1) મનની સમર્પણતા:
પ. પૂ બાપુજીના સઘળા મનોરથો પ. પૂ ભાઈશ્રી પુરા કરી રહ્યા છે. પ. પૂ ભાઈશ્રી સ્ત્રી શિક્ષણ માટે હમેશા ઉત્સુક હતાં. પ. પૂ ભાઈશ્રી એ Pujya L.M Vora Girls High school તથા arts college ની સ્થાપના કરી. જેમાં આજે લગભગ 1000 કન્યાઓ કેળવણી લઇ રહી છે.
પ. પૂ બાપુજી કેહતા ' જન સેવા એ પ્રભુ સેવા ' તો બાપુજીના ભાવોને ઝીલી પ. પૂ ભાઈશ્રી જનહિતના કાર્યો નો વ્યાપ ઘણો ફેલાવી દીધો. આંખની હોસ્પિટલ, વિકલાંગ કેન્દ્ર, પ્રેમની પરબ, અનાજ વિતરણ, છાશ કેન્દ્રો, CHC વગેરે અનેકવિધ કર્યો અત્યારે એમની નીશ્રા માં પુરવેગે ચાલી રહ્યા છે.
આ છે મનનો ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ. પ. પૂ ભાઈશ્રી નું મન માત્ર એમના સદ્ ગુરુ ના મનોરથો થી ભરેલું છે. તેમની આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. તેમની ઈચ્છા પુતિ માટેજ વિચારશીલ છે.
2) કાયાનો સમર્પણભાવ:
પ. પૂ. બાપુજી એ પ. પૂ ભાઈશ્રીને કહ્યું કે તમે સ્વ - પર કલ્યાણની ભાવનાથી જીવન જીવો, આશ્રમમાં પોતાના ઉત્તરાધિકારી તરીખેની પ. પૂ. બાપુજી એ જાહેરાત કરી તે જ દિવસ થી પ. પૂ. ભાઈશ્રી બધું કામ બંધ કરી માત્ર સ્વ-પર કલ્યાણના ભાવથી જીવન જીવી રહ્યાં છે. ભિન્ન ભિન્ન સ્વાધ્યાયો, શિબિરોનું આયોજન, રાજ માર્ગનું યોગારોહણ તથા એકાંત મૌન શિબિર દ્વારા બોધની વર્ષા શરૂ કરી દીધી. અલગ અલગ વિષયો જેમાં મુખ્યત્વ વૈરાગ્ય અને સમભાવની સાધના હોય તેને પોતાના સ્વાધ્યાયોમાં, વિવિધ જ્ઞાની પુરુષોના ગ્રંથો દ્વારા આપણા સુધી પોંહચાડે છે. હાલમાં 100મી એકાંત મૌન શિબિરની પૂર્ણાહુતિ થઇ. તેમના જીવનની પ્રત્યેક પળ મુમુક્ષુના ઉત્કર્ષ માટે જ વ્યતિત થાય છે. તેમના શરીરમાં ગમે તેવું દર્દ હોય છતાં સ્વાધ્યાયોમાં અને શિબિરોમાં નિયમિત રીતે બોધ વરસાવે છે.
3) ધનની સમર્પણતા:
પ. પૂ. ભાઈશ્રીએ પોતાના પરિવારના વ્યવસાય માંથી નિવૃત્તિ લઇ લીધી. અને સમગ્ર જીવન પ. પૂ. બાપુજીને સમર્પિત કરી દીધું.
