Goal 9: Inner Transformation

Goal 9:

Inner Transformation

Silence of speech and silence of mind is the state in which I want to firmly exist.

ધ્યેય ૯:

આંતરિક પરિવર્તન

હું બને ત્યાં સુધી મૌન રહીશ અને ચંચળ મનની વિચારધારાઓને શાંત કરીને આત્મભાવે નિર્મળ જીવન વ્યતિત કરીશ.

Goal 8 combined.jpg

Inner Transformation

A change that is irreversible and remains permanent is called “transformation”. This is a change that comes from deep within and lasts forever.   Only by discovering and connecting with our soul shall this transformation occur.

Just as milk becomes curd, a green unripe sour mango ripens and turns yellow and tastes sweet, and a small seed grows into a huge mighty tree , the human body keeps ageing. These changes are irreversible, but the change occurred is not a permanent state. With time, all of these objects continue to decay and eventually fall apart.

The transformation that we are working towards is very different. It leads to a permanent shift.

Let us begin our contemplation with our current state: past and present. Since time immemorial, we have been enduring inexhaustible pain. Our suffering has been immense. For endless time we have been brutalized and put to death. In consonance with karmas bound, the physical anatomy has kept modifying and our soul has always remained caged. Sadly we do not even realise that we are caged in the body.

In our mind it has now become explicitly clear that “Yes, I am the soul and not the body”, but this reality is not visible to us in the course of our daily actions. We do not recollect our past lives, nor are we able to see the influx of karmas, when they come and bind our soul. If we could, then our conduct would have surely been different.

Do we wish to bring about a revolutionary change? A permanent shift to the way we exist and endure in this universe. Who am I? Why do I suffer so much? Where have I come from and where will I go? These are the key questions that we have never answered.

In the vastness of this cosmos, our soul is merely a tiny speck, yet it is enormously empowered. We must explore, unveil and use our capabilities constructively in order to stop further enslaving our soul, and to free ourselves from all karmic bondage.

Shedding the mortal body forever , living in effortless, choiceless pure awareness is what we all seek. Residing in the body but living in self awareness is true inner transformation. How do we achieve this?

Steps of inner transformation:

Finding a True Guru, seeking His refuge we unconditionally surrender to Him. With His grace our inner transformation begins. Param Pujya Bhaishree has lovingly accepted us, in his graceful shelter we resolute to bring meaning and direction to our chaotic lives. Following and contemplating on His agnas , raising our awareness is the next step.

Initially for few months we remain enthusiastic , but then our efforts fizzle out. Why does this happen? How do we overcome it?

Overcoming the Hurdles :

What we enjoy is what we continue doing. When happiness is not reaped, the whole pursuit seems futile and we stop investing our time in it. Let us not make following agnas monotonous by introducing variety in performing them. Initially we may need a friend or a family member to jointly recite and read with us . Discussing the poems mutually, or singing them differently are some possible ways to preserve our interest and joy.

The fruits of contemplation are instant.
By contemplating, we actually allow our Guru to work within us. How many of us do this consciously? This is one of the most important element that can accelerate our progress. Yet we do not prioritise it and so do not have time to contemplate.

Lack of concentration is another big hurdle. Most of the time we are not present to what we are doing. Stressed and tired, how do we expect our mind to concentrate? Our lives are directed by the unconscious mind and then we resign to the outcome as our “fate”. Let us instead be conscious of the thoughts, feelings and behavior we exhibit.

Having unwavering faith, while we abide by our agnas is of utmost importance. In our darkest moments, it is faith that lights our hope and helps us to believe what we cannot see. It is faith that keeps us going.

A simple and noble life is most essential. Unfortunately to satisfy our worldly desires we busy ourselves with activities such as accumulating wealth. We have yet to realise that needs can be satisfied but greed can never be satiated. Vainly, trying to satisfy our greed, we keep compromising our ethical values and forsake our integrity.

