરાનું નૂર જોઈ એક અંગ્રેજ પત્રકારે પૂછ્યું:

પત્રકાર: “બાપુ, તમે સદૈવ આનંદમાં રહો છો, તે આનંદ પાછળનું રહસ્ય શું છે?
સચોટ અને માર્મિક ઉત્તર આપતા બાપુએ તુરંત જવાબ આપ્યો,
બાપુ: “તે આનંદ ત્યાગ માંથી પ્રગટે છે,  જયારે બધું છૂટી જાય ત્યારે મુક્તિનો આનંદ સહજ અનુભવાશે. તમે મુક્તાનંદ બની
જશો.”

પ્રશ્ન થાય કે ત્યાગની ખરી વ્યાખ્યા શું? શું સંસાર છોડી, કપડાં બદલાવી, સાધુ જીવન જીવવું એને જ ત્યાગ કહીશું?  “જે કંઈ આત્માને બાંધે તેને જતું કરવું તેનું નામ ત્યાગ”.  જ્યારે અંતરમાં ત્યાગ વેદાય ત્યારે વસ્તુઓને છોડવી પડતી નથી તે આપોઆપ છૂટી જાય છે. સમયના વહેણ સાથે કર્મકૃત જીવન સરકતું જાય છે. બધાંની વચ્ચે આપણે ઉભા છીએ અને છતાંએ કશામાં મોહ કે મમત્વ ન થાય તો સમજવું કે હવે આપણે ત્યાગની મસ્તીમાં જીવી રહ્યા છીએ. અંતરત્યાગ માટે બાહ્ય ત્યાગ જરૂરી છે.   સંઘર્ષોનો સામનો કરતી વખતે જો ધીરજ અને જાગૃતિ કેળવાય, અંદરથી અલિપ્ત રહી શકીએ તો દરેક પરિસ્થિતિને આપણે હર્ષપૂર્વક, આનંદ સાથે ઓળંગી જશું.   

ત્યાગ એજ મુક્તિ છે. ત્યાગ એજ તપ છે.  પુદગળ સાથે જોડાવું એ પરતંત્રતા છે, પુદગળને મનથી ત્યાગી દેવું એ સ્વતંત્રતા છે. મોક્ષ થવા માટે, દ્રવ્ય અને ભાવથી ત્યાગમાર્ગને આરાધવો પડશે.  સંસારમાં અનેક પ્રયોજનો છે પણ જેણે ત્યાગી જીવન જીવવું છે તેને પછી કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યાગી મહાત્મા અસંગ થઇ મુક્તભાવે વહેતા રહે છે. તેમનો નિર્દોષ આનંદ અને તેમની અપૂર્વ શાંતિ અબાધિત રહે છે. નિર્દોષ, નિષ્કામ પરમ પૂજ્ય ભાઈશ્રી આવી રીતે મુક્તભાવે આનંદની લહાણી કરતાં જીવે છે. તેમના જીવનમાં માત્ર એક વસંતઋતુ જ છે.  હર્યાભર્યા અને ખીલેલા તેઓ ઉત્સાહ, પ્રેમ અને  આનંદના પર્યાય છે. પ્રાર્થીએ અને પુરુષાર્થ કરીએ કે જેથી તેમનો આનંદ આપણો બની જાય. 

mahatma-gandhi-laughing.jpeg