Goal 7: Non Judgement

Goal 7:

Non Judgement

I shall never criticise and always refrain from giving advice or opinion.

ધ્યેય 7:

નિરાભિપ્રાયપણું

હું બીજાના દોષ નહિ જોઉં અને પરનિન્દા નહીં કરું. ન હું કોઈને સલાહ આપીશ કે ન મારો અભિપ્રાય જણાવીશ.

Goal 8 combined.jpg

OurCapacity to Judge: Blessing or Curse?

The capacity to see, think, understand, analyze, decide and then act is natural to us. At every step we are evaluating. Evaluation is a never ending process. In this human life, our soul is tremendously empowered. This inherent strength can become our biggest weakness too.

Since childhood we have been hearing the meaningful saying, "Never judge a book from its cover". Despite this most of us are quick to form opinions and also quick to criticise. With limited or superficial knowledge we keep pronouncing verdicts. If we reflect carefully upon this habit, it is an exercise by which we want to boost our ego. And in doing we may be unaware of the harm and damage we are causing both to others and ourselves. Talking loosely is thus a sign of immaturity. The shores of our unquiet minds are lashed with waves of thoughts. Such a chaotic mind spurts out many uncalled opinions and unsolicited advices.

The ever-changing nature of the world

Where do our strong opinions comes from? Each life experience that we endure brings us many realisations. Opinions are built and with confidence we declare judgements. However we must remember that even when our opinions are born of factual practicality, these are still our personal viewpoints and need not be universally acceptable to all. Experience too keeps varying. The context is always changing, with different activity, people involved, situations, and innovations. Yet our opinions often remain stagnant.

Ephemerality is the key characteristic of reality. In this world where everything is changing all the time, how can our fixed opinions and judgements remain valid?

Therefore we must remain utmostly cautious or rather try to restrain from expressing our viewpoint even in private gatherings. Exuding peace and dwelling in silence, we ought to remain a mere witness while we are in public domain. These days platforms like Whatsapp and Facebook make it all the more tempting to constantly share our opinions. Even in times of social injustice we must reflect if we really need to raise our concern, and voice our opinion. Reading a newspaper, on seeing a person or his clothes, visiting someone's home, eating food, hearing a piece of music we keep comparing and commenting. Even if we may not actively participate we still want to be a silent part of the gossip corner, as it seems to be most entertaining for many of us. Unnecessarily, our deluded mind remains active in other's territory. Why worry about other's business when we cannot manage our own?

For each of us, our own opinion is of much value, as we feel it is carefully formed from the deeper understanding we have of everything that exists in this world. Despite being a spiritual seeker, most of the time, our focus remains external. We continue inspecting and investigating all that comes our way. Thus we keep the gates open for the karmas to afflict our soul.

Reality can be viewed from multiple perspectives

Why do two different people view the same situation in completely different ways? Anekantvad is the spirit of Jainism. It means multiple viewpoints are possible. It is the notion that reality is perceived differently from diverse points of view, and that no single point of view is the complete truth, yet taken together they comprise the complete truth.

Our own views are based on our own conditioning, values, education and exposure to life events as we grow up. Being non judgemental is about understanding the limitations of our perspective, and being open to other perspectives, viewing world through the eyes of others. Eventually this empathy will build our tolerance and we shall be more sensitive and more compassionate. Non judgement is to accept with free will what is noble, true and pure.

The eternal true nature of reality

Perception differs, and thus the truth too, but the fundamental principles that govern our reality, remain constant forever. Wise are those, who in light of these uniform golden rules, assess and appraise all that is happening around them.

Tirthankar Bhagwans proclaimed many such doctrines of truth. So precise and perfect, in any era of time they progressively uphold us on the path of Moksh. It is essential that we read and study them in detail for only then shall we be able to arrive at a “right judgement”.

 

Conclusion

Let us observe Bhaishree. Ahead of any conclusion, immaculate Bhaishree will diligently first consider the relative and the absolute viewpoint. The relative viewpoint takes care of the transient nature and the absolute will consider the ceaseless aspect. The repercussions and the chain reaction is all well considered before he speaks or acts. In every situation and setting he remains diligent and yet firmly detached and divine. Weighing every word, His wisdom is Gospel's truth. Living his words, we too shall become like Him.