Being disciplined, reviewing our priorities we ought to manage our time in the best possible manner. We have failed to understand that time it always our most valuable resource.

Aristotle said " Knowing yourself is beginning of all wisdom'. The deeper we go, the more we introspect, the more clearly we shall understand that we have been our own enemy. We are skilled at analysing our worldly failures but we rarely analyse our spiritual endeavors.  

To infuse our life with spirituality, we must relinquish and disengage ourselves from worldly matters. We must resist the temptation to keep engaging unnecessarily, advising and interrupting in matters that are of no real concern to us.

Valuing virtues, we need to cultivate and live them. We must dissolve our anger with forgiveness, pride with modesty, deceit with straightforwardness and greed with contentment. Virtues are our tools of enlightenment. Just look at Bhaishree: he is full of them! How tactfully he uses them and makes his and our world so divinely beautiful.

Even though we know that happiness lies within us, unabated, we keep seeking it outside. Colour, odour, shapes, taste and sensation keep attracting us. Ephemeral in nature, all of this keeps deteriorating. And yet we ignore this truth, when evaluating these fleeting attractions.     

By seeing good in others we feel happier, confident and loving. This virtue does wonders but we have yet to imbibe it. Most of the time we critically keep commenting on others' follies.

Without awareness we are not truly alive. Paying attention to detail is mindfulness. Patience and tolerance allows us to remain mindful. We haven't learnt to isolate ourselves and live in solitude. For taming and controlling our mind we need to regularly meditate. It is in meditation that we shall realise our soul.

We all desire inner motivation. This desire is the spark of motivation, but it is relentless determination and commitment that will equip to pursue our goals.

In order to know, we have to read; but to learn, we have to observe. Observing Bhaishree is the quickest path to achieving inner transformation.

 

આંતરિક પરિવર્તન - આંતરિક રૂપાંતર

આપણે સહુ આંતરિક પરિવર્તન ઇચ્છીએ છીએ. એવું પરિવર્તન કે જે રૂપાંતરિત કરી દે. વ્યક્તિ મૂળથી બદલાઈ જાય. આંતરિક પરિવર્તન કે જે અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય. આત્માનો સાક્ષાત્ અનુભવ થાય. અત્યાર સુધી દેહભાવે જીવતા હતા પણ હવે આત્મભાવે જીવવા લાગીએ. ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચાંને સમજાઈ ગયું કે હું ઘેટું નહીં પણ સિંહ છું. તેણે ગર્જના કરી અને ત્યાર બાદ સિંહ બની જીવવા લાગ્યો.

મેળવણ ઉમેરતાં દૂધ દહીં બની જાય, જે કેરી કાચી હતી, રંગ જેનો લીલો હતો અને સ્વાદમાં અતિશય ખાટી હતી પણ તે જ્યારે પાકી ગઈ, ત્યારે તેનો રંગ કેસરી થઈ ગયો અને સ્વાદમાં ખૂબ મીઠી બની ગઈ, એક નાનું બીજ હતું પણ સમય જતાં તે વટવૃક્ષ બની ગયું, એક નાનું બાળક જે કોઈનું સંતાન હતું તે આજે ખુદ એક વૃધ્ધ દાદાજી બની ગયો. આ બદલાવ એવો છે કે હવે તે ઇચ્છે તો પણ તેનું પહેલાંનું સ્વરૂપ ધારણ ન કરી શકે, કારણ તે સંપૂર્ણ બદલાઈ ગયું, રૂપાંતરિત થઈ ગયું. આને આપણે રૂપાંતરિત ને બદલે પર્યાયાંતરિત એમ ગણવું વધારે ઉચિત છે. કારણ જે બદલાયું, તે સમયના વહેણ સાથે હજુ બદલાતું રહેવાનું. અંતે સંયોગથી જેનું સર્જન છે તે સંયોગી દ્રવ્યો છૂટાં પડતાં તેનું વિસર્જન નિશ્ચિત છે જ. આપણે એવો બદલાવ ઈચ્છીએ છીએ, જે શાશ્વત હોય, આવ્યા બાદ સદાકાળ સુખને આપનારો હોય, તેને જ  આપણે ખરા અર્થમાં  રૂપાંતરિત થયાની માન્યતા આપીશું. આવા આંતરિક પરિવર્તનની ઊંડી વિચારણા કરતા પહેલાં આપણા ભૂતકાળ અને  વર્તમાન જીવન વિશે વિચાર કરી લઈએ.

