Welcoming the marble that will gift us the idol of Param Krupaludev

ગુરુ કારીગર સરીખા, ટાંકે વચન વિચાર
પથ્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપાર
IMG-20180620-WA0021.jpg

“રાજમંદિર” એ પ.પૂ ભાઈશ્રીના હૃદયમાં રહેલો પરમ કૃપાળુ દેવ પ્રત્યેનો ઉત્કૃષ્ટ ભક્તિભાવ છે. મુમુક્ષુઓનાં કલ્યાણ અર્થે જે દાયકાઓ સુધી મદદરૂપ થવાનું છે તે અતિ સુંદર “રાજમંદિર” પૂર્ણ થવાના આરે છે. પરમ કૃપાળુ દેવની અત્યંત જીવંત પ્રતિમાજી ઘડાય અને તેનું અવલંબન પામી મુમુક્ષુઓ મોક્ષના માર્ગે વીતરાગ બનતા જાય એ ભાઈશ્રીનો પરમાર્થ મનોરથ છે. આપણે ભાગ્યશાળી છીએ કે બે વર્ષના અંતે દૂધ જેવો સફેદ આરસનો પથ્થર વિયેટનામની ખાણમાંથી મળી આવ્યો છે જેને તારીખ ૧૪-૬-૨૦૧૮ ના રોજ બહુમાનપૂર્વક, આનંદ ઉલ્હાસ સાથે વધાવી, આશ્રમના પ્રાંગણમાં સ્થાપવામાં આવ્યો છે.

IMG-20180620-WA0022.jpg
IMG-20180620-WA0025.jpg

જોગાનુજોગ તે સમયે પ.પૂ. છોટાબાપુજી તેમજ પ.પૂ. બાપુજી સાથે જેમનો ઘનિષ્ઠ આધ્યાત્મિક સંબંધ હતો, તેવા ગચ્છાધિપતિ આચાર્ય માણેકસાગર સુરી મહારાજ સાહેબની પરંપરાના સાધુ ભગવંતો ગચ્છાધિપતિ પૂ. શ્રી ચન્દ્રસાગર મ.સા. (પૂ. આગમોધ્ધારક સૂરિ) વિહાર કરતા આશ્રમમાં પધાર્યા હતા.

IMG-20180620-WA0026.jpg

તેમણે અર્થપૂર્ણ પ્રવચન દ્વારા ઉત્તમ સમજણ આપી અને મંત્રોચ્ચાર દ્વારા તે એકેન્દ્રિય જીવોને ભાવપૂર્વક વિનંતી કરી કે, તેઓ કૃપા કરી મૂર્તિ કંડારવા માટે અનુમતિ આપે.

આપણી ઉપર તે એકેન્દ્રિય જીવો અનુગ્રહ કરે તે માટે આપણે નાનો પણ સંકલ્પ કરવો જોઈએ એવી પ્રેરણા સાધુભગવંતોએ કરતાં ત્યાં ઉપસ્થિત મુમુક્ષુઓએ મૂર્તિ પૂર્ણપણે ઘડાય અને તેની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી પોતાની ઈચ્છા અનુસાર પ્રતિજ્ઞા લીધી હતી.

IMG-20180620-WA0027.jpg
IMG-20180620-WA0019.jpg
IMG-20180620-WA0024.jpg

ભલે આપણે ત્યાં હાજર ન હતાં પણ આપણે પણ આ વાંચી આપણી શક્તિ અનુસાર સંકલ્પ લેવો જોઈએ. ઓછામાં ઓછું રોજ, ૫ માળા સહજાત્મસ્વરૂપ પરમગુરુ અથવા તો નમસ્કાર મહામંત્રની ગણવી એવી ભલામણ આ પુણ્યાત્મક પ્રસંગે ભાઇશ્રીએ કરી છે.    

IMG-20180620-WA0028.jpg
IMG-20180620-WA0023.jpg
IMG-20180620-WA0020.jpg