Those who worship the virtues consequently stop judging. Being spiritual is to remain neutral and equanimous.

ધ્યેય ૭: નિરાભિપ્રાયપણુ

જોવું, જાણવુ, વિચારવું, સમજવું  અને પછી નિર્ણય લઈને કાર્યની શરૂઆત કરવી, રોજબરોજના જીવનનો આ છે સામાન્ય ક્રમ. કાર્યની શરૂઆત હોય કે પૂર્ણાહુતિ આપણે  સતત જે કાર્ય થઈ રહ્યું છે તેનું મૂલ્યાંકન સમયાંતરે કરતાંજ  રહીએ છીએ. લાભ-હાનીનો વિચાર સતત અંતરમાં ચાલતો જ રહે છે. પારમાર્થિક  દ્રષ્ટિના અભાવે, સંસારી જીવાત્મઓનું મુલ્યાંકન લૌકિક ભાવે થતું રહે છે. તેથી જે શક્તિ ભવ તારક બને એમ છે તે જ શક્તિ મોટા ભાગના મનુષ્યો માટે  જન્મમરણ વધારનારી બની જાય છે. આ બાબત પર આપણે ગંભીર વિચારણા કરવી જરૂરી છે.

મન અને બુદ્ધિને આત્માની શક્તિ પ્રાપ્ત થતા, ન ધારેલું કાર્ય મનુષ્ય કરી શકે એમ છે. સદગુરુ   નિશ્રામાં, વર્તમાન ભવમાં, આત્માની અનંત સુષુપ્ત શક્તિઓને આપણે જગાડવી  છે.

આપણે નાના હતા ત્યારથી જ સાંભળતા આવ્યા છીએ કે પુસ્તકનું પુઠું જોઈને કે ફિલ્મના પોસ્ટર ઉપરથી તે પુસ્તક કે ફિલ્મ વિશેનો કોઈ અભિપ્રાય ન બાંધવો જોઇએ. મોટે ભાગે આપણે આપણો અભિપ્રાય ખુબ જલ્દીથી બાંધી લઈએ છીએ. પહેલી મુલાકાતમાં જ આપણે એક વ્યક્તિને સમ્પૂર્ણ રીતે ઓળખી  શકતા નથી છતાં તે વ્યક્તિનો એક દોષ કે ગુણનો પરિચય થાય ને અંતર મનમાં તેના વિશેની એક છાપ ઊભી થઈ જાય છે. તે છાપ ખોટી હોવાની પુરી શક્યતા છે.  આવો અભિપ્રાય ઘણી વાર પૂર્વગ્રહ બનીને તે વ્યક્તિ સાથેના તમામ વ્યવહારમાં અને નિર્ણયો લેવામાં આડો આવે છે.

જીવનના અનુભવોમાંથી પસાર થઈએ છીએ ત્યારે અનેક બોધપાઠો આપણે શીખતા રહીએ  છીએ. અભિપ્રાયો બંધાય છે અને સમજણ સાથે કે પછી ઉતાવળે પૂરેપૂરું સમજ્યા વગર તે અભિપ્રાયોને આપણે જાહેર કરી દઈએ છીએ.

કોઈ શહેરના એક ભાગમાં આપણે ગયા હોઈએ અને આખું શહેર હજુ જોયું નથી તો પણ જે ભાગમાં આપણે છીએ ત્યાં ગંદકી હોય તો એમ કહી દેતાં જરાય અચકાતા નથી કે આખુંય શહેર ગંદુ છે. આવા અભિપ્રાયો માત્ર આપણા અભિમાનને પોષે છે. હું જાણું છું, હોશિયાર અને ચતુર છું, મને બધી ખબર છે, એ ભાવને આપણે અન્ય પાસે સ્થાપિત કરીએ છીએ. અપરિપક્વ માનસિક સ્થિતિને કારણે આપણે આવી રીતે વર્તીએ છીએ. બને ત્યાં સુધી આપણે અભિપ્રાયો આપવા જ ન જોઇએ અને જ્યારે આપીએ ત્યારે ધીરજ કેળવીને બધીજ અપેક્ષાઓનો   વિચાર કરી તે અભિપ્રાય જાહેર કરવો જોઇયે.