અનંતકાળથી જીવ જન્મમરણ કરી રહ્યો છે. અનંત દુઃખ તેણે ભોગવ્યું છે. નરક - નિગોદમાં તેણે અતિશય પીડા સહન કરી છે. એક પળમાં તે અનેકવાર મર્યો છે. ચીરાયો, કપાયો, કુટાયો, ઘાણીમાં પીલાયો, તેલમાં તળાયો, અગ્નિમાં શેકાયો, ગરમ પાણીમાં બફાયો, કતલખાને હણાયો, તેની ક્રૂર હત્યા અનંત વાર થઈ છે. કર્મ અનુસાર સૂક્ષ્મ-બાદર, સ્થાવર કે ત્રસ એકેંદ્રિય થી પંચેંદ્રિય જીવ તરીકે અલગ અલગ શરીરોમાં તે પૂરાયેલો રહ્યો અને અપાર વેદના તેણે ભોગવી છે. દુઃખભર્યું આશ્ચર્ય છે કે જે શરીર ધારણ કરવાથી આવું અરેરાટી ઊપજાવે એવું દુઃખ તેણે ભોગવ્યું તે દેહ સાથે હજુ પણ અત્યંત મોહભાવે તે જોડાયેલો છે. આ દેહ પાંજરું છે અને હું આત્મા તેમાં પૂરાયેલો છું એવું લેશ એને લાગતું નથી. કેવી દયાજનક પરિસ્થિતિ?

ઊંઘમાંથી જગાડી કોઈ પૂછે કે તું કોણ છે? તો આપણે તુરંત જવાબ આપીશું કે હું આત્મા છું, છતાં આપણે આત્માને બદલે દેહને જ કેન્દ્રમાં રાખીને જીવીએ છીએ. આપણી માન્યતાને અનુસરતું જીવન જીવવામાં સફળ નથી થયા. મોહ અને મિથ્યાત્વનું સામ્રાજ્ય અનાદિકાળનું છે. તેની પકડમાંથી જીવ છૂટી શકયો નથી. પૂર્વના જન્મો યાદ નથી, તે તાદ્રશ્ય દેખાતા નથી અને ન તો દ્રવ્ય બંધના સમયે જે કર્મના રજકણો આવીને આત્માને આવરી લે છે તે દેખાય છે. જો આ બન્ને જોઈ શકાત તો આપણું જીવન વલણ જુદું જ હોત. નથી દેખાતું એ ઉપાધિ છે પણ કર્મવિપાકનું ફળ તો આપણે પળે પળે વેદી રહ્યા છીએ. જાગૃત થવા માટે તે કંઈ ઓછું છે?

શું આપણે એક ક્રાંતિકારી પરિવર્તન લાવવા ઇચ્છીએ છીએ ખરાં? મૂળથી રૂપાંતરિત થઈ અંતરના પરમ સત્યને પામી તે સત્યમાં રહીને જીવન જીવવું છે? પૂર્વે બાંધેલાં કર્મોને સમભાવે ભોગવી લઈને મુક્ત થવું છે? હું કોણ છું? આટઆટલું દુઃખ હું શું કામ ભોગવી રહ્યો છું? હું ક્યાંથી આવ્યો અને હવે પછી ક્યાં જઈશ?

શું આવા પ્રશ્નો અંતરમાં થાય છે? શાંત ચિત્તે તે પ્રશ્નોના જવાબ મેળવવાની કોશિષ કરી છે?

