Truth Circle: A Complete Change in my Temperament Due to Shrimad's Divine Influence

A Complete Change in My Temperament Due to Shrimad Rajchandra’s Divine Influence

As narrated by Kalyanbhai Mooljibhai Patel

Before I came into Shrimad’s divine association, my temperament was that of an aggressive and quarrelsome person. Even the slightest provocation would make me extremely angry. Naturally, people preferred to keep a safe distance from me.  

5. Shrimad’s Powers Offer Divine Protection.jpg

It is without doubt the fruition of some extraordinary good deed from the past that led me to an elevated soul like Shrimad, in this life. By listening to Shrimad’s words of spiritual wisdom, which reflect the highest truth, I was able to increase my awareness and also my ability to discriminate between truth and illusion.

Since then, there has been a complete shift in my perception and my approach to life. It is only due to my Guru Shrimad’s grace, that my passion of intense anger has diminished to a significant extent. This effortless positive transformation in my disposition has made me more straightforward and light-hearted. I no longer react negatively to any criticism received and instead take it in stride. This positive transition has not gone unnoticed and I have received several compliments and words of encouragement from family and friends.

Shrimad, my Guru, my Lord,  has come into my life and transformed it in the most beautiful way.

- Inspirational Stories of Shrimad Rajchandra, page 259

પરમકૃપાળુદેવની કૃપાથી ક્રોધ પ્રકૃતિમાં સાવ પલટો

શ્રીમદ્ અને કલ્યાણભાઈ મૂળજીભાઈ પટેલ

Truth Circle - 6.jpg

શ્રીમદ્જીનો દિવ્ય સત્સમાગમ મળ્યા પૂર્વે મને એટલો બધો ક્રોધ કષાય વર્તતો હતો કે સહજ બાબતમાં પણ હું તપી જતો, અને ક્રોધાતુર થઇ દરેકની સાથે તકરાર કરતો. જેથી લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છંછેડવા જેવો નથી. બને ત્યાં સુધી લોકો મારાથી દૂર જ રહેવાનું પસંદ કરતાં. એવામાં મારા ઉત્કૃષ્ટ પુણ્યોદયે મને શ્રીમદ્જીનો પરિચય થયો! તેઓનાં શ્રીમુખેથી વહેતાં કરુણાસભર નિઃસ્પૃહ પારમાર્થિક બોધવચનો સાંભળતાં તેઓશ્રીના અનુગ્રહે વિવેક-વિચારણા શરૂ થઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ, અભિગમ બદલાયો. શ્રીમદ્જીની કૃપાથી મારામાં રહેલો એ તીવ્ર ક્રોધ કષાય સહજતાથી ઘણે અંશે મોળો પડ્યો. હવે એવો સરળભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેટલું વાંકુ બોલે તો પણ તેનો ખેદ મને થતો નથી, અને સૌની સાથે નાના બાળકની માફક લઘુત્વભાવે વર્તવાનું થાય છે. લોકોમાં મારી છાપ સકારાત્મક બની છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ જ ગયા છે! પહેલાં જે લોકો મારો સંગ કરવાનું ટાળતા, તે જ લોકો હવે મારા પર ઘણી જ ચાહના રાખે છે. મારું જીવન આનંદમય બની ગયું છે. આ સઘળો પ્રતાપ સદગુરુદેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનનો જ છે.

- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૨૫૯