એક ખોટો અભિપ્રાય અન્યના જીવનને ઘણું નુકશાન પહોંચાડે છે તેનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો. અભિપ્રાય આપવાની આવશ્યકતા નથી ત્યાં પણ દોઢ ડાહ્યા થઈએ છીએ. કોઈએ સલાહ માંગી નથી પણ આપણે આપવા તત્પર હોઈએ છીએ. શું કામ બીજાના જીવનમાં હસ્તક્ષેપ કરતા હશું. પોતાનું  જીવન વ્યવસ્થિત જીવી શકતા નથી અને બીજાની ફિકર અને ઉપાધિઓ દૂર કરવાનાં પ્રયત્નોમાં જોડાયને આપણે શું સિદ્ધ કરવા ઈરછીએ છીએ? મહાપુરુષો એમ કહે છે “હે જીવ તું તારું સંભાળ”  

આ જગત સતત બદલાતું રહે છે. અહીં કશું સ્થિર નથી. જ્યાં આવી બાહ્ય પરિસ્થિતિ હોય ત્યાં આપણે જાહેર કરેલા અભિપ્રાયો  કેટલા સાચા નીવડે ? તદ ઉપરાંત દરેકની જોવાની દ્રષ્ટિ, જીવનના મૂલ્યો, અભિગમ તેમજ રસ અને રુચિ જુદાં હોય છે. દરેકનું સત્ય અહીં  જુદું છે. કર્મો અનુસાર દરેક પોતનું જીવન જીવે છે. વ્યક્તિનો સ્વભાવ અને પ્રકૃતિઓ પણ જુદાં  છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના અંગત અભિપ્રાયોથી પોતાનું જીવન જીવી રહ્યો છે. માટે કંઈ પણ અભિપ્રાય ન આપતાં મૌન રહેવું એજ ઉત્તમ છે. જ્યારે બધા સાથે હોય ત્યારે આપણે અંતરની શાંતિ અને આનંદની મસ્તીમાં જીવવાનો પુરુષાર્થ કરતા રહેવું. જ્ઞાતા અને દ્રષ્ટાભાવે અલિપ્ત અને અસંગ રહેવું.

જો સમાજમાં હિંસા, દુરાચાર અન્યાય થતા હોય ત્યારે અહિંસાત્મક રીતે તેનો વિરોધ કરવો પણ જરૂરી છે.

છાપું વાંચતા,  કોઇએ પહેરેલાં કપડાં કે આભૂષણ જોઈને, કોઈનું ઘર જોયા બાદ, વાનગી કે ભોજન ખાઈને, સંગીત સાંભળીને, ચિત્રો જોઈને, જીવનમાં ડગલે ને પગલે, આપણે સતત સરખામણી કરતા રહીએ છીએ અને સંકોચ વગર પરમ સત્યની ઉદઘોષણા કરતાં હોઈએ તેવી રીતે આપણા  મતને જાહેર કરીએ છીએ. આપણા માટે આપણો એ મત ખુબ અગત્યનો છે. આપણે એમ માનીએ છીએ કે વિશ્લેષણ કરવાની શક્તિ અને ઊંડી સમજણમાંથી આપણે કંઈ  કહી રહ્યા છીએ. આ જગતમાં આટ આટલા વર્ષોં શું  અમસ્તા ગાળ્યા છે , એવું અભિમાન સ્પષ્ટ અંતરમાં રહ્યું છે પણ તે અજ્ઞાન વશ વેદાતું નથી. આપણા અભિમાનને આપણે બીજા માટેની કરુણા તરીકે ઓળખાવીએ છીએ.