આ બ્રહ્માંડમાં એક નાના ટપકાં જેટલું જ ભલે મારું અસ્તિત્વ હોય, પણ હું જાણું છું કે મારો આત્મા અપાર શક્તિઓનો સ્વામી છે, સૂર્ય, ચંદ્ર અને તારા કરતાં પણ વિશેષ એ તેજ પૂંજ છે. તેના જ્ઞાનમાં આખુંય બ્રહ્માંડ સમાઈ જાય છે. ધરબાયેલી તે શક્તિને માત્ર ઉજાગર કરવાની છે. તે જ્ઞાનશક્તિનો સદ્ઉપયોગ કરીને હું નવા કર્મોથી મારા આત્માને બચાવી લઇશ અને આ જ ભવે જીવનમુક્ત દશા પ્રાપ્ત કરી અખંડ સમાધિમાં સ્થિર થઈશ. દેહનો વિલય થાય, એટલે કે નવું શરીર ધારણ ન કરવું પડે અને હું અયોગી સિદ્ધસ્વરુપી અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રય અભેદતામાં શાશ્વત બની રહું એ જ સાચું રૂપાંતરિતપણું છે.

આ ભવે, હું શરીરમાં રહેવા છતાં આત્મામાં જીવીશ, અંતર જાગૃતિના જ્ઞાન પ્રકાશમાં મોહનીય કર્મને છેદતો રહીશ. હું આ મનોરથ કઈ રીતે પૂરો કરીશ?

જીવમાંથી શિવ થવા માટેનાં આ છે પગથિયાં:

પ્રત્યક્ષ સદગુરુને શોધી તેમનું શરણ સ્વીકારી, સમર્પિત થયો  ત્યારથી જ આ પરિવર્તનની ધારા શરૂ થઈ ગઈ. પરમ પૂજ્ય ભાઈશ્રીએ બહુ પ્રેમથી મને સ્વીકાર્યો છે. તેમનું માર્ગદર્શન મળતાં મારું નિરર્થક  જીવન અર્થપૂર્ણ બન્યું છે. તેમની કલ્યાણકારી આજ્ઞાઓને પાળી, પરમાર્થને સમજી હું હવે મારા વ્યવહારમાં ધર્મને સ્થાપીશ.

શરૂઆતમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ગુરુ આજ્ઞા પાલન હું કરતો રહ્યો પણ તે જોશ અને જોમ ટકતા નથી. આરંભે શૂરા અને પછી પ્રમાદ, કંટાળો, સમયનો અભાવ જેવાં કારણો આવીને ઊભા રહી જાય. આવું શું કામ થતું હશે? શું તે અવરોધક તત્વોને દૂર કરી શકાય?

અવરોધક તત્વો

જે કાર્ય કરતાં આનંદ નથી મળતો તેને આપણે લાંબા સમય સુધી નથી કરી શકતા. પછી એવું લાગે કે જાણે સમય અને શક્તિ વ્યર્થ ખર્ચાઈ રહી છે. આપણું ઉપાદાન નબળું હોવાથી આપણે એકલા ધર્મની આરાધના નથી કરી શકતા, માટે કોઈ મિત્ર, સ્નેહી કે મુમુક્ષુ જો સાથે હોય તો એકબીજાને પ્રેરણા મળતી રહે. અંદરોઅંદર વિચારોનું આદાન પ્રદાન થાય, પદો જુદી રીતે ગવાય તો તેમાં રસ જળવાઈ રહે છે. એક જ પધ્ધતિએ રોજ એકની એક ક્રિયા મનને રસિક લાગતી નથી.        