4) વિભાવિક આત્માનું સમર્પણ:
પ. પૂ. ભાઈશ્રી કહે છે કે તેમણે પોતાના જીવનમાં કોઈ રૂઢિચુસ્ત ધર્મનું પાલન કર્યું નથી. માત્ર પ. પૂ. બાપુજી મળ્યા ત્યારથી તેમની આજ્ઞા નું પાલન કરતા રહ્યા. સાધનામાં અંતર્મુખતા નો પુરુષાર્થ, જીવનમાં સમભાવ કેળવતા ગયા અને આમ આત્મા વિશુદ્ધ થતો ગયો અને આત્માની અનુભૂતિ થઇ ગઈ. તેઓ કહે છે કે પ. પૂ. બાપુજીએ જ તેમનું આધ્યાત્મિક ઘડતર કર્યું છે અને આજે જ્યારે પ. પૂ. બાપુજી ની હયાતી નથી ત્યારે તમે કઈ રીતે પ. પૂ. બાપુજી સાથે જોડાયેલા રહો છો એમ પ્રશ્ન કોઈએ પૂછ્યો તો તેઓએ તરતજ જવાબ આપ્યો “ અંતર્મુખતા થી હું બાપુજી સાથે જોડાયેલો છું .” આ સમર્પણ ભાવની પરાકાષ્ટા છે, આધ્યાત્મનું શિખર છે. જ્યાં પોતાના સદ્ ગુરુ જેવો જ પોતાનો આત્મા વિશુદ્ધ બની ગયો છે.
પરમ કૃપાળુ દેવ કહે છે કે આત્મા પરમાત્માની ઐક્યતા એ પરાભક્તિની છેવટની હદ છે.
આમ જુદી જુદી રીતે આપણે પ. પૂ. ભાઇશ્રી ના જીવનને નિહાળીએ તો પોતાના સદ્ ગુરુ પ્રત્યેનો અખંડિત સમર્પણ ભાવ આપણને તેમની પ્રત્યેક ચેષ્ટમાં, પ્રત્યેક કાર્યમાં દેખાય.
આપણા જીવનમાં પણ આવો સમર્પણભાવ, આજ્ઞા પાલન, હૃદયથી અવલોકન કરવાની ક્ષમતા વધે એજ સાચી જન્મદીનની ભેટ સદ્ ગુરુના ચરણે ધરવી જોઈએ.
અંતમાં આપણા માટે અર્પણભાવ એટલે પ. પૂ. ભાઈશ્રી પ્રત્યે,
અ: એકનિષ્ઠાએ આજ્ઞા પાલન
ર: હૃદયથી તેમની મુખાકૃતિનું અવલોકન
પ: પરિણામોની વિશુદ્ધિ
ણ: નિત્ય પ્રત્યે ગુણોની સ્તવના
ભાવ: આપણા વિભાવોને, વૃત્તિઓને તેમના માર્ગદર્શન મુજબ તેમણે બતાવેલ સત્ સાધન દ્વારા રોકવા.
આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા દુષમ કાળમાં આપણને આવા જ્ઞાની ગુરુ મળ્યા છે. આ વારસો ભગવાન મહાવીરથી શરુ થતો, પરમ કૃપાળુદેવ, ભવ્યશ્રી સૌભગ્યભાઈથી, સાયલાના સંતો થકી જીવંત છે.
અંતમાં એટલુંજ સમજીયે કે:
- અધ્યાત્મ માર્ગનું પહેલુ પગથિયું એટલે સમર્પણભાવ
- સત્ સુખના દર્શન કરવાની બારી એટલે સમર્પણભાવ
- સહદેહે મુક્તિની અનુભૂતિ માટેનું પ્રથમ કર્તવ્ય એટલે સમર્પણભાવ
- ત્રિવિધ તાપાગ્ની થી બચી નિજની શીતળતાનું પ્રવેશ દ્વાર એટલે સમર્પણભાવ
- જીવનમાં આમૂલ પરિવર્તનની ધારાનું ઉદ્દગમ સ્થાન એટલે સમર્પણભાવ
- સત્ના પંથ પર ચાલી ભવના અંત સુધી પોંહચવાની કેડી એટલે સમર્પણભાવ
આપણે આવા સમર્પણભાવને હૈયામાં રાખી પ. પૂ ભાઇશ્રીને પ્રાથીએ કે:
“ ભઈશ્રીની ભક્તિમાં, રાત દિન હું રહુ લીન,
તુજ મુદ્રા હૈયે રેહજો, થાઉં જ્યારે પ્રાણહીન,
તુજ મુદ્રા નયણે વસજો, થાઉં જ્યારે પ્રાણહીન. ”