આધ્યાત્મિક સાધક હોવા છતાં આપણા લક્ષની ધારા બહારમાં, પર પદાર્થોને જોવામાં અને તેમાંથી  સુખ મેળવવા રોકાયેલી રહી છે. પુદગલના રૂપ, રસ, ગંધ અને આકાર આપણી એકાગ્રતાનો વિષય બની છે. આમ આશ્રવના દ્વારો આપણે ખુલ્લાં રાખીએ છીએ અને કર્મો આવીને આત્માને આવરી લે છે. આપણી કુતૂહલ વૃતિ  એવી છે કે કાર્ય સાથે જોડાયેલા ન હોય તો પણ બધું જાણવા માટે ઉત્સુક રહીએ છે. પરનિંદા અને  વિકથામાંથી આનંદ મેળવીએ છીએ. આવી માનસિકતા હોય ત્યાં આધ્યાત્મિક ભાવમાં, ધર્મધ્યાનમાં જીવ કેવી રીતે ટકી શકે.?

જૈન ધર્મમાંથી  અનેકાંતવાદની  દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એક વસ્તુને વિવિધ નયથી જોવાની અને સમજવાની આ અદભૂત રીત છે.  બે વિપરીત નય કે દ્રષ્ટિકોણ હોય છતાં તે બન્ને એક બીજા પ્રત્યે પ્રેમ અને આદર ભાવ રાખી શકે અને હળીમળીને રહી શકે છે. અભિપ્રાયોથી મુક્ત થવું એટલે પોતામાં સમાઈ જવું. કોઈ પ્રતિભાવ આપવો નહીં ઉદયનો શાંત સહજ સ્વીકાર અને આવકાર. કોઈ ફરિયાદ નહીં, કેવળ મનનો રાજીપો. અસંગ, અલિપ્ત જીવન.

બદલાતા જગતમાં દ્રશ્ય અને દ્રષ્ટિકોણ બન્ને પર્યાયંતર પામતા રહેશે. માયાવી જગતનું સત્ય ક્ષણિક હોય છે છતાં આ જગત જે સિદ્ધાંતો ઊપર ચાલી અને ટકી રહ્યું છે તે સર્વે અફર છે, શાશ્વત છે. તે સિધ્ધાંતોને બરાબર સમજી મનમાં ધારણ કરી જીવન જીવવાનું છે. તે સત્ય એવું ને એવું રહે છે. દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ આવું  કશું તેમાં નડતું નથી. તીર્થંકર ભગવાને તેમના નિર્મળ જ્ઞાનમાંથી  આ સિધ્ધાંતો ભાખેલા છે. તેમની દ્રષ્ટિથી આ જગતને જોવાનો પ્રયત્ન કરશું તો તે અનેરૂ દેખાશે. છ દ્રવ્ય સ્વરૂપે તે જગતને આપણે જોતાં થઈશું. પછી આપણા તમામ અભિપ્રાયો મોક્ષ તરફ લઈ જશે.

કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં  પરમ પૂજય ભાઇશ્રી શાંત ચિત્તે જે કંઈ છે તેને પ્રથમ ધીરજ રાખી સમજવાનો પ્રયત્ન કરશે. પછી તુલનાત્મક રીતે વ્યવહાર અને નિશ્ચયનો તેઓ ઉત્તમ સમન્વય સાધીને નિર્ણય લેશે. તેઓ આદર્શ છે. તેઓ પોતાનો અભિપ્રાય ભાગ્યેજ જાહેર કરતા હોય છે. સામે વાળાનો દ્રષ્ટીકોણ, વિચારધારા, ઉદેશ બધું વ્યવસ્થિત સમજીને વ્યવહાર કરશે. ઓછું બોલશે અને મધુર સ્મિત વેર્યા કરશે. એમનો ઉપદેશ અને આજ્ઞાને જીવનમાં ઉતારી આપણે તેમના જેવાં થઈ શકીશું.

ઉપસંહાર

જે ગુણો તરફ કેન્દ્રિત થાય છે તે અભિપ્રાયો આપતા નથી. ઉચ્ચતમ આધ્યાત્મિકતા એ જ કે  સમતા અને સમાધિભાવમાં  સમાય જવું, સમાયને રહેવું.