“કર વિચાર તો પામ”: માર્ગ સમજવાનો અને પામવાનો આ અફર નિયમ છે. વિચારમાં અદભૂત શક્તિ હોય છે. સમજણ ખીલતાં જ આચરણમાં યોગ્ય ફેરફાર શરૂ થઈ જાય છે. આ રોકડીયો વેપાર છે. તુરંત લાભ થાય છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે ગુરુને અંતરમાં આવકારીએ છીએ. તેમની પ્રજ્ઞા આપણી મતિમાં કાર્યકારી થાય છે. જે વિચાર નથી કરતો તેને ધર્મના તાત્વિક રહસ્યો પ્રગટ થતા નથી. ભગવાનની વાણી સમજાય એનો અનેરો આનંદ છે. તે વાણી પ્રત્યેનો અહોભાવ થતાં વિપુલ નિર્જરા થાય છે. આવો દિવ્ય આનંદ અનુભવાતા જીવ પુરુષાર્થ કરવા માટે પ્રેરાય છે. શું આ ગતિશીલ જીવનમાં, વિચાર કરવા માટેનો આપણી પાસે સમય છે? તત્વને સમજવાની જિજ્ઞાસા છે કે પછી આપણી જ્ઞાન ચેતના સૂકાઈ ગઈ છે?        

એકાગ્રતા એ ખૂબ જરૂરી છે. ધર્મ કરતા હોઈએ ત્યારે ચંચળ મન સંસારના ચકડોળે ચઢે છે અને ભટકતું  રહે છે. વર્તમાનની ક્ષણમાં જે કાર્ય ચાલું છે તેમાં હાજર રહેવાને બદલે આપણું મન કારણ વગર આખા ગામમાં ફરવા જાય. નાહક સંસારની ઉપાધિઓનું પોટલું લઈ ફરતા રહીએ છીએ. અર્થ ઉપાર્જન માટે દોડાદોડી કરી થાકી જઇએ છીએ. માનસિક અને શારીરિક થાક હોય ત્યાં મન, શાંત અને સ્થિર ક્યાંથી રહેવાનું? ધીરજ કેળવીને ધીમી ગતિએ જીવન જીવશું  તો મન વ્યવસ્થિત રીતે એકાગ્રતા સાધી શકશે.

સતદેવ, સતગુરુ અને સતધર્મ પ્રત્યેનું અવિચળ શ્રદ્ધાન એ પાયાનો જરૂરી ગુણ છે. શ્રધ્ધા જીવંત હોવી જોઇએ. સદગુરુની નિશ્રામાં અવશ્ય મારું શ્રેય થવાનું જ છે એવી પરિપૂર્ણ શ્રધ્ધા હોય તો જ આત્મવિશ્વાસ સાથે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ. ઘોર અંધારું ભલે હોય પણ ખાતરી છે કે અમુક કાળ પછી સૂર્ય દેવતા આ જગતને અજવાળશે જ. મારા મોહનાં પડળો દૂર થશે જ. જ્યાં શ્રધ્ધા છે ત્યાં ન દેખાતી વસ્તુઓ પણ દેખાય છે. આ શ્રધ્ધા તે અંધશ્રધ્ધા નથી પણ સમજણપૂર્વકની, ધ્યેય સુધી પહોંચાડી દે એવી ભક્તિસહિતની શ્રધ્ધા છે.       

સાદગીભર્યું પવિત્ર જીવન જીવવું એ ધર્મ પામવા માટેની પૂર્વશરત છે. “ઇચ્છા નિરોધ તપ” એ જીવનના અંત સુધી આચરણ કરવા યોગ્ય અભ્યંતર તપ છે. કમનસીબે આ આધુનિક જગતની નૂતન વસ્તુઓ પ્રાપ્ત કરવાનો અભરખો એવો છે કે તે માટે આપણે સંપત્તિ ભેગી કરવામાં આખુંય આયખું બલિદાન કરી દઈએ છીએ. સાદગીભર્યાં નિર્મળ જીવન કરતાં લૌકિક મોટાઇ અને બાહ્ય ચમક દમક વધારે વહાલી લાગે છે. જરૂરિયાતને સંતોષી શકાય પણ લોભને કયાં થોભ છે? સંસારની સમસ્ત સંપત્તિ ચરણમાં હોય તોયે લોભી વ્યક્તિની નજર કંઇક બીજું મેળવવા ઇચ્છતી હોય છે. દાંભિક જીવન જીવતા આપણે ધર્મને સગવડીયો બનાવી દઈએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા ભૂલાઈ જાય છે. આવું જીવન જીવતો માનવી ગમે તેટલા સત્સંગ સાંભળે પણ એને બોધ પરિણમતો નથી.

અનુશાશન એ  વિકાસ માટે મહત્વનો ગુણ છે. સમયને અનુસરતું સુંદર સાત્વિક સદાચારી જીવન એ ધર્મના માર્ગે ચાલતા સાધક માટે ખૂબ આવશ્યક છે. જે અગત્યનું છે, તેનો વિચાર કરી તમામ કાર્યો કરવાં. મનુષ્યભવની દરેક ક્ષણ અમૂલ્ય છે તેને લૌકિક કાર્યોમાં વેડફી ન નાંખવી. વિવેકથી વિચારીને બધું કરવું. શું આપણે આવું જીવન જીવી રહ્યા છીએ?

એરિસ્ટોટલ કહેતા કે “જે પોતાની  જાતને ઓળખવાના પ્રયત્નોમાં જોડાય છે તેના અંતઃકરણમાં સત્યનો  પ્રકાશ પથરાવા લાગે છે.” જેટલા વધુ ઊંડા જઈશું તેટલા અધિક આપણે આપણી જાતને, આપણી સ્વભાવ પ્રકૃતિઓને, ગુણ-દોષને, શક્તિઓ તેમજ  નબળાઇઓને સમજતા થઈશું. શત્રુઓ બહાર નથી પણ આપણી અંદર છે. તે શત્રુઓને જીતવા એક રચનાત્મક આયોજન થશે. લૌકિક કાર્યોમાં જ્યારે આપણે નિષ્ફળ જઇએ છીએ ત્યારે ગંભીરતાપૂર્વક તેનું પૃથક્કરણ કરીએ છીએ પણ આધ્યાત્મિક પુરુષાર્થ કરતી વખતે શું ફળ આવ્યું તેનો વિચાર પણ કરતા નથી. શું મારા જીવનમાં પરિવર્તન આવ્યું? તટસ્થ રહી મે મારું મૂલ્યાંકન કર્યું છે?    

જીવનને આધ્યાત્મિક બનાવવું હશે તો આપણે નિર્લેપ અને અસંગ રહેવાનો મહાવરો કેળવવો પડશે.  હું મારું સંભાળીશ એવું સ્વાર્થી માનસ નથી પણ સ્વ-કેન્દ્રિત રહેવાની કૂંચી છે. પરપંચાયત, અન્યના જીવન વિષે  જાણવાની ઉત્સુકતા, સલાહ સૂચનો દ્વારા હસ્તક્ષેપ કરતા રહેવાની ટેવ, અભિપ્રાયો આપવાની આદત, આમ બહારના જગતની ખોટી ફીકર કરવામાં, જીવન પૂરું થઈ જાય છે. બીજાનું સુધારવામાં જીવ પોતાનું બગાડી રહ્યો છે એ કેમ નથી સમજતો?

ગુણાત્મક જીવન એ જ સાચું વૈભવશાળી જીવન છે.  ક્રોધને પ્રેમ અને ક્ષમાથી, માનને વિનમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતી લેવા. દુર્ગુણોને ગુણો દ્વારા જીતી લઈ આપણે હારેલી બાજી જીતી શકીએ એમ છીએ. આત્મા સાધ્ય છે તો ગુણો એ સાધન છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને યથાર્થબોધ એ મૂળ પ્રાથમિક ગુણો છે. પાંચ ઇંદ્રિયોનું સંયમન તેમજ મનની સ્થિરતા એ લક્ષ્ય છે. ભાઈશ્રીને જોઇએ ત્યાં જ આપણને આનંદાશ્ચર્ય ઊપજે, આપણા નેત્રો ઠરે. ગુણોના તેઓ કોષ છે. કુનેહપૂર્વક તેઓ આ ગુણોનો ઉપયોગ કરતા હોય છે અને તેથી તેમનું તેમજ આપણું જીવન અતિ સુંદર બન્યું છે.

જાણીએ છીએ કે સાચો આનંદ આત્મામાં રહેલો છે. તે આનંદ પોતાનો છે, કોઈ પર-પદાર્થોના આધારે ટકેલો નથી. આવું જાણતાં છતાં નાદાન આપણે તેને બહારમાં જ શોધી રહ્યા છીએ. પુદગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જ આપણી એકાગ્રતાનો વિષય બનેલ છે. પડી જવું, સડી જવું એ એનો સ્વભાવ છે છતાં તેના આ લક્ષણની અવગણના કરીને આપણે નિત નવા પદાર્થો પર મોહિત થતાં રહીએ છીએ. શાંતિ, સમતા, આનંદ આ બધું તારી અંદર અઢળક પડયું છે, બસ અંદર જવાની વાર છે.

ગુણગ્રાહ્ય વૃત્તિ કેળવાય ત્યારે આપણે અન્યને જોઈને હરહંમેશ આનંદ અને પ્રેમની લાગણી અનુભવીએ છીએ. અપ્રતિમ એવો આ ગુણ ગુણોનો રાજા ગણાય કારણ તે દ્વારા અનેક ગુણો આપણા ચારિત્ર્યમાં સ્થપાય છે. પ્રશમમૂર્તિ શ્રી તીર્થંકર ભગવાન એ સર્વગુણસંપન્ન છે. અહોભાવથી જ્યારે આપણે તેમની વીતરાગતા પ્રત્યે કેન્દ્રિત થઈએ છીએ ત્યારે તેમના જેવાં થવાની શરુઆત થઈ જાય છે. સદગુરુ તેમજ સતશાસ્ત્ર પ્રત્યે પણ તેવી જ રીતે વારી જવાનું છે. જે સામે આવે તેના ગુણ જોતા થઈ જઇએ તો જીવન પ્રેમ અને આનંદથી ઉભરાવા લાગશે. અફસોસ કે અન્યના દોષ જોવાની કુટેવને કારણે જીવે પોતનું જ નખ્ખોદ વાળ્યું છે.

“જે આત્મામાં જાગેલો છે તે ખરેખર જીવંત છે.”  
-જે બુજેન્ટલ.

આપણો ઉપયોગ એવો સતેજ હોય અને દ્રષ્ટિ એવી સૂક્ષ્મ કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે ક્યાંય ભૂલચૂક ન થાય. બધું યથાયોગ્ય રીતે પાર પડે. ધીરજ અને સહનશીલતા હોય ત્યાં અંતર જાગૃતિની જ્યોતિ વધુ પ્રજ્વલિત રહે છે. એકાંતમાં અસંગ થઈ ધ્યાન સાધના કરી મનને પવિત્ર અને સ્થિર કરવાનું છે. ધ્યાનની સાધના નિયમિત રીતે કરતા રહીશું તો તે ધન્ય દિવસ દૂર નથી કે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય.

અંતરની ઉદભવેલી ઇચ્છા એ સર્વ પ્રથમ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાર બાદ દ્રઢ સંકલ્પ અને સમર્પણ ભાવ હોય તો થાક્યા વગર આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી શકીએ છીએ.

જાણવા માટે વાંચવું જરૂરી છે પણ શીખવા માટે ઝીણવટભર્યું નિરીક્ષણ. ભક્તિ ભાવે ભાઈશ્રીનું નિરીક્ષણ કરતા રહેવું એ આંતરિક પરિવર્તન તેમજ રૂપાંતરિત થવાનો સહજ અને સુગમ માર્ગ છે.